રાજ્યમાંચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગર જિલ્લાનાં ખોરજ ગામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. ખોરજ ગામની રાજયોગ સોસાયટી સામે નેશનલ હાઈ વે પર મસમોટું ગાબડું પડયું. જેના લીધે રોડ બેસી જતા તંત્રએ બેરિકેડ મૂકી દીધા હતા.
ગાબડાં અંગેની જાણ થતા લોકોએ તંત્રને આ અંગેનું ધ્યાન દોર્યું ગત રાત્રીએ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.
જેના લીધે એસજી હાઈવે પર નવનિર્મિત બ્રિજ નીચે 10 ફૂટથી વધુનું મસમોટું ગાબડું પડી ગયું હતું. જેના લીધે બ્રિજની અંદર મોટું પોલાણ થઈ ગયું હતું. વહેલી સવારે ગાબડાં અંગેની જાણ થતા લોકોએ તંત્રને આ અંગેનું ધ્યાન દોર્યું હતું.