કોંન્ક્રીટના જંગલો ઉભું કરતા બિલ્ડરો સાવધાન, કંન્સ્ટ્રક્શન સાઇટ પર વૃક્ષો ફરજીયાત, નવા નિયમો વાંચા

Spread the love


GJ-18 ખાતે આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢી કોન્ક્રીટ જંગલો ઉભા થતા હવે તેની પર્યાવરણ ઉપર ભારે અસર ઉભી થતા આખરે સરકાર સફાળી જાગી છે અને વૃક્ષોને બચાવવા ર્નિણય લેવામાં આવ્યો છે.પર્યાવરણ મંત્રાલયે રહેણાકની તથા કોમર્શિયલ કન્સ્ટ્રક્શન સાઇટ્‌સ પર પ્લોટ એરિયાના ઓછામાં ઓછું ૧૦% ટ્રી કવર સુનિશ્ચિત કરવા દર ૮૦ ચોરસ મીટરે એક વૃક્ષ વાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.મંત્રાલયે ‘બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ, ૨૦૨૨’ અંગેના જાહેરનામાનો મુસદ્દો જારી કરી જાહેર જનતા પાસેથી ૬૦ દિવસમાં વાંધા-સૂચનો માગ્યાં છે.પ્રસ્તાવિત નવા નિયમો ૫ હજાર ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતા નવા બિલ્ડિંગ પ્રોજેક્ટ્‌સને તથા જૂના હયાત બાંધકામોના એક્સ્પાન્શન, રિનોવેશન કે રિપેરિંગને લાગુ પડશે. જાહેરનામાના મુસદ્દામાં જણાવાયું છે કે દર ૮૦ ચોરસ મીટરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનું રહેશે અને તેની માવજત કરવાની રહેશે, જેથી ૧૦% પ્લોટ એરિયામાં ટ્રી કવર સુનિશ્ચિત થઇ શકે. તેમાં હયાત વૃક્ષોને પણ ગણતરીમાં લેવાશે.તદુપરાંત, ઇમારતો, રસ્તા, પાકા વિસ્તારો અને આઉટડોર સેવાઓ માટે સૂચિત વિસ્તારોમાં ઉપરની માટીને મહત્તમ ૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી દૂર કરવી જાેઈએ અને યોગ્ય રીતે સંગ્રહિત થવી જાેઈએ તથા સ્થળ પર વૃક્ષોના વાવેતરમાં તેનો ઉપયોગ કરવો જાેઈએ. પ્રોજેક્ટના નિર્માણના તબક્કા દરમિયાન સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની પૂર્વમંજૂરી વિના વેટલેન્ડ્‌સ અને વોટર બોડીઝ અને ગ્રાઉન્ડ વોટર પર કોઈ બાંધકામને મંજૂરી અપાશે નહીં.આમ હવે ગ્રીનેરીને મહત્વ આપવા અને વૃક્ષ બચાવવા માટે આ પ્રકારનો ર્નિણય લેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com