ગુજરાતના કહેવાતા પાટનગરના બે ભાગ પડી ગયા છે. એક જુનુ GJ-18 અને હીુ GJ-18, ત્યારે જૂના GJ-18 ૧ થી ૩૦ સેકટરમાં સમસ્યાઓ વકરી છે. ત્યારે જૂનું સચિવાલય એટલે ગુજરાતમાંથી હજારો અરજદારો મુખ્ય એવી પેટા કચેરી એટલે કે જુનું સચિવાલય ,ત્યારે જુના સચિવાલય પાસે આવેલી કેન્ટીન ની પાછળ ગંદકી, કચરાથી ખદબદી રહ્યું છે, શૌચાલય તો વર્ષોથી બંધ હાલતમાં છે, મીના બજાર માં નવી બનાવેલી શૌચાલય નું પાણી આ કચરા મા ઠલવાય છે.ત્યારે ગંદકી, કચરાની સુવાસ થી કર્મચારીઓ ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે તંત્ર મસ્ત બનીને એમ.એસ. બિલ્ડીંગ માં એસી. માં આરામ કરી રહ્યું છે. કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો, વિકાસ જે થાય છે, તે જુના સચિવાલય ,જાેવા જઈએ તો તમામ પેટા કચેરીઓનો બાપ જ કહેવાય , ત્યારે લાખો નહીં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવવા છતાં સાફ -સફાઈના નામે મીંડું જ છે.
જુના સચિવાલય ના બ્લોક નંબર ૧૯ થી મીના બજાર અને કેન્ટીનના પાછળ ના રસ્તેથી ચાલતા જવું હોય તો ગંદકી, સુવાસ અને કચરાથી ખદબદતુ, આ જાેઈને ભલભલાને ઉલટી આવી જાય, ત્યારે સ્મશાન અને કબ્રસ્તાનમાં કચરો, હાડકા બધું પડેલું હોય છે ,તેવી હાલત જૂના સચિવાલયમાં આવેલ, આ ગંદકીનુ સામ્રાજ્ય બનેલા આ સ્થળની જાત તપાસ કમિશ્નરશ્રી કરાવો અને એક રૂબરૂ મુલાકાત લેશો તેવી દિલથી શુભેચ્છા….બાકી રોજ સવારે ફિલ્ડીંગ તમામ તંત્રને ભરાવો છો અને સવારે રાઉન્ડ પોતે લઈ રહ્યા છો, ત્યારે એક રાઉન્ડ અહીંયા પણ લેશો, કબ્રસ્તાન ને હવે સાફ- સફાઈ કરાવી ને સ્વચ્છ જુના સચિવાલય અને બનાવો
મેયર, ડે.મેયર, સ્ટે. કમિટીના ચેરમેન શ્રી ૧ થી ૩૦ સેકટરમાં પણ સમસ્યાઓ હવે વકરી છે. વકરેલી સમસ્યાઓને નહીં કરતી તંત્ર નામની પેઢીઓને બકરી બનાવો, એકવાર રૂબરૂ પધારો, બાકી ભારતના વડાપ્રધાન અબજાે રૂપિયા સાફ-સફાઈના અભિયાન ને અનુરૂપ સ્માર્ટ સિટી થકી ગ્રાન્ટો કેન્દ્રની મોકલી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન અથવા કેન્દ્રીય ગૃહમંત્રી જુના સચિવાલય પધારવાના હોત તો આ ગંદકી હોત ખરી?