ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટી નજીક વલાદ ગામનો સમાવેશ કરતી ૧૫૬ હેક્ટરની નવી ટીપી સ્કીમ બનાવવામાં આવી રહી છે. આ માટે ગુડા દ્વારા નવી ટીપી સ્કીમનો મુસદ્દો તૈયાર કરી દેવાયો છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો દ્વારા ગામના વિકાસની રજૂઆતને ધ્યાનમાં લઈ ગુડાનું તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના આ વલાદ ગામના વિસ્તારને આવરી લેતી નવી ટીપી સ્કીમ-૩૧નું નિર્માણ કરવાની કામગીરી ગુડા દ્વારા આરંભી દેવામાં આવી છે.આ વિસ્તારની ત્રણ બાજુએથી ઔડાની ત્રણ ટીપી સ્કીમો પણ આવેલી છે. પરંતુ આ ટીપી સ્કીમો હાલના તબક્કે પણ કાગળ પર રહી ગયેલ છે. ટીપી સ્કીમનો અમલ નહી થતા ગુડાનો આ ગ્રામ્ય વિસ્તાર પછાત રહી ગયો છે. જાેકે હવે આ વિસ્તારનો વિકાસ કરવા ગુડાએ આયોજન હાથ ધર્યું છે.આ વિસ્તારની દક્ષિણે ૬૦ મીટરનો ઔડાનો રીંગ રોડ પણ આવેલો છે અને પુર્વમાં અમદાવાદ-હિંમતનગર હાઈવેને સમાંતર ગ્રીન ઝોનની સાથે સાથે રેસીડેન્સિયલ ઝોન પણ આવેલો છે. આ રેસીડેન્સિયલ ઝોનમાં વલાદ ગામના કેટલાક મહેસુલી સર્વે નંબરોનો પણ સમાવેશ થાય છે.જાેવા જઈએ તો ગુડા પાસેથી ૭ ટીપી સ્કીમ અને ૧૧ ગામ કોર્પોરેશન પાસે જતાં રહ્યા છે. આ કારણથી ગુડા પાસે જે ગામો વિકાસથી વંચિત રહી ગયા છે તેમને વિકસાવવાનો હવેથી ર્નિણય હાથ ધર્યો છે. હજી ગુડામાં નવા કયા ગામો ભળશે તે અંગે સરકાર તરફથી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.વાત કરીએ તો કેટલાક સમયથી ગુડા અને ઔડા વચ્ચે આવેલો કેટલોક વલાદ ગામની આસપાસનો વિસ્તાર વિકાસની દ્રષ્ટિએ ચર્ચામાં રહ્યો હતો. ગુડામાં સમાવેશ કરવામાં આવેલો આ વિસ્તાર હાલમાં પણ ગામડાં જેવી સ્થિતીમાં જાેવા મળી રહ્યો છે. હકીકતમાં આ વલાદ ગામના વિસ્તારને યોગ્ય ફાળવણી મળી નથી. જેના કારણે તેનો વિકાસ નથી થયો.આની પહેલા પણ વલાદ ગામના રહીશો દ્વારા નવી ટીપી સ્કીમ માટે ગુડા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. વલાદની આજુબાજુ ઔડાની રણાસણ, કરાઈ તથા નાના ચિલોડા જેવી ત્રણ ટીપી સ્કીમો આવેલી છે. આમ છતાં પણ આ વિસ્તાર વિકાસથી વંચિત રહી જવા પામ્યો હતો.વિધાનસભાની ચુંટણી બાદ આ અંગે કોઈ ર્નિણય આવશે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. ગુડા દ્વારા પ્લાન તૈયાર કરી દેવાયો છે. તેને ર્નિણય માટે મુખ્ય નગર નિયોજકને મોકલવામાં આવશે. આ ટીપી સ્કીમનો વિસ્તાર અંદાજે ૧૫૬ હેક્ટર કરતાં પણ વધુનો બનશે તેવું જાણવા મળી રહ્યું છે.