CCTV કેમેરાનું રાજ્યવ્યાપી નેટવર્ક એક લિંકથી જોડાશે : ચાર ટેક્નોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

Spread the love

સમગ્ર દેશના ૯૬ ટકા જેટલા પોલીસ સ્ટેશન ઓનલાઇન થયા

ગાંધીનગર

ગુજરાત પોલીસને અત્યાધુનિક બનાવવા તથા રાજ્યના નાગરિકોની સુરક્ષા-સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યુ હતું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. આ પ્રકારની ટેક્નોલોજી આધારીત નવી પહેલ થકી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ટીમ ગુજરાત આ પરંપરા જાળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે અને તેના માટે પોલીસ વિભાગનું આધુનિકીકરણ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટે રાજ્યના નાગરિકોની સુરક્ષામાં વધારો કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. રેલ્વે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિતના તમામ સ્થળો પર લાગેલા કેમેરાઓ ખાનગી હોય તો પણ તેઓની સાથે સંપર્ક કરી ટેકનોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે જોડવા જોઈએ. સમગ્ર કેમેરાઓનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં રાજ્યના સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. રાજ્યના કોઈપણ સ્થળે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યાં તરત જ આપણું પોલીસ તંત્ર પહોંચી શકે તેવો કનેક્ટિવિટીનો વ્યાપ વધારવા તેમણે સુચન કર્યુ હતુ.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ઈ-કોપની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની સેવાઓ આપવામા ગુજરાત પ્રથમ રાજ્ય હતું. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીઓની તાલીમમાં ખાસ કોમ્પ્યુટરની તાલીમ પણ ઉમેરવામાં આવી હતી. આજે ત્રિનેત્રની પરિકલ્પના સાકાર થઈ રહી છે તેની શરૂઆત પણ આપણે ઈ – કોપથી જ શરૂ કરી હતી. ઈ-એફ.આઇ.આરની સુવિધા પણ ઈ-કોપના સોફ્ટવેરમાં હતી. ઈ-કોપથી ત્રિનેત્ર સુધીની ગુજરાત પોલીસની અદ્યતન થવાની યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યુ કે, આજે સમગ્ર દેશના ૯૬ ટકા જેટલા પોલીસ સ્ટેશન ઓનલાઇન થયા છે. ઇન્ડિયન સાયબર કોઓર્ડીનેશન સેન્ટરની પણ રચના કરવામાં આવી છે. આ તમામ અદ્યતન ટેકનોલોજી ભારત સરકારે ખરીદી છે. કોઈ રાજ્ય સરકારે આ ટેકનોલોજી અલગથી ખરીદવાની જરૂર નથી માત્ર ભારત સરકાર પાસેથી એક્સટેન્શન લેવાની જરૂર છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ૮૦ના દાયકાથી લઈ ૨૦૨૨ સુધી બહુ મોટા સકારાત્મક ફેરફારો થયા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં આટલું મોટું પરિવર્તન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને ગુનેગારો સાથેના સખ્ત વલણને પરિણામે જ શક્ય બન્યુ છે. આજે રાજ્યમાં કરફ્યુ અને કોમી તોફાનો શબ્દ ભૂતકાળ બન્યા છે. રાજ્યની દરિયાઇ સીમાઓ ઘુષણખોરીથી ત્રસ્ત હતી આજે આ તમામ દરિયાઇ સીમાઓ સુરક્ષિત થઇ છે અને ઘુસણખોરી સંપૂર્ણ બંધ થઇ છે. એટલુ જ નહિ, ઘુસણખોરી, દાણચોરી સહિતના દૂષણો આજે ભૂતકાળ બની ગયા છે. આજે રાજ્યની પોલીસે આધુનિક, ટેકનોસેવી અને સંવેદનશીલ બની રાજ્યના વિકાસની ગતિમાં વધારો કર્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ની રાષ્ટ્રપતિની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી સાબિત થઈ છે. નાત-જાતથી પર વિચારધારા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે. દેશનો સામાન્ય નાગરિક પણ દેશનું સર્વોચ્ચ પદ ધારણ કરી શકે છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એક સામાન્ય સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. જેમની સુશ્રી દ્રૌપદી મુર્મૂથી મહામહિમ દ્રૌપદી મુર્મૂ સુધીની સફરે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શાહે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તમામ રાષ્ટ્રવાસીઓને તા.૧૩, ૧૪ અને ૧૫ ઑગષ્ટ દરમિયાન પોતાના ઘર ઉપર તિરંગો લહેરવવા અનુરોધ કર્યો છે. તેમણે ગુજરાતની જનતાને વડાપ્રધાનશ્રીની હાકલને ઝીલી લઈ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતનું કોઈ ઘર કે કોમ્પ્લેક્ષ તિરંગા વિના બાકી ન રહે તે માટે અપીલ કરી હતી. તિરંગો ઇ-કોમર્સ વેબાસાઈટ્સ અને પોસ્ટ ઑફિસમાંથી પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની બે દાયકાની ઉજળી વિકાસયાત્રા પાછળ રાજ્યમાં પોલીસની સુસજ્જતા અને કાયદા-વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ જવાબદાર રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના ગુજરાતના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુને વધુ સુદૃઢ બને તે આશયથી ટેકનોલૉજીના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા હતાં તેના પરિણામે આજે ગુજરાત દેશભરમાં સૌથી શ્રેષ્ઠ શાંત અને સલામત રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યની આ અવિરત વિકાસયાત્રામાં પોલીસકર્મીઓની સેવાઓનું અપ્રતિમ યોગદાન રહ્યું છે. આજથી ૨૦ વર્ષ પહેલાં ગુજરાતના શહેરી વિસ્તારો ગુંડા-માફિયાના નામે ઓળખાતા હતાં અને શહેરોમાં તોફાન જેવી ઘટનાઓ છાશવારે બનતી હતી. કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિએ ગુજરાતનો વિકાસ રૂંધી નાખ્યો હતો. પરંતુ જ્યારથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમણે પોલીસ દળનું મનોબળ વધારવાના સતત પ્રયત્નો હાથ ધર્યા હતાં. જેના પરિણામે આજની યુવા પેઢીએ ગુજરાતમાં દંગા, તોફાન, કરફ્યુ જોયા જ નથી.