વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદ-ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે .

Spread the love

ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. ૧૦ જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂા.૩,૦૫૪ કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો અંતર્ગત ૭ યોજનાઓના લોકાર્પણ, ૧૨ યોજનાઓના ખાતમુહૂર્ત અને ૧૪ યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવનાર છે.
વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં ખૂડવેલ ખાતે યોજાનાર ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવસારીના સાંસદશ્રી સી.આર. પાટીલ, પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ સહિત સાંસદ-ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આદિજાતિ વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે માનવબળના ઉપયોગથી પાતાળમાંથી પાણી સિંચતા આવ્યા છે પરંતુ તેમની પીવાના પાણીની કાયમી સમસ્યા દૂર કરવાના ભાગરૂપે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના ૧૭૪ ગામોના ૧,૦૨૮ ફળિયાઓના આશરે ૮.૧૩ લાખ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે માટે બલ્ક પાઇપ લાઇન, શુદ્ધિકરણ પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને આનુષાંગિક કામો વાળી પાણી પુરવઠા ઈજનેરી કૌશલ્યની અજાયબી એવી મધુબન ડેમ આધારિત રૂા.૫૮૬.૧૬ કરોડની અસ્ટોલ જૂથ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના તમામ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવા માટે ‘જલ જીવન મિશન’ની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આદિવાસી વિસ્તાર સહિત ગુજરાતના ૯૫ ટકાથી વધારે ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે રૂા.૧૬૩ કરોડની નલ સે જલ યોજનાઓનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. જેના થકી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના ગામોના ૧૬.૫૧ લાખ નાગરિકોને ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
આ ઉપરાંત તાપી જિલ્લાના ૨.૭૭ લાખ નાગરિકોને વીજળી પૂરી પાડવા રૂા.૮૫.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વીરપુર વ્યારા સબસ્ટેશનનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ સિવાય વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ગંદા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.૨૦.૩૦ કરોડનો ૧૪ એમએલડી ક્ષમતા ધરાવતો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી વાપી શહેરના અંદાજે ૧.૮૦ લાખ નાગરિકોને શુદ્ધ પાણીનો લાભ મળશે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના ૧૧.૨૯ લાખ આદિજાતી નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૫૪૯.૨૬ કરોડની ૮ પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાનશ્રી ખાતમુહૂર્ત કરશે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી બાંધવો માટે શ્રેણીબદ્ધ વિકાસ કામોની વણઝારના ભાગરૂપે નવસારી જિલ્લામાં રૂા.૩૩ કરોડના ખર્ચે તૈયાર થનાર ખેરગામથી પીપલખેડ સુધીના પહોળા રસ્તાની સુવિધાનો લાભ ૩.૭૫ લાખની આદિવાસી વસતી તેમજ રૂા.૨૭ કરોડના ખર્ચે તૈયાર થનાર નવસારીથી બારડોલી વાયા સુપા ખાતે ફોર લેન રસ્તાનો લાભ ૩.૯૮ લાખ વસતીને મળશે. તમામને ઘરઆંગણે ઝડપી-સસ્તી સારવાર મળી રહે તેવા હેતુથી નવસારી જિલ્લામાં રૂા.૫૪૨.૫૦ કરોડના ખર્ચે ટીચીંગ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજનું વડાપ્રધાન શ્રી મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે. જેનો લાભ નવસારી જિલ્લાનાં ૧૦ લાખ નાગરિકોને મળશે. આ ઉપરાંત તાપી, નવસારી અને સુરત જિલ્લાના આદિજાતિ બાંધવો માટે રૂા.૯૬૧.૪૦ કરોડની ૧૩ પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાનશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ભૂમિપૂજન થશે જેનો આ જિલ્લાના ૧૪.૪૮ લાખ લોકોને લાભ મળશે તેમ વાસ્મો, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com