ગુજરાતમાં કોરોનાની મહામારી વખતે અનેક લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા હતા.ત્યારે ય્ત્ન-૧૮ મહાનગરપાલિકા ૨૦૨૦ ની સાલ માં જે કોરોના ના બે ફાર્મ હતો, ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા થી લઈને આરોગ્ય કેન્દ્રો ઉપર સૌથી ભીડ વધારે હતી,ત્યારે મોટા ભાગના કર્મચારીઓ કોરોના મા સંક્રમિત થયા હતા. ત્યારે મહાનગર પાલિકા એ કાયમી કર્મચારીઓને જ ફક્ત ને ફક્ત એવોર્ડ આપીને નવાજ્યા છે, ત્યારે સૌથી વધારે કામ કરનારા એવા આઉટસોર્સિંગ કર્મચારી ને પાંચીયુ પણ મળવા પામ્યું નથી, મેયર,ચેરમેન ,ડેપ્યુટી મેયર શ્રી, ખરેખર કામ આઉટસોર્સિંગ કર્મચારી એ કર્યું છે, ત્યારે કાયમીને સન્માનીને જે ૨૨ લાખ ૩૫ હજાર નું આંધણ કર્યું છે, તેમાં આપ શ્રી એ હજુ એક કરોડ જેટલી રકમ રોજમદાર એવા આઉટસોર્સિંગ કર્મચારી માટે વાપરી હોય તો સુવર્ણ અક્ષરે લખાત, કામ કોણ કરે છે? મહાનગરપાલિકા કોનાથી ચાલે છે ? કોરોના વખતે દવાખાના એવા પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા આરોગ્ય ખાતા દ્વારા જે સેવાઓ બજાવી છે, તે તમામ આરોગ્ય કર્મચારી એવા કાયમી હોય કે રોજમદાર ( આઉટસોર્સિંગ) તેમને ધન્ય છે, લોકડાઉનમાં નોકરીએ કેવી રીતે આવતા હતા? તેમની કલ્પના કરો,૨૨લાખ જેટલી રકમ કોરોના વોરિયર્સ માટે જે ચેકોનું વિતરણ કરવામાં આવ્યું, તેમાં કોઈ વાઘ નથી મર્યો, હજુ એક કરોડો વાપરો ,કોઈ વિરોધ નથી પણ જેણે ખરેખર કામ કર્યું છે, તે કોઈને ફદીયુ પણ મળ્યું નથી, ત્યારે વર્ગ-૧ અધિકારી એવા ૩ને ૨૦ હજાર,વર્ગ-૨ના કુલ-૯ કર્મચારીની ૧૫ હજાર,વર્ગ-૩ ના કુલ ૧૩૨ કર્મચારીઓમાંથી ૧૦ હજાર ,વર્ગ-૪ કુલ ૧૪૪ કર્મચારીઓને પાંચ હજારના ચેક અર્પણ કર્યા હતા,
મેયર દ્વારા કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત તો કર્યા પણ એક કાયમી કર્મચારીઓને, જેણે કામ કર્યા છે, તેને પાચીયું કે ફદિયું પણ મળ્યું નથી, મનપાના કર્મચારીઓ પરિવારની ચિંતા વગર પોતાના જીવનને જાેખમમાં મૂકીને કરેલી કામગીરીનો ભલે આપે સન્માનિત કર્યા, પણ મનપામાં ફિક્સ પગારમાં નોકરી કરતા સૌથી વધારે મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ છે, પૂર્વ મેયર રીટાબેન પટેલ દ્વારા ય્ત્ન-૧૮ ખાતે મનપામાં અને કર્મચારીઓને પ્રોત્સાહિત ના ભાગરૂપે કોરોના વોરિયર્સ ના સર્ટિફિકેટ આપ્યા હતા, ત્યારે ૧૫મી ઓગસ્ટના રોજ અનેક કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું. તો એ કોરોના વોરિયર્સ હતાં તેમાંથી સૌથી વધારે આઉટસોર્સિંગ કર્મચારી જે ફિક્સ પગારમાં નોકરી કરે છે,તે હતા, તો તેમને સન્માન કરીને ભલે નાની રકમ આપવામાં આવી હોત તો ખુશી થાત, આજે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું તેમાં કાયમી અને ફિક્સ પગાર વેતન ના કર્મચારીઓના બે ફાટા પડી ગયા છે.શું ફિક્સ પગાર ધારકની કામગીરી કોરોના માં કઈ રીતે સારામાં સારી અને ગુડ વર્ક હતી, આરોગ્ય કર્મચારીઓ જે ફિક્સ પગારમાં હતા, તે પોતાના જાનના જાેખમે જે કામ કર્યું છે, તે સન્માનને પાત્ર છે, રીટાબેન પટેલ (પૂર્વ મેયર) દ્વારા જે નગરજનોમાં જે લોકોએ કોરોના માં કામ કરેલ તેમને સન્માનિત કરીને એવોર્ડ પણ આપેલ, ત્યારે મનપામાં સૌથી વધારે એવોર્ડ મેળવનારા જે કર્મચારીઓ હોય તો તે આઉટસોર્સિંગ કર્મચારી છે, ત્યારે મેયર રીટાબેન દ્વારા આપેલા એવોર્ડના કાગડિયા એવા સર્ટિફિકેટને શું ભૂંગળું વાળી ને બીડી પીવાની કે સિંગ ચણા ખાવાના કે ભોપુ વગાડવાનું, ત્યારે મેયર, ચેરમેન ,ડેપ્યુટી મેયર શ્રી આપ શ્રીએ હોંશે હોંશે એવોર્ડ આપીને સન્માન તો કર્યા, પણ રોજમદાર એવા ફિક્સ વેતન કર્મચારીને અન્યાય થયો છે, જે આ સંદર્ભે કાંઈક વિચારો,
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે કોરોનાની મહામારી માં કરોડો રૂપિયા મનપાને આપ્યા છે. અને ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ૫ કરોડ કોરોના માં ખાસ કિસ્સામાં આપ્યા હતા. ત્યારે સૌથી વધારે જીવલેણ રોગ માં આરોગ્ય શાખા તથા જેટલા પણ દવાખાના એવા આરોગ્ય કેન્દ્રો છે, તેમાં સેક્ટર -૨ ખાતે તો કોરોના ની ચકાસણી કરાવવા લાઈનો લાગતી હતી, તે કામ ભૂલી શકાય ? ફિક્સ પગાર ધારકો બે વખત કોરોનાની ઝપેટમાં આવી ગયેલા છે, ત્યારે ભલે ૨૨ લાખ કાયમી કર્મચારીઓને પ્રોત્સાનીત કરવા ચેકોનું વિતરણ કર્યું, પણ સાચા કોરોના વોરિયર્સ અને અસલી હીરો ફિક્સ પગારમાં કામ કરતા આ કર્મચારીઓ છે, ત્યારે ખાસ કિસ્સામાં આ સંદર્ભે વિચારો, કમિશનર શ્રી ધવલ પટેલ સાહેબ મનપાની જે કોરોના વખતે જે કામગીરી સારી થઈ તેનો શ્રેય આઉટસોર્સિંગના કર્મચારી છે, બાકી કાયમી કર્મચારીઓ નો થયેલો ભ્રષ્ટાચાર જાેવા હોય તો મને ફોન કરશો, અથવા ઈચ્છા મળવાની હોય તો સમય કાઢીને આદેશ કરજાે હું ત્વરિત હાજર થઈ જઈશ, પણ જે કામ ફિક્સ પગાર ધારક એવા આઉટસોર્સિંગના કર્મચારીએ કહ્યું છે, તે વંદનીય છે, બાકી હું તો લખીશ, કે કાયમી કરતા આઉટસોર્સિંગના કર્મીઓ હીરો નહીં ડબલ હીરો છે,