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતની પોલીસ શાર્પ, સ્માર્ટ અને સતર્ક બને તે આશયથી ટેકનોલૉજીનો મહત્તમ ઉપયોગ કરી પોલીસ દળને વધુ સુસજ્જ બનાવવા માટે દૃષ્ટિવંત આયોજન કર્યું, જેના પરિણામે આજે ગુજરાત સ્માર્ટ પોલિસિંગ, પિપલ-ફ્રેન્ડલી પોલિસિંગથી વિકસિત રાજ્ય બન્યું છે. હવે તો ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. આ ડબલ એન્જિનની સરકારનો વધુ લાભ આજે ગુજરાતની જનતાને ૪ નવાં રક્ષા-સુરક્ષા સુદ્રઢ કરતા પ્રકલ્પોના લોકાર્પણરૂપે મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાત પોલીસ માટેના બોડી વોર્ન કેમેરાનું રાજ્યવ્યાપી રોલ-આઉટ કરાવ્યું છે. જેના પરિણામે પોલીસ-પ્રજા વચ્ચેના વ્યવહારને વધુ ફળદાયી બનશે અને અગત્યની ઘટનાઓના વિડિયો રેકોર્ડિંગ રાખવા માટે આ બોડી વોર્ન કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડશે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસના સર્વોચ્ચ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં ત્રિ-નેત્રના શુભારંભ થયો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલું આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખરા અર્થમાં સરકારનું ત્રીજું નેત્ર બની નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા મહત્વનો રોલ અદા કરશે. વિશ્વાસ પ્રોજેક્ટ સ્માર્ટ પોલિસિંગ માટે પોલીસ દળનું મહત્વનું પરિબળ પુરવાર થઈ રહ્યું છે. જે અંતર્ગત ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાના રાજ્યવ્યાપી નેટવર્કથી રાજ્યના તમામ જિલ્લા મુખ્યમથકો ઉપરાંત સોમનાથ, દ્વારકા, અંબાજી, કેવડિયા જેવાં અગત્યનાં સ્થળોને પણ આવરી લેવામાં આવ્યાં છે. વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં ૩૪૦૦થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલવામાં સફળતા મળી છે. આગામી સમયમાં રાજ્યભરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાહનચોરી, મોબાઈલની ચોરી કે એવી બીજી ગુનાઈત ઘટના, કે જેમાં કોઈ મારઝૂડ ન થઈ હોય, કોઈને ઈજા ન પહોંચી હોય, તેવા કેસમાં હવે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે ટેકનોલૉજીના માધ્યમ થકી રાજ્ય સરકારે ઓનલાઈન e-FIR નોંધાવવાની સુવિધા આજથી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. રાજ્યમાં માનવ તસ્કરીને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એન્ટી હ્યુમન-ટ્રાફિકિંગ યુનિટના ૮૦ જેટલાં વાહનોનો શુભારંભ આજથી થયો છે, તે આવી ગુનાખોરીને ડામવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી માનવતાની મોટી સેવા કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના તત્કાલીન ગૃહ મંત્રી અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા નિર્ણયોથી માત્ર ગુજરાતને જ નહિ, સમગ્ર દેશના નાગરિકોને ઇ-ગવર્નન્સ મારફતે મહત્વની સેવાઓનો લાભ ઘરે બેઠા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે ગુજરાતના નાગરિકોને મોબાઈલ અને વાહન ચોરી જેવા ગુનાઓમાં ઘરે બેઠા e-FIR થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે . હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે અનેક નાગરિક કેન્દ્રિત નિર્ણયો લીધા છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત કરાયેલા ગુજરાત પોલીસના ટેકનોલોજી આધારિત ચાર નવા આયામનો પણ સમાવેશ થાય છે, જે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા ઉપરાંત તેમની સેવાઓમાં પણ વધારો કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસને આઘુનિક બનાવવા ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે, આ માટે વિશ્વાસ પ્રોજેક્ટ થકી ૧,૫૦૦ જેટલા ચોરીના કેસો, ૯૫૦ અકસ્માતના કેસો તથા ૭૦૦થી વધુ અન્ય કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ચોરાયેલા વાહનો તથા આરોપીઓને પકડવા માટે ત્રિનેત્રને પરિણામે સરળતા રહેશે. મોબાઈલ ચોરી તથા વાહન ચોરી અંગેની ફરિયાદ હવે e-FIRના માધ્યમથી એક ક્લિકથી ઓનલાઈન કરી શકાશે. એટલુ જ નહિ, આ e-FIR કર્યા બાદ પોલીસ કોઇ કારણસર એક્શન ન લઇ શકી તો આપોઆપ ૧૨૦ કલાકમાં એફ.આઇ.આર રજીસ્ટર થઇ જશે. આ પ્રકારની વ્યવસ્થા થકી માત્ર રાજ્યના નાગરિકોનો જ નહિ, પરંતુ પોલીસ વિભાગનો પણ સમય બચશે.

ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ લાવવા માટે ડ્રગ્સ પેડલરોની બાતમી આપનારને રિવોર્ડ આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતે ૧૬૦ જેટલા કેસો કરીને ૧૫૩થી વધુ ડ્રગ્સ પેડલરોને પકડીને ૬૨૫ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તે ઉપરાંત મહિલાઓ અને બાળ અત્યાચારના કેસોમાં રાજ્ય સરકારે ૫૦થી વધુ કેસોનો ઝડપી નિકાલ કર્યો છે, જે નાગરિકોની સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજયના પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ગૃહ વિભાગ દ્વારા નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે અને ટેકનોલોજી આધારિત ચાર નવી સેવા – સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગરથી ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત CCTV કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ – જીપ અને ૪૦ બાઈક મળી કુલ -૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું શ્રી અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યું હતું.

શું છે e-FIR પ્રણાલી?*

વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે e-FIRની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં e – FIR કરવાની રહેશે. e – FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે.

આ ઓનલઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email / SMS થી કરવામાં આવશે. સાથે – સાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email / SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેના વાહન / મોબાઇલ ચોરી અંગેના વીમાનો ક્લેઈમ સરળતાથી મળી શકે. e – FIR ઓનલાઈન સેવા હોવાથી લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહી રહે. નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.

હાલમાં પણ ઘરઘાટીની નોંધણી, ભાડુઆતની નોંધણી, ગુમ વ્યક્તિની જાણ, અલગ પ્રકારના લાઇસન્સ જેવી અનેક પ્રકારની પોલીસ સેવાઓની ઓનલાઇન કામગીરી માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જેમાં વધુ એક સેવા એવી e- FIR નો ઉમેરો થયો છે. e – FIR સેવાનું રાજ્ય કક્ષાના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકલન કરવામાં આવેલ છે. જેથી e – FIR નોંધાય એટલે તેની જાણ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને થાય છે. જેથી બાદમાં જ્યારે પણ ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફલેશ થશે અને તેના થકી ચોરીનું વાહન અને આરોપીની ઓળખ થઇ શકવાથી ગુનો જલ્દી ઉકેલી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com