૫ વર્ષની સિઝન, CR નું વિઝન, નહીં ચાલે કોઇ રીઝન, ૧૮૨ મૂરતીયાઓને ટકોરા મારીને ચુનીચુનીને ટીકીટ આપશે

Spread the love


ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવાઇ રહ્યો છે. ભાજપ કમલમ કાર્યાલય, ઉપર જે ભીડ ડાઉન થઇ ગઇ હતી, તેનો હાઉસફુલ કરી દીધઈ છે, બાકી પાવરફુલ નિર્ણય લેવામાં અને કામ કરનારા હોદ્દેદારો, ધારાભ્યો, તમામને CR પોતે ખાનગી રીપોર્ટ તૈયાર કરીને આવનારી વિધાનસભામાં આ ઉમેદવાર ચાલશે કે કેમ? તેની ગહન ચર્ચા સાથે ડોર ટુ ડોર અને દરેક વિસ્તારોનો પ્રવાસ ખેડવા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે વિધાનસભા ચૂંટણીને લક્ષમાં રાખીને અત્યારથી તમામ તબક્કે કામગીરી ચાલી રહી છે.સી આર પાટીલ ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ મુજબ પ્રવાસ કરવાના છે,જે પહેલા મીડિયા ટીમને તમામ વિધાનસભા મુજબ ઇન્ચાર્જ નીમી પ્રવાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
આગામી માર્ચ મહિનાથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ મુજબ પ્રવાસ કરશે અને તમામ વિસ્તારની પરિસ્થિતિ સમજશે. પરંતુ એ પહેલાં મીડિયા વિભાગને તમામ વિધાનસભા દીઠ નિમણુંક કરી પ્રવાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જે હેઠળ આગામી ૫ ફેબ્રુઆરીથી પ્રવાસની શરૂઆત કરવામાં આવશે. રાજ્યમાં ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ અને ૫ કમિટી મેમ્બરની નિમણુંક કરવામાં આવશે જે નિમણુંક આગમી વિધાનસભા ઇલેક્શન સુધી રાખવામાં આવશે.
આ પ્રવાસ પ્રવક્તા,સહ પ્રવક્તા મીડિયા કન્વીનર અને સહ કન્વીનર કરશે. તમામ જિલ્લામાં આ પ્રવાસ નક્કી કરવામાં આવ્યા છે. એ જિલ્લામાં આવતી તમામ વિધાનસભા મીડિયા વિભાગના લોકો સાથે મુલાકાત કરશે અને જે તે વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવશે અને જે તે ધારાસભ્યની કામગીરી કેવી છે. તેનો પણ ચિતાર મેળવશે આમ મીડિયા વિભાગ સી આર પાટીલના પ્રવાસ પહેલા પ્રવાસ પૂર્ણ કરી તેનો રિપોર્ટ પાટીલનો સોંપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com