ખેડૂતોના રૂ. ૩ લાખના દેવા માફ, ખેત વીજજોડાણની વીજળી ફ્રી , પશુપાલકોને ૧ લીટર દૂધદીઠ રૂ.૫ સબસીડી, : કૉંગ્રેસ સંકલ્પપત્રની જાહેરાત

Spread the love

વિધાનસભા-૨૦૨૨ની ચુંટણીઓ માટેના ”ખેડૂતો-પશુપાલકો માટેના સંકલ્‍પપત્ર”ની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને  પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યોજેલ દ્વારકા ચિંતન શિબિર દરમ્યાન ”દ્વારકા ઘોષણા પત્ર”માં સમાવેશ થયેલ વિધાનસભા-૨૦૨૨ની ચુંટણીઓ માટેના ”ખેડૂતો-પશુપાલકો માટેના સંકલ્‍પપત્ર”ની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે ૨૦૨૨ પછી બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીના તમામ દેવા માફ, પશુપાલકોને ૧ લીટર દૂધદીઠ રૂ.૫ સબસીડી, ખેત વીજજોડાણનાં જોડાણની વીજળી ફ્રી તથા દિવસના ભાગે ૧૦ કલાક વિજળી, વીજચોરી કેસો પાછા ખેંચવા, ભ્રષ્‍ટાચારી નવી જમીન માપણી રદ તથા નવેસરથી માપણી, સહકાર સંસ્‍થાઓમાંને ભાજપના એકાધિકારવાદમાંથી મુક્તિ, તમામ મોટા ગામોમાં કૃષિ સહાયક કેન્‍દ્રો, ખેત ઉત્‍પાદનને ટેકાના ભાવથી નીચેની ખરીદી ઉપર પ્રતિબંધ અને ખરીદી ઉપર બોનસ, કેનાલ સિંચાઈના દરોમાં ૫૦ટકાનો ઘટાડો સહિતના મુદ્દાઓનો સંકલ્‍પ પત્રમાં જાહેરાત કરી છે. ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીઓ પછી આવનારી કોંગ્રેસ પક્ષની સરકાર માટેના નવા સંકલ્‍પપત્ર-ચુંટણી ઢંઢેરાની આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ જણાવ્‍યું હતું કે છેલ્‍લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપના ૨૭ વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વિમા સહિતના અનેક હક્કો ભાજપે ઝુંટવ્‍યા છે. ત્‍યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિના ક્ષેત્રમાં દેશનું અવલ્‍લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના મહત્વકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

(૧) વીજળીઃ- ગુજરાત વીજળી સરપ્‍લસ રાજ્ય થયું છે. છતાં પણ આ વીજળીનો લાભ રાજ્યના ખેડૂતો કે જનતાને મળતો નથી. કોંગ્રેસ પક્ષની સરકાર તમામ ખેડૂતોને વીજળીનાં મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વીજળી આપશે. વિના મૂલ્‍યે દિવસના ભાગે વીજળી મળવાથી ખેડૂતો નિર્ભય રીતે પિયત વિસ્‍તાર વધારીને ખેત ઉત્‍પાદનમાં વધારો કરી શકશે. આ ઉપરાંત ખેડૂતોને સ્‍વ વિજવપરાશ તથા વધારાની વિજળી વેચી શકે તે માટે ”સોલાર-વીન્‍ડ મીની ફાર્મીંગ” માટે માતબર સહાય કરાશે. ખેડૂતો ઉપરના તમામ વિજચોરીના કેસો તથા દંડ માફ કરવામાં આવશે.

(૨) ખેડૂતોનાં દેવાઃ- ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલ છે. છતાં વર્તમાન ભાજપ સરકારે રાજ્યના ખેડૂતોને કર્જ માફી આપવાને બદલે છેલ્‍લાં પાંચ વર્ષમાં ઉદ્યોગપતિઓનાં રૂ.૧૦ લાખ કરોડના દેવા માફ કરેલ છે. પરંતુ ગુજરાતની કોંગ્રેસની સરકાર તમામ ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીનાં દેવાં પ્રથમ કેબીનેટમાં જ માફ કરી દેશે. ખેડૂતો કર્જ મુકત્ત થવાથી ખેતીના વિકાસમાં ખેડૂતો વધારે મુડીરોકાણ કરીને વધુ ખેત ઉત્‍પાદન કરી શકશે.

