GJ-18 OLD તરીકે પ્રચલિત એવા GJ-18 ના બે ભાગ પડી ગયા છે.GJ-18 OLD એટલે ૧ થી ૩૦ સેક્ટર તથા ઘ-૦ થી ચ-૦ સુધી ત્યારે ઘ-૦ અને ચ-૦ બાદ કોબા સુધી ન્યુ GJ-18 કહેવાય છે, ત્યારે એક થી ૩૦ સેકટરમાં સૌથી વધુ પેચીદો પ્રશ્ન વરસાદી હોય તો તે સેક્ટર ૨૬- અને ૨૯ છે, ત્યારે પ્રજા ભારેખમ ટેક્ષ ભરવા છતાં પ્રજાને જે સવાલતો જાેઈએ તેમ મનપા પૂરી પાડી શકતી નથી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ચાર હાથે વિકાસ માટે ગ્રાન્ટ આપી રહી છે, પણ સ્માર્ટ સિટી બન્યું છે હવે બેડ સીટી, સ્માર્ટ સિટીનું ધુપ્પલ હવે ગંદકીનું ચુપ્પલ જેવું છે, ત્યારે સેક્ટર ૨૯ ખાતે પાણી ગટર ની નવી લાઈનો જે નાખવામાં આવી તેનું લેવલ ઉંચુ નીચુ રાખતા પાણી ભરાવવા, અનિલ પાણી નિકાલ થતું નથી, જેથી વસાહતીઓને ગટરોના લેવલ નું સેટિંગ હવે આવનારા દિવસોમાં પોતાના સર્વ ખર્ચે કરવું પડે તેવી સ્થિતિ સર્જાશે, ગંદકીથી ખદબદતું અને દરેક જગ્યાએ પાણી ભરાયેલું હોવાથી આવનારા દિવસોમાં સેક્ટર -૨૯ ખાતે ઘરે-ઘરે બિમારીના ખાટલા હોયતો નવાઈ નહીં,સે-૨૯ ખાતે જ્યાં રોડ,રસ્તા આપ્યા છે, ત્યાં વાહન કઈ રીતે ચલાવવું, સેક્ટરના ૮૦ લાખના મકાનમાં રહેતા નાગરિકોની સ્થિતિ ઝુંપડાના શ્રમજીવી કરતાં પણ ખરાબ, ટેક્સ ભરવા છતાં સમસ્યાઓ વકરી જેવો ઘાટ સર્જાયો હોવાનું નાગરિકો જણાવેલ છે .