ગુજરાત સરકાર દ્વારા ઘણી જ જગ્યાઓ પ્રાઇવેટ કરણ કરીને અમુક વર્ષ પરંતુ ભાડા પટ્ટે ચલાવવામાં આપવામાં આવે છે. ત્યારે પથિકાશ્રમ નો જે કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે, તે કોન્ટ્રક્ટ નો સમય બદઢ કામ પૂર્ણ ન કરીને લાંબો સમય ની મુદતો મેળવીને વધારાની મામૂલી જગ્યાઓ ઉપર કબજાે જમાવવા નું શરૂ કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર પાટનગર યોજના, અને શહેરી વિકાસના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પથિકાશ્રમ નું રીનોવેશન કરાવીને અમુક શરતોને આધીન પથિકાશ્રમ નવા કોન્ટ્રાક્ટર સાથે ચલાવવા આપ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટ દ્વારા બે વર્ષથી કામ ચાલી રહ્યું છે, અને કામ પૂરું થતું નથી, ત્યારે તંત્ર દ્વારા કેટલા મહિનામાં કામ પૂર્ણ કરીને કેટલા મહિનાઓ માટે પથિકાશ્રમ ચલાવવા આપ્યું છે, તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પથિકાશ્રમ પાછળ ના ભાગે આવેલા મકાનો, તથા જી્ બસ સ્ટેન્ડ પાછળ ના ભાગે આખે આખી ફૂટપાથ જે મનપા દ્વારા બનાવવામાં આવી હતી તે આખી ઉખેડી દેવામાં આવી છે ત્યારે મનપા દ્વારા કેટલા લાખોના નાણાં પાણી માં ફેરવી દીધા છે. મનપા દ્વારા આ સંદર્ભે નોટિસ કાઢીને કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ? પાર્કિંગ જે બહાર ની જગ્યાએ છે, તે જગ્યાએ આખે આખી ફૂટપાથનું ઉલાળીયું કરી નાખ્યું છે. રોજબરોજ અનેક વાહનો અહીંયા ઉભા હોય છે. ત્યારે ફુટપાથ તમામ તોડી નાખી તેની મંજૂરી મહાનગરપાલિકા પાસેથી લેવામાં આવી છે,ખરી? ફૂટપાથ તોડફોડ કરીને જે નુકસાન થયું છે તેની ભરપાઈ મનપા કડક રાહે ઉઘરાણી કરશે કે કેમ ? તે પ્રશ્ન પણ પ્રજામાં પૂછાઇ રહ્યો છે.પથિકાશ્રમની જે જગ્યા છે, તેના પાછળના ભાગમાં પણ તંત્રની મંજૂરી વગર જગ્યા અને જમીન સંપાદન કરીને પથિકાશ્રમની માલિકીમાં લાવવા અનેક જગ્યા ઉપર કબજાે જમાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે સરકારે કેટલી જમીન અને પથિકાશ્રમ કેટલા મહિના વર્ષ માટે ચલાવવા આપી છે, અને જગ્યા કેટલી મુકરર કરવામાં આવી છે, તે ફોડ પાડવાની જરૂર છે. બાકી અત્યારે ફૂટપાથો ના ખોદકામ થી મનપાએ બનાવેલી ફૂટપાથો તો તોડી ફોડીને નવરી કરી દીધી છે, તો કોન્ટ્રાક્ટર પોતે નવી ફૂટપાથો બનાવવાના છે, કે પછી જગ્યા પર કબજાે જમાવવા ફૂટપાથો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે.