ભાવિક સોલંકી
જો રસ્તો રીપેર નહિ કરાય તો આગામી દિવસોમાં કુલપતિના ઘરને પણ ઘેરાવ કરીશું : NSUI સંયોજક ભાવિક સોલંકી
અમદાવાદ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી તૂટેલી હાલતમાં છે.આ તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓએ રજુઆત કરી છે. છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેને લઈને આજે NSUI દ્વારા 20 મિનિટ સુધી ગુજરાત યુનિવર્સિટીની બહારનો રસ્તો બંધ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.આ અંગે NSUI ના સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા વિવિધ ભાવનો બનાવવામાં આવે છે પરંતુ તૂટેલ રોડ રસ્તા અંગે રજુઆત કરી છતાં નવા બનાવવાં આવતા નથી.રોજ 3-4 લોકોનો અકસ્માત થાય છે.હજુ બનાવવામાં નહીં આવે અને ગંભીર અકસ્માત થશે તો જવાબદારી કુલપતિની રહેશે.જો રસ્તો રીપેર નહિ કરાય તો આગામી દિવસોમાં કુલપતિના ઘરને પણ ઘેરાવ કરીશું .
વિરોધ પ્રદર્શન વખતે રસ્તા પર NSUI ના કાર્યકરો સુઈ ગયા હતા અને વાહન ચાલકોને રોકી દીધા હતા.ગુજરાત યુનિવર્સિટીના બાબા સાહેબ આંબેડકર ગેટ પાસેનો રસ્તો છેલ્લા 2 વર્ષથી તૂટેલી હાલતમાં છે.આ તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓ તથા અન્ય રાહદારીઓને અકસ્માત પણ થાય છે.
નવો રસ્તો બનાવવા અનેક વખત રજુઆત કરવામાં આવી છે તેમ છતાં રસ્તો ન બનતા આજે NSUI દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર NSUIના કાર્યકરોએ વાહનો આડા કરી દીધા હતાં અને કાર્યકરોએ રોડ પર જ સુઇ જઈને વિરોધ કર્યો હતો.જોકે પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.