ગુજરાત રાજ્યમાં વિકાસ જે રીતે થયેલો છે.ત્યારે સરકારી જમીનોમાં ભૂમાફીયાઓએ અડીંગો જમાવી દીધો છે. એક નહીં દસ નોટીસો આપવા છતાં તંત્ર કે સરકારને ગાંઠતા નથી, ત્યારે રાજકીય આગેવાનો, નગરસેવકોના સગાઓથી લઇને દુર ભૂમી બાલ ગોપાલ કી હોય તેમ સરકારી જમીનોમાં બેફામ દબાણો કરવામાં આવ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં દબાણ હટાવ ઝુંબેશ કેવી કારગત નીવડે છે, તે જાેવું રહ્યું ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા,GJ-18, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, તેમ આઠ શહેરોમાં ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનને નાગરિક સેવાઓમાં વધારો કરવા માટે ઉપલબ્ધ થયેલા ૨,૧૯૯ જેટલા ખુલ્લા પ્લોટમાં ભૂમાફિયાઓના કબ્જા હેઠળ છે. જેનું મૂલ્ય એક અંદાજે રૂપિયા ૩,૨૭૦ કરોડથી વધારે થવા જાય છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામિણ વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે સહિતના રસ્તાઓની બેઉ તરફ ૩,૮૩૦ હેક્ટર જમીનમાં દબાણો થઇ ચૂક્યા છે. જંગલની ૨૯૨ ચોરસ કિલોમીટર જમીમાં ભૂ-માફિયા ઘુસી ગયા છે. સૈન્ય દળો માટે પહેલાથી આરક્ષિત જમીનો પણ દબાણ થયાનું સરકારે સ્વિકાર્યું છે. હવે રાજ્યના આઠેય મહાનગરોમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ્સમાં પણ દબાણ હોવાનો ખુલાસો થયો છે. શહેરી વિકાસ વિભાગની વર્ચ્યુઅલ સમિક્ષા બેઠકમાં થયો છે. આ વિભાગના રાજ્યમંત્રી વિનોદ મોરડીયાએ આઠેય મહાનગરોના મ્યુ,કમિશરો, ડેપ્યુટી કમિશરો, મેયર સહિતના અધિકારી-પદાધિકારીઓને આ બેઠકમાં તત્કાળ દબાણો હટાવવા ઝુંબેશ શરૂ કરવા આદેશ કર્યો હતો. એટલું જ નહી જરૂર જણાય ત્યાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ સ્ટેશનોમાં ફોજદારી ફરિયાદો કરીને કાર્યવાહી કરવા સુચના આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ શહેરોમાં બાગ-બગીચા,પુસ્તકાલય સ્પોર્ટ્સ એક્ટવિટી, આરોગ્ય , શિક્ષણ પાર્કિગ પરીવહન જેવી નાગરીક સેવાઓથી લઇને કોમર્ર્શિયલ પ્રવૃત્તિ માટે પણ પ્લોટ મળતા હોય છે. આવા પ્લોટમાં દબાણને કારણે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક તંદુરસ્તી તો જાેખમાય જ છે પરંતુ તેની સાથે લાંબાગાળે વિકાસ અને નાગરિકોની જીવનશૈલીને પણ વિપરીત અસર થાય છે. આ સ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી ઝડપથી દબાણો હટાવે છે તે જાેવુ રહ્યું.