(૩) ખેત ઉત્‍પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર બોનસઃ- અત્‍યારે રાજયના ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે પોતાનું ખેત ઉત્‍પાદન વેચવું પડે છે. એટલે ખેડૂતોને ખેતીમાં નુકશાન જાય છે અને સરવાળે ખેડૂત દેવાદાર બને છે. ખેડૂતોને આ વિષચક્રમાંથી બચાવવા માટે ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખેત પેદાશની ખરીદી ના થઈ શકે તેવો કાયદો કોંગ્રેસ પક્ષની સરકાર વિધાનસભામાં લાવશે અને છતીસગઢની કોંગ્રેસ સરકારના ધોરણે દરકે પ્રકારના ખેત ઉત્પાદનના વેચાણમાં ઓછામાં ઓછું રૂ.૨૦ બોનસ મણદીઠ(૨૦ કિલો દિઠ) ખેડૂતોના ખાતામાં ચૂકવાશે.

(૪) સહકારી સંસ્‍થાઓને ભાજપની ચુંગાલમાંથી મુક્તિઃ- ગુજરાત સહકારી મોડેલ સમગ્ર વિશ્વમાં નમુનેદાર છે. કોંગ્રેસના આગેવાનોએ રાજનિતિથી પર રહીને જન કલ્‍યાણ માટે આ મોડેલ વિકસાવ્‍યું હતું. માત્ર ‘અમુલ’નું ટર્ન ઓવર ૧ લાખ કરોડની નજીક પહોંચી રહ્યું છે. સહકારી માળખામાં હવે ભાજપે સીધી ઘુષણખોરી કરીને ભાજપના નેતાઓ મલાઈ ખાઈ શકે તે માટે ‘મેન્‍ડેટ’ પ્રથા દાખલ કરીને સહકારી પ્રવૃત્તિ અને સભાસદોને વફાદાર કાર્યકરોને હાંકી કાઢીને દરેક સંસ્‍થાઓમાં ભાજપના કાંધીયાઓને બેસાડવામાં આવી રહ્યા છે. ભાજપના જ આગેવાને સહકારી બેંકને ડુબાડીને ૯ મહિના જેલનો અનુભવ કરી આવ્‍યા છે તે સી. આર. પાટીલ આખા રાજ્યની સહકારી સંસ્‍થાઓના નિર્ણયો કરે છે. કોંગ્રેસની સરકાર કાનુનોમાં સર્વગ્રાહી ફેરફાર કરીને ભાજપ અને સી. આર. પાટીલના એકાધિકારવાદમાંથી સહકારી સંસ્‍થાઓને મુક્તિ અપાવશે. આ ઉપરાંત સહકારી સંસ્‍થાઓમાં સહિલાઓની ૩૩% ભાગીદારી કાયદા દ્વારા સુનિશ્ચિત કરશે.

(૫) નવી જમીન માપણી રદ કરીને પૂનઃ જમીન માપણી કરીને ગામ-ખેડૂતોને આધુનિક નકશાઓઃ- ગુજરાતમાં રૂ.૫૦૦ કરોડનો ભ્રષ્‍ટાચાર કરીને ભાજપ સરકારે ખેડૂતો, ગૌચર, જંગલ, ગામતળ અને સાર્વજનિક હેતુઓ માટેની જમીનોના નકશાઓને રફે-દફે કરી નાખ્‍યા છે. અનેક રજુઆતો પછી પણ રાજ્ય સરકારે ભ્રષ્‍ટાચારને છાવરવા માટે નવી જમીન માપણી રદ કરીને નવેસરથી જમીન માપણી કરાવવા તૈયાર નથી. કોંગ્રેસ પક્ષની સરકાર નવી જમીન માપણીને સંપૂર્ણપણે ફગાવીને ખેડૂતોને અને તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પધ્‍ધતિથી જમીન માપણી કરાવશે. એટલું જ નહીં પરંતુ હદ નિશાનના પથ્‍થરો પણ લગાવી દેશે. જેથી ભવિષ્‍યમાં પણ કોઈ વિવાદ થાય નહીં. આ માપણીને આધારે આધારભૂત નકશાઓ દરેક ગામમાં ઉપલબ્‍ધ કરાવાશે.

