રાહુલ બજાજ બાદ બીજા એક ઉદ્યોગપતિએ સરકાર પર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને નિશાન સાધ્યુ છે. રાહુલ બજાજની સાથે સાથે બાયોકોનના એણડી કિરણ મજૂમદાર શોએ પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ લિસ્ટમરાં હવે આરપીજી ગ્રૂપના માલિક હર્ષ ગોએન્કાનુ નામ જોડાયુ છે. તેમણે ટ્વિટ પર એક ગોરખનાથ પાંડેની એક કવિતા થકી સરકાર પર કટાક્ષ કર્યો હતો. ગોએન્કાએ મંગળવારે રાતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કવિતા મુકી હતી અને તેની સાથે આજના માહોલની સરખામણી કરી હતી. ગોએન્કાએ જોકે બાદમાં ટ્વિટ હટાવી લીધુ હતુ પરંતુ તે પહેલા તેના સ્ક્રીન શોટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.તેમણે લખ્યુ હતુ કે, ઉદ્યોગ જગતની હાલત જોઈને આ પંક્તિઓ યાદ આવે છે.
રાજા બોલા રાત હૈ
રાની બોલી રાત હૈ
મંત્રી બોલા રાત હૈ
સંતરી બોલા રાત હૈ
સબ બોલે રાત હૈ
યહ સુબહ સુબહ કી બાત હૈ