AUDAના મકાનમાલિકો હવે પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે અને વેચી પણ શકશે

Spread the love

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના મકાનમાં રહેનારા મકાનમાલિકો હવે પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે. દસ્તાવેજ હોવાને કારણે મકાન માલિક સરળતાથી મકાન વેચી પણ શકશે. ઔડા દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં ઔડાના મકાન લીધાના પઝેશનથી સાત અને પાંચ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે, તેઓ દસ્તાવેજ કરી કરાવી શકશે. જેના માટે ઔડા ટ્રાન્સફર ફી પેટેEWS(ઈકોનોમિકલી વીકર સેક્શન)ની રૂ.૨૫૦૦,LIG(લો ઇનકમ ગ્રૂપ) રૂ.૧૦,૦૦૦,MIG(મિડલ ઇન્કમ ગ્રૂપ) ૨૦,૦૦૦ અને HIG(હાઇ ઇન્કમ ગ્રૂપ) ૩૦,૦૦૦ માટે વસૂલ કરશે. મકાન માલિકોએ આ માટે ઔડાનો સંપર્ક કરવાનો રહેશે.
ઔડાના અધિકારી આર.એન. દેસાઈના જણાવ્યા મુજબ ઔડા દ્વારા ઈઉજી,EWS,LIG,MIG,HIG અને ૐૈંય્ યોજના હેઠળ અલગ અલગ કેટેગરીમાં મકાન બનાવવામાં આવ્યા છે. જેમાં ભૂતકાળમાં અને હાલમાં ઔડા હેઠળ આવતાં ઘાટલોડિયા, ચાંદખેડા, અમીયાપુર, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, થલતેજ, બોપલ કોટેશ્વર, કઠવાડા, વાસણા સહિતના વિસ્તારોમાં કુલ ૪૩ જેટલી યોજનાઓ આવેલી છે. જેમાં કુલ ૨૩,૮૯૮ મિલકતો ધરાવતા લોકોને લાભ મળશેEWS,LIG સ્કીમ હેઠળના મકાનમાલિકો ૭ વર્ષ પછી અને MIG તેમજ HIGસ્કીમ હેઠળના મકાનમાલિકો ૫ વર્ષ બાદ તેઓના મકાનના દસ્તાવેજ કરાવી શકશે.ઔડા દ્વારા નવી જાહેર કરાયેલી નીતિમાં હવેથી દસ્તાવેજ કરી આપવામાં આવશે. તેમાં શરત છે કે જે પણ વ્યક્તિના ઔડાના મકાનના સ્કીમ હેઠળ તમામ પૈસા ભરાઈ ગયા હશે, તેમજ હપ્તા સ્કીમ હેઠળ પૈસા પુરા ચુકવાઇ ગયા હશે, તે જ પોતાના મકાનના દસ્તાવેજ કરાવી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જેઓનો દસ્તાવેજ થઈ ગયો હોય તેઓએ ઔડાનીNOC લેવાની જરૂર નથી. જે પણ વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવશે તેઓને દસ્તાવેજ કરી આપવામાં આવશે.ઔડાની આ નીતિની પહેલા મકાનો સાત વર્ષ કે પાંચ વર્ષના લોકિંગ પિરિયડ બાદ જાે વેચવા હોય તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે નીતિ ન હતી માત્ર પાવર ઓફ એટર્ની ઉપર વ્યક્તિ અન્ય વ્યક્તિને મકાન આપી શકતો હતો. પરંતુ હવે આ નવી નીતિથી લોકો સીધો પોતાના મકાનનો દસ્તાવેજ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com