મહિલા સુરક્ષા સેતુ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય  બેઠક

Spread the love

 

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી  સહિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

ગાંધીનગર

મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા, ઉત્થાન અને સશક્તિકરણ માટે વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવે છે. આ દિશામાં ભવિષ્યમાં વધુ સારી રીતે પરિણામલક્ષી કાર્ય કરી શકાય તે હેતુથી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાત દેશભરમાં સુરક્ષાના વિષયમાં સૌથી અગ્રેસર છે.ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટિઝનની સલામતી બાબતે પોલીસ તંત્ર દ્વાર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં વધુ સચોટ રીતે મહિલાઓ અને સિનિયર સિટિઝનની સુરક્ષાની સાથે સંવેદનશીલતાથી તેમના સુરક્ષીત ભવિષ્ય અંગે કાર્ય થઈ શકે તે માટે ગૃહમંત્રીશ્રી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો.

કેટલાક આયોજનો અને પ્રકલ્પોના સજેશન પર ચર્ચા બાદ ભવિષ્યમાં તેમના સુનિયોજીત અમલીકરણ માટે સરકાર સકારાત્મક છે અને મહિલા તેમજ સિનિયર સિટિઝનની સલામતી હંમેશા અગ્રસ્થાને રહેશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ અંગે જરૂર જણાય તો નિતિ વિષયક નિર્ણયો પણ લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com