વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલ દ્વારા સમાજને સંબોધન વખતે ચોંકાવનારુ નિવેદન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૩૦૦ પાટીદાર દીકરીઓને જેહાદના નામે ઉઠાવી ગયા. તેમણે કહ્યું કે પાટીદાર દીકરીઓને જેહાદીઓએ ફોસલાવી, પ્રેમજાળમાં ફસાવી છે અને ફસાવી રહ્યા છે. સમાજે હવે ચેતી જવાની જરૂર છે.તેમણે કહ્યું કે સમાજના વડીલોને જાગવાનો સમય છે નહીંતર મોટી તકલીફ ટુંક સમયમાં આવશે. જાે માત્ર સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારોની ૩૦૦ દીકરીઓ જેહાદી પ્રવૃત્તિ કે પ્રેમમાં ફસાવી દેવાની ફરિયાદ થતી હોય તો અહીં વિચારવું રહ્યું કે રાજ્યભરમાં કેટલું હશે.ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજની લગભગ તમામ સંસ્થાઓની મીટિંગમાં દીકરીઓના ભાગી જવા મામલે ચર્ચાઓ થતી આવી છે. ઉપરાંત અગાઉ પણ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે લગ્નમાં માતા-પિતાની ખાસ કરીને દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. તે દરમિયાન આર પી પટેલે કહ્યું હતું કે, માતા અને પિતાની સહિ ફરજિયાત કરી દેવાય તો પાટીદાર સમાજ સહિત અન્ય સમાજમાં લવજેહાદના કિસ્સાઓ નહીં બને. પોલીસ અને સરકારને કામનું ભારણ ઘટશે અને સુલેહ ભર્યું વાતાવરણ બની શકશે.