મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ‘નમો વડ વન’ સ્થાપનાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણપ્રિય હેતુસર મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી

“નમો વડ વન’ અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ –આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું ‘નમો વડ વન’ નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરશે. તેમજ ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમને પણ વેગ આપશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો વડ વન’ના વાવેતર કાર્યક્રમમાં 33 જિલ્લાના 75 સ્થળોએ સહભાગી થયેલા નાગરિકો અને વન પ્રેમીઓને ‘બાયસેગ’ના માધ્યમથી પ્રેરક સંદેશ આપ્યો અને સંવાદ કર્યો હતો.

તેમણે કહ્યું કે, વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ગુજરાતમાં વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વનો ઊભા કર્યા છે. વન મહોત્સવો દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધારવાનો માર્ગ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આપણને સ્વચ્છ પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધુ છે. વધુને વધુ વૃક્ષો વાવીને કુદરતી પ્રાણવાયુ મેળવવા તેમજ વડના વૃક્ષ જેવા અક્ષયવૃક્ષથી સ્વચ્છ કુદરતી ઓક્સિજન પ્રાપ્ત કરવા આ વન મહોત્સવો અને હરિયાળી ક્રાંતિ ઉપયુકત બન્યા છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડના વૃક્ષનો આપણા પુરાણોમાં પણ મહત્વપૂર્ણ ઉલ્લેખ છે. એટલું જ નહિ, વટવૃક્ષની ઉપયોગિતા અને માનવજીવનમાં તેના ઉપકારોને પરિણામે વડને રાષ્ટ્રિય વૃક્ષ ગણવામાં આવ્યું છે.

રાજ્યમાં આવા વડના વૃક્ષોના જે વન, ‘નમો વડ વન’ અન્વયે ઉભા થશે તે આવનારી પેઢીઓ માટે પર્યાવરણ સુરક્ષ અને સ્વચ્છ વાયુની દેન આપનારા બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વન સંપદાના સંવર્ધન, જતન અને સંરક્ષણ માટે લોકભાગીદારીથી અપનાવાયેલા આયામોની સફળતાની ભૂમિકા આપી હતી.

તેમણે કહ્યું કે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૬૯૦૦ હેકટરનો વધારો થયો છે.

રાજ્યમાં ૨૦૦૩માં વન વિસ્તાર બહાર અંદાજે ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા, તે વધીને હવે ૨૦૨૧ની વૃક્ષ ગણતરી મુજબ ૩૯.૭૫ કરોડ વૃક્ષો થયા છે.

પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જેના પર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓના જતનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે તેથી જ વૃક્ષો-વન્યજીવોની આદિ-અનાદિ કાળથી પૂજા અર્ચના થતી આવી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વન વિસ્તારમાં વસતા વનબાંધવોના જીવનનો આર્થિક આધાર વન્ય પેદાશો છે. આપણે એ વનબાંધવોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણ વનપેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને આપ્યા છે.

એટલું જ નહીં વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા 30 થી 35 લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે.

રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં બામ્બુ મિશન યોજના હેઠળ, ૫૮૯૧ હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ કરી છે.

સેંકડો વર્ષો સુધી જીવંત રહેતા વડના વૃક્ષની જેમ સરકારના વિકાસ કામો પણ દીર્ઘકાલીન અને સસ્ટેનેબલ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં જે વિકાસ કામોના બીજ રોપ્યા હતા તે હવે વિકાસના વટવૃક્ષ બની કરોડો નાગરિકોને સુશાસનની આગવી સુખ સુવિધાઓ આપી રહ્યા છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વૃક્ષો-વનો પર્યાવરણની સુરક્ષા કરે છે, સાથોસાથ સ્વચ્છ વાયુ, નિર્મળ જળ, સ્વસ્થ જીવન માટે ઉપકારક છે.

આપણે હવે વધુ સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રકૃતિના જતન, સંવર્ધન સાથે પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતર મુક્ત ખેતી તરફ વળવું પડશે એવો આગ્રહ ભર્યો અનુરોધ તેમણે કર્યો હતો.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના જતન માટે ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં અલગ ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને નવો રાહ ચિંધ્યો છે. UN દ્વારા પર્યાવરણના જતન માટે વર્ષ ૨૦૨૨માં વન દિવસની ‘ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડ્કશન એન્ડ કન્ઝમ્પશન’ થીમ નક્કી કરવામાં આવી છે.
ગુજરાતમાં વનોનો ઉછેર-જતન માટે સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથો, વન મંડળીઓ દ્વારા સામાજિક વનીકરણના અનેક પ્રકલ્પો ચલાવવામાં આવે છે. ગુજરાતમાં ૭૨માં વન મહોત્સવમાં નવા ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હોવાનું મંત્રીશ્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજયમંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે કહ્યું કે, ગુજરાતમાં નવીન વનોના ઉછેર માટે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌપ્રથમ વર્ષ-૨૦૦૪માં ગાંધીનગર ખાતે પ્રથમ સાંસ્કૃતિક પુનિત વનની સ્થાપના કરવામાં આવી હતી. આજે ગુજરાતના વિવિધ જિલ્લામાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનો તૈયાર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વન વિભાગના અદ્યતન સેન્ટ્રલાઇઝડ કંટ્રોલ રૂમ, ફોરેસ્ટ હેલ્પલાઇન ૧૯ર૬નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે નમો વડ વન પુસ્તિકાનું પણ વિમોચન કર્યુ હતું.

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન જ્યારે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. દિનેશકુમાર શર્માએ આભારવિધિ કરી હતી.

‘નમો વડ વન’ના વડવૃક્ષ વાવેતર પ્રારંભ પ્રસંગે વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, વન રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી દિનેશ શર્મા તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી રામકુમાર અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com