છેલ્લા ૨૧ દિવસમાં ભાવવધારાએ શહેરીજનોની કમર તોડી નાખી છે. યુક્રેન પર થયેલા હુમલાને ઘણા નિષ્ણાતો જવાબદાર ગણી રહ્યાં છે, પણ તેના પૂર્વે એક સપ્તાહથી ભાવ વધારો શરૂ થઇ ગયો છે. આ ભાવ વધારાને કારણે બિલ્ડર લોબી પર છેલ્લા ૨૧ દિવસમાં ૧૦૦ કરોડનું ભારણ વધી ગયું છે. સ્ટીલ, સિમેન્ટ, રેતી તથા ઇંટના ભાવો ડબલ થઇ ગયા છે. હાલ શહેરમાં ૨૦૦ જેટલા નાના મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત સરકારી પ્રોજેક્ટ ૨૦થી વધુ માત્ર ય્ત્ન-૧૮ ખાતેમાં ચાલી રહ્યાં હોવાનો અંદાજ છે.
આ અંગેની મળતી માહિતી મુજબ રિયલ એસ્ટેટમાં વપરાતી તમામ ચીજવસ્તુમાં જબરજસ્ત ભાવ વધારો થયો છે. યુક્રેનના હુમલા પછી ભાવોમાં આગ લાગી ગઇ હોવાનું બિલ્ડરો જણાવી રહ્યાં છે. ૨૦ દિવસ પૂર્વે સ્ટીલના ભાવ શ્ ૪૧ કિલો ચાલી રહ્યાં હતા, તે આજે ૮૧ સુધી પહોંચી ગયા છે. ૧૦૦ એમ.એમ.ના શ્ ૭૮ જ્યારે ૧૨થી ૧૬ એમએમના ૮૧ના ભાવો બોલાઇ રહ્યાં છે. માત્ર અમદાવાદમાં ૩૦ હજાર ટનની ખપત છે અને તેના કારણે માત્ર ભાવ વધારામાં શ્ ૧૨૦ કરોડ વધુ ચૂકવાઇ રહ્યાં છે. આ ભાવ વધારો ગ્રાહક પાસેથી લેવાય તેમ નથી. કારણ કે, બુકિંગમાં જે ભાવ અપાયો હતો તેનાથી વધુ ભાવ લેવાય નહીં માટે બિલ્ડર લોબી પર નફાનું માર્જીન ઘટે તેવી શક્યતા છે.આ ઉપરાંત સિમેન્ટમાં પણ જબરજસ્ત ભાવ વધારો નોંધાયો છે. ૨૦ દિવસ પૂર્વે ૨૩૦ રૂપિયાની થેલી(૨૫ કિલો) મળતી હતી તે આજે હોલસેલ ભાવે શ્ ૩૭૫ થઇ ગઇ છે. જ્યારે છૂટકમાં તેનો ભાવ ૪૦૦ સુધી પહોંચી ગયો છે. આ ભાવ વધારાથી શ્ ૨૦૦ કરોડનું ભારણ બિલ્ડર લોબી ઉપર પડી ગયું છે. એવું કહેવાય છે કે, સરકારી કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારો સરકાર તથા અન્ય. તંત્ર પાસેથી વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને કેટલું ભારણ વધ્યું છે તેની ગણતરી કરવા માંડ્યા છે. ભાવ વધારાની અસર રેતી ઉપર પણ પડી રહી છે, તેનો ભાવ પણ ડબલ થઇ ગયા છે. ઇંટનો જે રૂ. ૬ ભાવ હતો તે વધીને રૂ. ૯ થઇ ગયો છે. તેના કારણે બિલ્ડર લોબીનું આખું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. સાથો સાથ ટ્રાન્સ્પોટેશન ખર્ચ પણ વધી ગયો છે અને એટલું જ નહીં મજૂરી પણ વધી ગઇ છે. અગાઉ ૬૦ ટકા મટીરિયલ અને ૪૦ ટકા મજૂરી હતી તે વધી ૫૦ ટકા મટીરિયલ અને ૫૦ ટકા મજૂરી લેવાય છે.
મજૂરીના વેતનમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. શહેરમાં મોટા પ્રમાણમાં પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત વ્યક્તિગત મકાનો પણ બની રહ્યાં છે. બિલ્ડરોના કહેવા પ્રમાણે, આ ભાવ વધારાના કારણે શહેરીજનો પર કરોડનો બોજાે વધારાનો પડી રહ્યો છે. તેમજ સરકારી તથા મનપા ના વિવિધ પ્રોજેક્ટો પાછળ કરોડનો નવો બોજાે પડે તેવી શક્યતા છે. હાલ લો રાઇઝમાં ૪૫ ટકા સ્ટીલની જરૂરિયાત પડે છે અને હાઇ રાઇઝમાં ૧૦૦ ટન સ્ટીલની જરૂર હોય છે. બિલ્ડર લોબી માટે આગામી દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે, એટલે મજૂરો પોતાના વતન જતા હોવાથી ૧૫ દિવસ માટે મોટો ભાગની સાઇટ્સ ઉપર કામો બંધ રહેશે એટલે થોડી રાહત થાય એમ છે. પેટ્રોલ-ડિઝલના ભાવો હજુ પણ વધશે ત્યારે માલવાહક વાહનોના ફેરાના ભાવો પણ વધી જશે. હાલ બે હજારનો વધારો કરાયો છે અને ટ્રાન્સપોર્ટના સંચાલકો જણાવી રહ્યાં છે કે, બેથી પાંચ હજારનો ભાવ વધારો થાય તેવી શક્યતા છે.
જમીનોના ભાવો હાલ સ્થિર છે નવા કોઇ મોટા સોદા થયા હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ ભાવ વધારાથી બિલ્ડર લોબી યુક્રેનમાં યુદ્ધ બંધ થાય ત્યારપછી જ નવા પ્રોજેક્ટ હાથ ઉપર લેવાનું વિચારી રહ્યાં છે.