ગુજરાતમાં નીલગાયો ની સંખ્યા સતત વધી રહી છે, જંગલોમાં સિંહો વાઘને શિકાર ન મળતા હાડકા જાેવાઇ રહ્યા છે, ત્યારે નીલગાયો ખેતરો ના ખેતરો સફાચટ કરી ને હવે GJ-18 ના જંગલ ખાતાના વિસ્તારો સફાચટ બાદ શહેરના સર્કલ ઉપર ચઢી ને ઘાસ લીલું આરોગી રહી છે, ત્યારે આ સર્કલ ઉપરથી રોજબરોજ હજારો વાહનો મિનિટ સેકન્ડોમાં આવ-જાવ કરતા હોય છે, ત્યારે નિલ ગાયોનું ટોળું કૂદીને ભાગે તો શું થાય? રાજ્યમાં નીલગાયની વસ્તીમાં ચોંકાવનારો વધારો થયો છે, નીલ ગાયના કારણે ગ્રામીણ વિસ્તારોમાં અકસ્માતની ઘટના છાશવારે બનતી હોય છે, પણ GJ-18 ખાતેના જિલ્લા શહેરમાં રોજબરોજ આ ઘટના નાની-મોટી બને છે, પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. રાજ્યમાં નીલગાયની વસ્તી જાેઈએ તો અમદાવાદમાં ૯૮૦૦ અને GJ-18 જિલ્લામાં ૩૦૨૦ જેટલી ગાય છે, ૨૦૧૧માં રાજ્યમાં નીલગાયની વસ્તી ૧.૧૯ લાખ હતી જે ૨૦૧૫માં ૧.૮૬ થઈ હતી અને છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે તેની વસ્તી ૨.૫૧ લાખ થવા જાય છે આ ઉપરાંત પાટણમાં ૧૮, ૫૮૪ અને અમરેલીમાં ૧૬૨૯૫ જાેવા મળી છે, રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ૧ લાખની વસ્તી છે, સાસણ ગીરમાં સિંહોની વધતી વસતિને લઇ સરકાર અને તંત્ર દ્વારા નીલગાયને પકડીને સાસણગીરમાં છોડવામાં આવી હતી. ત્યારબાદ સાસણમાં મોકલવામાં આવી નથી, વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિત ત્રણમાં સમાવિષ્ટ કરવામાં આવી છે, રાજ્યના વન વિભાગે GJ-18 ની નીલગાયોને સાસણગીરમાં ખસેડવાનો ર્નિણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડી નથી. જંગલમાં વન્ય પ્રાણીઓને ખોરાક મળી રહે જે નીલગાય તૃણાહારી પ્રાણી છે પણ જંગલખાતુ આ કાર્યમાં ફેલ ગયું છે, ત્યારે શહેરી આવાસ માં બિન્દાસ ફરથી નીલગાયો હવે ગ અને ચ માર્ગના સર્કલ ઉપર ઘાસ સફાચટ કરવા આવી ગઈ છે, ત્યારે રોજેરોજ આવન-જાવન કરતા લાખો વાહનચાલકો માટે મોત ઝઝૂમી રહ્યું છે, ગાડી ઉપર પડયું હોય તો ગાડી તોડી નાખે, બાઈક કે ટુ વ્હીલર નો વાહન ચાલક જીવતો રહે ખરો? હમણાં થોડા મહિના પહેલાં સચિવાલયના ગેટ પાસે નીલગાયો આવી હતી, ત્યારે એકદમ ગભરુ પ્રાણી સહેજ પણ અવાજ થાય એટલે ભાગમભાગ કરે ત્યારે વાહન ચાલકો માટે જાેખમી બની છે.