શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના કૌશલ્યો વિકસાવવા માટે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી વચ્ચે એમઓયુ

Spread the love

રાજ્યના વિધાર્થીઓ અને યુવાનોમાં સર્જનાત્મકતા અને STEM (Science, Technology, Engineering, Mathematics) શિક્ષણને પ્રોત્સાહન આપવા આજ રોજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર શ્રી હર્ષવર્ધન મોદી અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના ડીન ઇન્સ્ટિટ્યુશનલ એડવાન્સમેન્ટ પ્રોફેસર પ્રતિક મુથા દ્વારા એમઓયુ સહી કરવામાં આવ્યા હતા.

રાજ્યના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ ના સચિવ શ્રી વિજય નેહરા અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર પ્રોફેસર અમિત પ્રશાંત ની ઉપસ્થિતિમાં આ એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ એમઓયુ અંતર્ગત IIT-GNએ GCSC સાથે STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) પ્રદર્શનો અને વિડિઓઝ, DIY (Do It Yourself) કિટ્સ અને વીડિયો, પુસ્તકો, પ્રકાશનો વગેરે પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે.
IIT-GN દ્વારા મુલાકાતીઓ માટે STEM પ્રદર્શન સત્રો અને વર્કશોપ તેમજ વિદ્યાર્થીઓ માટે ટિંકરિંગ લેબ વિકસાવવામાં આવશે.

વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના શિક્ષકો માટે કેપીસીટી બિલ્ડીંગ વર્કશોપ IIT-GN દ્વારા યોજવામાં આવશે જયારે ૧૦૦થી વધુ મોટા પ્રદર્શનો, પ્રવૃત્તિઓ અને શિક્ષણ આધારિત DIY કિટ્સ IIT-GN તૈયાર કરવામાં આવશે.

સાયન્સ સિટી ખાતે પ્રવર્તમાન તેમજ આગામી પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી અને સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવશે. સાયન્સ સિટી અથવા સરકારના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગને કન્સલ્ટન્સી તરીકે અલગ-અલગ વર્તમાન અને નવી ગેલેરીઓ હેઠળ થીમ્સ, પ્રદર્શનો અને કાર્યક્રમોની કલ્પના અને અપગ્રેડિંગમાં વૈજ્ઞાનિક ઇનપુટ્સ IIT-GN દ્વારા પ્રદાન કરવાના રેહશે.

આ એમઓયુના ભાગ રૂપે સાયન્સ સિટી ખાતે વિવિધ પ્રોજેક્ટસ વિકસાવવા માટે સ્ટેકહોલ્ડર મીટિંગ માટે IIT-GNના નિષ્ણાતોને સાયન્સ સિટી આમંત્રણ પાઠવશે.

સાયન્સ સિટીમાં અનુભવ કેન્દ્ર, ટિંકરિંગ લેબ અને હેન્ડ-ઓન લર્નિંગ વિકસાવવા માટે CCL IIT-GNને સાયન્સ સિટી પરિસરમાં ઉચિત જગ્યા અને 100થી વધુ મોટા પ્રદર્શનો, વિવિધ પ્રવૃત્તિઓ અને મનોરંજન આધારિત શિક્ષણ અને અન્ય ઘટકો માટે DIY કિટ્સ જેવી અન્ય સુવિધાઓ પ્રદાન કરવાની રેહશે.
જયારે સાયન્સ સિટી દ્વારા શિક્ષક તાલીમ વર્કશોપ અને વિદ્યાર્થી તાલીમની સુવિધા ઉભી કરવામાં આવશે. આ એમઓયુ હેઠળની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે CCL IIT-GN ને નાણાકીય સહાય સાયન્સ સિટી દ્વારા પૂરી પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com