આજકાલના જમાનામાં અનેક લોકો મદદના બહાને કાકલુદી કરીને કેટલાક દયાવાન વ્યકિતઓ સમક્ષ મદદ માટે આજીજી કરે છે અને તેમનો મકસદ પૂર્ણ થયા બાદ પાછળથી તેમનું પોત પ્રકાશે ત્યારે આવા પરિવારને પોલીસ સ્ટેશનમાં જવાનો વારો આવે છે.પણ ઘણી વાર બે થી ત્રણ હાજર જેવી મામૂલી રકમને લીધે આ લફરા ક્યાં લેવા? ત્યારે રોજબરોજ આની શહેરો માં જઈને બકરો ગોતી લેવા જેવો ઘાટ સર્જાયો છે.
ત્યારે એક આવો જ એક કિસ્સો GJ-18 માં બનવા પામ્યો હતો. જયાં રિલાયન્સ ચોકડી પાસે ઉભેલા આ પરિવારને ભાજપનાં કાર્યકર પૂર્વ ડે.મેયરને જાણ કરતાં અન્ય મિત્રોએ આવીને પરિવારને હોટલમાં જમાડયુ હતુ. અને GJ-18 બસ સ્ટેન્ડમાં જઈને સુરત સુધીની રૂ.૮૦૦ની ટીકીટ કઢાવી આપી હતી. એટલુ જ નહીં પણ આ પરિવારને મહારાષ્ટ્ર જવા માટે રૂ.૩૫૦૦ રોકડ પણ આપી હતી. છતાં મેલી મુરાદ ધરાવતા આ પરિવારે મહારાસ્ટ્ર જવાને બદલે આગાઉના સ્ટેન્ડ પર ઉતરી જતાં બસના કન્ડકટરે મદદ કરનાર લોકોને જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર પકડાયું હતુ.અને દરરોજ શહેર બદલતા હોવાની પુષ્ટિ પણ થઈ છે .આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સવારના સુમારે રીલાયન્સ ચોકડી પાસે મહારાષ્ટ્રનો એક પરિવાર દયામણા ચહેરે ઉભો હતો જેમાં યુવક તેની પત્નિ અને બાળકી સાથે હતા. જેથી આ અંગે એક કાર્યકરે પૂર્વ ડે. મેયર ને જાણ કરાયા બાદ તેઓ ત્યાં આવ્યા હતા જયાં પરિવારની પુછપરછ કરતાં જાણવા મળ્યુ હતુ કે તેઓ અંબાજીથી નિકળ્યા છે અને પૈસા ખુટી પડયા છે જેથી GJ-18 માં ફરે છે તેમને મહારાષ્ટ્ર જવુ છે અને મદદની જરૂર છે તેમ કહેતા ભાજપનાં કાર્યકર આ પરિવાર ને મદદ માટે પૂર્વ ડે.મેયર નાઝાભાઇ ધાંધર તથા અન્ય મિત્રો ની મદદ લીધેલ.દરમ્યાન જરૂરી દસ્તાવેજાે તપાસ્યા હતા જે સાચા હોવાનું જણાયા બાદ તરતજ ભાજપનાં કાર્યકર તથા પૂર્વ ડે.મેયરે આ પરિવારને હોટલમાં ભોજન કરાવ્યું હતું. અને મહારાષ્ટ્ર જતી બસમાં રૂ.૮૦૦ ની ટીકીટ કઢાવીને તેમને રવાના કરાયા હતા. અને મહારાષ્ટ્ર જવા માટે રૂ.૩૫૦૦ રોકડા પણ પૂર્વ ડે.મેયરે નાઝાભાઇ આપ્યા હતા. જાે કે મદદ કર્તાઓએ કન્ડકટરને સઘળી હકિકતથી વાકેફ કરી દીધા હતા. દરમ્યાન આ પરિવાર અમદાવાદ થી આગળ બસ દ્વારા હોટલ ઉપર હોલ્ટ જમવા ઉભી રહેતાં આ પરીવાર નૌ દૌ ગ્યારહ થઇ ગયું હતું. બસ ઉપડવાનાં સમયે જ્યા હોલ્ટ લીધો હતો તે પેસેન્જરને ગોતતા ન મળતાં આખરે કન્ડકટરને શંકા જતાં તેમને તરતજ ભાજપનાં કાર્યકરને જાણ કરી હતી. અને કાર્યકરે પૂર્વ ડે.મેયરને આ બાબતે તેમના મિત્રવર્તુળ ને વાકેફ કર્યા હતા, ત્યારે પૂર્વ ડે.મેયર, ભાજપનાં કાર્યકરે પણ પોપટ બનાવી ગયું, જેવો ઘાટ સર્જાયો હતો બાદ. જેથી લોકોએ પણ મદદ કરતા અગાઉ ખુબ વિચાર કરીને ર્નિણય લેવો જાેઈએ.