પાટણમાં રબારી સમાજની પહેલ, જુના રિવાજાે ક્રેસ, વાંચો નવા રિવાજાે ફ્રેશ,

Spread the love


દેશમાં રૂઢિચ ચુસ્ત જ્ઞાતિમાં રબારી, ભરવાડ, આહીર, દેસાઈથી લઈને અનેક જ્ઞાતિઓ છે, આ સમાજમાં કોર્ટ કરતાં બહારથી દસ માણસો બુદ્ધિજીવી સમાજના આગેવાનો દ્વારા દરેક પ્રશ્નનું ગમે તેવું પોલ્યુશન હોય પણ તેનું સોલ્યુશન લાવી દે, યોગ્ય સોગઠા, અને યોગ્ય બુદ્ધિપૂર્વક ચાલતા આ સમાજમાં અગાઉના જે રિતવાજાે અને હમણાં લોકોના ખિસ્સા ખાલી થઈ જાય તેવા મોંઘા દાઢ રિવાજાેથી સમાજ ચિંતિત થતા સમાજે નવી રાહ ચીંધી છે. ત્યારે ૨૧મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી રહ્યો છે ત્યારે રૂઢિચુસ્ત રબારી સમાજ એ પણ સામાજીક કુરીવાજાેને બાજુ પર મુકીને દિકરા દિકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રત્યનો શરૂ કર્યા છે. પાટણ ગોપાલક સંકુલ ખાતે મળેલી રબારી સમાજ સામાજિક રીત રિવાજ સુધારણા પરિષદની બેઠકમાં સમાજના કુરિવાજાેને સર્વાનુમતે તિલાંજલિ આપવામાં આવી છે. સગાઈ, લગ્ન પ્રસંગ, શ્રીમંત પ્રસંગ, પુનઃ લગ્ન, માતાજીની રમેલમા મસમોટા ખર્ચ કરવામાં આવે છે જેના પર સંપૂર્ણ કાબૂ રાખવા સૌ કોઈએ હાકલ કરી છે. જુઓ પાટણ રબારી સમાજના બંધારણમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા.
સગાઇનો પ્રસંગ સગાઇમાં મોબાઇલની લેવડ દેવડ બંધ
સગાઇ વિધિમાં ૫ લોકોએ જવું
સગાઇનો રુપિયો અને ગોળ ખાવાની વિધિ ઘરે જ રાખવી હોટલમાં નહીં
સગાઇમાં સાદો રુપિયો આપવો.
બે જાેડ કપડાં સિવાય કોઇ પણ લેવડ નહીં
ઘરધણીએ વેવાઇને રૂપિયા ૨૧૦૦ પહેરામણી કરવી.
સાથે હોય તેને રુપિયા ૫૦૦ પહેરામણી આપવી.
અન્ય કુટુંબીજનો કોઈ રિવાજ કરવા નહીં
લગ્ન પ્રસંગ
લગ્ન પહેલાં બોલાવવામાં આવતી ચાંલ્લા પ્રથા સદ્દાતર બંધ
કંકોત્રી આપતી વખતે પહેરામણી આપવી કે લેવી નહીં.
કંકોત્રી સાથે કવર, કપડાં લાવવા નહીં.
રીંગ સેરેમની કે પ્રિવેડિંગ ફોટો સુટ જેવા તાજેતરમાં આવી ચડેલા કુરિવાજાે બંધ કરવા
દરેક પ્રસંગમાં પેકિંગ સિસ્ટમ બંધ કરવા
પુનઃલગ્ન (આણું)માં ૧૦ તોલાની મર્યાદામાં દાગીનો ચડાવો
સમય અને ખોટા ખર્ચ બચાવવા માટે ઙ્ઘદ્ઘ રાસ ગરબા કે કલાકાર લાવવા નહીં.
લગ્નના આગળના દિવસે જમણવાર રાખવો પાછળથી રિસેપ્શન બંધ
પડો ખરીદવા કુટુંબના પાંચ જણાએ જવું.
આણામાં ભાઇઓએ મર્યાદીત સંખ્યામાં જવું અને સંયુક્ત પહેરામણી ૫૧૦૦ જ લેવી.
લગ્ન પ્રસંગે મહેંદી રસમ જેવા નવા રિવાજાે બંધ
સીમંત અને ઝિયાણું
સીમંત ઘરમેળે જ સાદાઇથી કરવું.
સીમંતમાં દાગીનો આપવો નહીં.
પલ્લામાં ૧૦ તોલા મર્યાદામાં સોનાના દાગીના આપવા
સગાઇ વખતે સોનાનો દાગીનો આપવો નહીં.
શ્રીમંત પછી ખબર લેવા જઇએ કે પાછળથી રમાડવા જાય તો ૧૧ માણસોની મર્યાદામાં જવું.
કોઇ દાગીનો લઇ જવો નહીં માત્ર પાંચ જાેડ કપડાં લઇ જવા. સંયુક્ત પહેરામણી રુપિયા ૫૧૦૦ કરવી.
આ સિવાય બીજા કોઇ પ્રસંગોમાં રાવણાં રુપે જવું નહીં
દર્દીને રજા મળ્યા પછી ઘરે બોલાવવા જઇએ ત્યારે તેના ઘરેથી તે કુંટુંબીજનોની પહેરામણી લેવી કે આપવી નહીં.
રમેલ આપણી જૂની પરંપરા મુજબ સાદાઇથી કરવી. રમેલમાં ડીજે અને કલાકારોનો ઉપયોગ કરવો નહીં
ઝિયાણું પરિવારના ૧૧ સભ્યોએ જવું
સંયુક્ત પહેરામણી રુપિયા ૨૧૦૦ લેવી કે આપવી.
દવાખાને ખબર લેવા જઇએ ત્યાં દર્દીના પરિવાર તરફથી જમવા બેસવું નહીં.
બેસણું રવિવારે પણ રાખી શકાશે.
બેસણું સોશિયલ મીડિયામાં આપીએ છીએ તે યોગ્ય છે. તેથી કોઇ દૈનિક પેપરમાં બેસણું કે શ્રદ્ધાજલિ આપવી નહીં. કુદરતી નિધન વખતે સમય મર્યાદામાં વિધિ કરી દેવી રાહ જાેવી નહીં.
બર્થડેની ઉજવણી ઘરમેળે જ કરવી, હોટેલમાં કરવી નહીં.
બાળકના જન્મ વખતે બે જાેડ કપડાં લઇ જવા, દાગીનો લઇ જવો નહીં કોઇ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જમીન પર ફુલો પાથરવા નહીં.ફુલ જેવી પવિત્ર વસ્તુનું અપમાન કરી પાપમાં પડવું નહીં. કોઇપણ સંજાેગોમાં આડા દિવસે પહેરામણી લેવી નહીં.કોઇપણ સામાજિક પ્રસંગમાં ઘરધણી સિવાય કુંટુંબીજનો કે સંબંધીઓએ પહેરામણી કરવી નહીં. મામેરામાં વળતી શીખની પહેરામણી પુરુષો અને મહિલાઓમાં રૂપિયા ૧૧૦૦ સંટુક્ત પણે કરવી, અલગ કરવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com