GJ-18 મનપાના વોર્ડ નં -૬ ખાતે ભાજપ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દર રવિવારે મન કી બાત કાર્યક્રમ નીહાળવા અને કાર્યકરોને દેશનો ચિતાર રજૂ કરતા હોય છે, ત્યારે વોર્ડ નં -૬ દ્વારા આજરોજ ટિફિન બેઠક વ્યવસ્થા કાર્યકરો દ્વારા રાખવામાં આવી હતી, ત્યારે કોઈ નેતા કે કોઈ કાર્યકર ટિફિન લઈને આવ્યો ન હતો, અને ટિફિન બેઠક વ્યવસ્થા હવે નામની થઈ ગઈ હોય તેમ ચાય પે ચર્ચા, અને દાબેલી કા ખર્ચા હોય તેમ તમામે વોર્ડના હોદ્દેદાર તથા કાર્યકરો દાબેલી ખાઈ રહ્યા છે. અને ટિફિનની ફક્ત વાતોના વડા હોય તેવું લાગે છે, ત્યારે તસવીરમાં જાેઈ શકાય છે, કે દરેક કાર્યકર દાબેલી દબાવી રહ્યો છે, પણ ટિફિન કોઈ લઈને આવ્યા નથી, ત્યારે પી.એમ.ની મન કી બાત મનની મનમાં ના રહી જાય તેનું હવે ઉચ્ચકક્ષાએ નોંધ લેવાની જરૂર છે,
ભાજપ આજે ૨૪ વર્ષથી ગુજરાતમાં શાસન વિકાસના અને કાર્યકરોની મહેનત ના કારણે ભોગવી રહ્યું છે, પણ પ્રદેશ કક્ષાએથી લઈને ઉચ્ચ કક્ષાએ ટિફિન બેઠક વ્યવસ્થા ની સુચના છતાં બહારના નાસ્તા ના પડીકા મંગાવીને દાબેલી આરોગી રહેલા કાર્યકરો ઉચ્ચકક્ષાએ આપેલ સૂચના નો અમલ કરતા નથી, ત્યારે હવે ભાજપમાં પણ કાર્યકરો આળસુ બની રહ્યા હોય તેવી પ્રતીભ થઈ રહી છે,