રાજ્યમાં છેલ્લા વર્ષોમાં સાયબર ગુનાઓમાં વધારો થયો છે. જેમાં મહિલાઓ અથવા યુવતીઓનો પીછો કરવો, રાજ્યમાં છેલ્લા વર્ષોમાં સાયબર ગુનાઓમાં વધારો થયો છે. જેમાં મહિલાઓ અથવા યુવતીઓનો પીછો કરવો, ઓનલાઈન દુર્વ્યવહાર, બદનક્ષી, યૌન કૃત્યો, બેન્ક છેતરપિંડી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમિંગ, અયોગ્ય રીતે વીડિયો અથવા ફોટો મોર્ફ્ડનો સમાવેશ થાય છે.
ડોક્ટરિંગ, વૈવાહિક વેબસાઇટ્સ માંથી વ્યક્તિગત માહિતી ની ચોરી કરવી, તેમના ફોટા અથવા વીડિયો ચોરી છૂપીથી કેપ્ચર કરવા, અશ્લીલ ફોટા કાઢવા અને વિવિધ ચેટિંગ અને ડેટિંગ એપ્સ દ્વારા છેતરપિંડી કરવી, અન્ય સાયબર ગુના ના કિસ્સા અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. ત્યારે હવે પોલીસ મહિલા અને યુવતીઓને સોશિયલ મીડિયા દ્વારા વિવિધ ચિત્રો થી જાગૃત કરી રહી છે.
અમદાવાદ પોલીસ દ્વારા સાયબર સેફ ગર્લ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સમાજમાં મહિલાઓ પર થતી જાતીય તેમજ માનસિક સતામણી પર રોક લગાવવા અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ પોલીસે ‘સાયબર સેફ ગર્લ’ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે. મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત કેવી રીતે રાખી શકે તેમજ કોઇ પણ જાતની સતામણીથી કેવી રીતે બચી શકે તે માટે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈને ‘સેફ ગર્લ’ મૂવમેન્ટ નું અભિયાન શરૂ કરી દીધું છે. કોઇ પણ મહિલા મોબાઇલ રિચાર્જ કરાવવા માટે જાય ત્યારે તેનો નંબર દુકાનદાર સુધી પહોંચી જતો હોય છે અને ત્યારબાદ મહિલાને પોતાની જાળમાં ફસાવવા માટે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા દુકાનદારનો અસલી ખેલ શરૂ થતો હોય છે.
મેડમ રિચાર્જ થઇ ગયું છે, ખાલી કન્ફર્મ કરવા માટે ફોન કર્યો છે’ તેવાં બહાને દુકાનદાર મહિલાને ફોન કરે છે અને બાદમાં તેના વોટ્સએપ પર ચેટિંગ કરવાનું શરૂ કરી દે છે. જાે કોઇ મહિલા ફોસલાવી જાય તેવી હોય તો દુકાનદાર તેને પોતાની હવસનો શિકાર બનાવી દે છે. જાે કોઈ મહિલા સ્ટ્રોંગ હોય તો દુકાનદાર વિરુદ્ધ લાલ આંખ કરે છે.
મહિલા જાળમાં આસાનીથી ફસાઇ જાય તેવી હોય તો દુકાનદાર તેના મિત્રોને પણ મોબાઇલ નંબર આપી દેતા હોય છે. જ્યારે પણ મોબાઇલ ફોનનું રિચાર્જ કરાવવા માટે જાવ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે દુકાનદાર તમારા મોબાઇલ નંબરનો દુરુપયોગ તો નહીં કરે ને. પોલીસે ‘સાયબર સેફ ગર્લ’માં આ મુદ્દો ટાંક્યો છે ત્યારે આ સિવાય બીજા પણ અનેક મુદ્દાઓ ટાંકી મહિલા જાગૃત રહેવા માટેની અપીલ કરી છે.