દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ ગાંધીઆશ્રમમાં હદયકુંજ નિહાળી રેંટિયો કાત્યો 

Spread the love

 

 

 

 

ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. બંને નેતાઓ આજથી બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ સમગ્ર હદયકુંજ નિહાળ્યું હતું. ત્યારબાદ તેમણે રેંટિયો કાત્યો હતો. તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી.ગાંધી આશ્રમની મુલાકાતને પગલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સવારથી જ ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આશ્રમમાં આવનારા દરેક વ્યક્તિને ચેક કરવામાં આવ્યા હતા તેઓની પુછપરછ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ, 2 DCP અને એસીપી સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા બેનરો ઉતારી લેવામાં આવતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. શુક્રવારે બપોરે પણ અસારવા વિસ્તારમાં આ રીતે બેનર ઉતારી લેવાતાં હોબાળો મચ્યો હતો. ત્યારે ગઇકાલે મોડી રાત્રે પણ કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો ઉતારીને ગાડીઓમાં ભરી લેવાતાં કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે.

 

કેજરીવાલ અને ભગવંત માન ગત રાતે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પર પહોંચ્યા હતા. અને ત્યાં રોકાયા હતા. આજે સાંજે ચાર વાગ્યે નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ શૉ યોજશે.

કેજરીવાલ અને ભગવત માનના ગુજરાતના બે દિવસના કાર્યક્રમની વિગત

 

-1 એપ્રિલ સાંજે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

-1 એપ્રિલ સાંજે 9.00 કલાકે તાજ સ્કાયલાઈન હોટેલ, સિંધુભવન ખાતે રાત્રી રોકાણ

-2 એપ્રિલ સવારે 10.00 કલાકે ગાંધીઆશ્રમની મુલાકાત માટે રવાના થશે

-2 એપ્રિલ સવારે 10.15 કલાકે ગાંધીઆશ્રમની મુલાકાત

-2 એપ્રિલ સવારે 10.45 કલાકે | ગાંધીઆશ્રમથી રવાના થઈ તાજ સ્કાયલાઈન હોટેલ પહોંચશે

-2 એપ્રિલ બપોરે 3.30 ક્લાકે તાજ સ્કાયલાઈન હોટેલથી નીકળી “તિરંગા યાત્રા”માં ભાગ લેવા માટે રવાના

-2 એપ્રિલ સાંજે 4.00 કલાકે નિકોલ, ખોડિયારમાતાજી મંદિરથી શરુ થનાર – તિરંગા યાત્રા” માં હાજરી

-2 એપ્રિલ સાંજે 6.00 કલાકે યાત્રા પુર્ણાહુતી બાદ તાજ સ્કાયલાઈન હોટલ જવા રવાના થશે

-2 એપ્રિલ સાંજે 7.00 કલાકે તાજ સ્કાયલાઈન હોટલ ખાતે રાત્રી રોકાણ

-3 એપ્રિલ | સવારે 10.30 કલાકે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન

-3 એપ્રિલ સાંજે 5.30 કલાકે તાજ સ્કાયલાઇન હોટલથી એરપોર્ટ જવા નીકળશે

-3 એપ્રિલ સાંજે 6.00 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com