રાજકોટ
રાજકોટના ધોરાજી શહેરમાં આવેલ કલીમ સ્ટીલ ટ્રેડર્સ નામની પેઢીમા CGST ના દરોડા પડ્યા હોવાનું સામે આવેલ છે. રાજકોટની સેન્ટ્રલ વિભાગની GST ની બે ટીમના ધોરાજીમાં ધામા નાખવામાં આવ્યા છે.
જેમાં બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલ લોખંડના સળીયા નો ધંધો કરનાર પેઢીમા રાજકોટ સેન્ટ્રલ GST ના દરોડા પાડવામાં આવ્યા છે.ધોરાજીમાં રાજકોટ સેન્ટ્રલ GST ના દરોડા થી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેમકે GST દ્વારા સતત દરોડા પાડવામાં આવ્યા છે.આ અગાઉ લોખંડ, સ્ક્રેપની 17 પેઢીઓના 30 સ્થળ પર ગુજરાતમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, મોરબી દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટમાં 12, ભાવનગરમાં 10, સુરત 7 અને અમદાવાદ 1 જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી.