રાજકીય અને બિઝનેસની ગલીઓમાં એક ચર્ચા જાેર પકડી રહી છે કે આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસ પાર્ટી અદાણી ગ્રુપના ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિબેન અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવવા માટે નોમિનેટ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ પ્રીતિબેનનું નામ સૂચવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પાર્ટીના વર્તમાન રાજ્યસભા સાંસદ વી. વિજયસાઈ રેડ્ડીની ટર્મ જૂન ૨૦૨૨માં પૂરી થઈ રહી છે અને તેમના સ્થાને પ્રીતિબેન અદાણીનું નામ ચર્ચાઇ રહ્યું છે. પ્રીતિબેન અદાણી ગ્રુપની સામાજિક પ્રવૃત્તિઓનો ચહેરો છે .અદાણી ગ્રુપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ની કમાન પ્રીતિ અદાણી સાંભળી રહ્યાં છે. તેઓ અત્યારે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે અને ફાઉન્ડેશન હેઠળ ચાલતી શૈક્ષણિક, હેલ્થ, સ્વચ્છતા, રોજગાર લક્ષી પ્રવૃત્તિઓ સહિતની કામગીરી સાંભળી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન હેઠળ અદાણી ગ્રુપ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.અદાણી ગ્રુપનું આંધ્રપ્રદેશમાં મોટું રોકાણ રિન્યુએબલ એનર્જીથી સંચાલિત ૫ ગીગાવૉટની ક્ષમતાનું ડેટા સેંટર બનાવવા અદાણી ગ્રુપે આંધ્ર પ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જગન મોહન રેડ્ડીની સરકારે ડેટા સેન્ટર માટે અદાણી ગ્રૂપને ૧૩૦ એકર જમીનની ફાળવણી પણ કરી હતી. આ પ્રોજેક્ટ માટે અદાણી રૂ. ૧૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે. ગ્રુપે ૨૦૧૯માં આંધ્ર પ્રદેશ ૨૦ વર્ષના સમયમાં રૂ. ૭૦,૦૦૦ કરોડ રોકાણ કરવાની જાહેરાત કરી હતી.રિલાયન્સના પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી સ્ઁ છે.રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી જૂન ૨૦૨૦થીYSR કોંગ્રેસ પાર્ટી તરફથી આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ છે. તેઓ અગાઉ બે વખત ઝારખંડથી સાંસદ રહી ચૂક્યા છે. જાે પ્રીતિબેન અદાણી જગન મોહન રેડ્ડીની વાત સ્વીકારે છે તો રૂજીઇ કોંગ્રેસના તેઓ બીજા ગુજરાતી સાંસદ બનશે.