(૬) પશુપાલકોને લીટરદીઠ રૂ.૫ની સબસીડીઃ- ગુજરાતને પૂનઃ વૈશ્વિક ‘મિલ્‍ક સ્‍ટેટ’નો દરજ્જો અપાવવા માટે દરેક પશુપાલકોને દુધના દરકે લીટરદીટ રૂ.પાંચનું બોનસ/સબસીડી આપીને પશુપાલકો, ખેડૂતોની દૂધ ઉત્‍પાદન કરવાની ક્ષમતા વધારવા તથા પશુપાલકોની આવક વધારવામાં ગુજરાતની કોંગ્રેસની સરકાર મદદ પુરી પાડશે. દરેક ગામની દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીને દૂધના સ્‍ટોરેજ માટેની મદદ કરાશે. આ ઉપરાંત પશુપાલકોને દરેક ગામમાં પશુઓ માટે વાડાની જમીનો ઉપલબ્‍ધ કરાવાશે. વિસ્‍તારોમાં ‘માલધારી વસાહતો’ ઉભી કરાશે.

(૭) દરેક માલધારીને ખેડૂતનો દરજ્જોઃ- અત્‍યારે માલધારી જો ખેડૂત ના હોય તો ખેતીની જમીન ખરીદવાના કે ખેતીની જમીન ધારણ કરવાના કે સાંથણીની જમીન ધારણ કરવાના અધિકારો અપાતાં નથી. કોંગ્રેસ પક્ષની સરકાર માલધારીને જમીન ધારણ કરીને ખેડૂત બનવાનો અધિકાર આપશે.

(૮) કૃષિ સહાયતા કેન્‍દ્રઃ- ખેડૂતો અને પશુપાલકોને તમામ માર્ગદર્શન એક જ સ્‍થળેથી મળી રહે તે માટે દરેક ગામમાં ‘કૃષિ સહાયતા કેન્‍દ્ર’ની સ્‍થાપના કરાશે. આ કૃષિ સહાયતા કેન્‍દ્રોમાં કૃષિ ક્ષેત્રના નિષ્‍ણાંત યુવાનોને રોજગારી પણ મળશે અને ખેડૂતો-પશુપાલકોને વૈજ્ઞાનિક માર્ગદર્શન અને એક જ સ્થળેથી બધી જ સહાયતા પ્રાપ્ત થશે.

(૯) દરેક તાલુકાઓમાં એગ્રો બેઈઝડ સ્‍ટાર્ટઅપ્‍સના કેન્‍દ્રોઃ- ગુજરાતના દરેક તાલુકાઓમાં એગ્રો બેઈઝડ નાના MSMEની સ્‍થાપના કરાશે. ખેત ઉત્‍પાદનોમાં વેલ્‍યુ એડીશન કરીને ઉત્‍પાદનનું મુલ્‍ય મળે તે માટે અનેક પ્રોજેકટ હાથ ધરાશે.

(૧૦) કેનાલ આધારીત સિંચાઈ દરોમાં ૫૦%ની રાહત- ગુજરાતમાં તમામ ડેમોનું બાંધકામ કોંગ્રેસની સરકારોએ શરૂ કરાવીને પૂર્ણ કર્યું હતું. નર્મદા સરદાર સરોવર ડેમનું ૮૦% કામ પણ કોંગ્રેસની સરકારોએ પૂર્ણ કર્યું હતું. પરંતુ આ ડેમોનું સિંચાઈ નેટવર્ક સુધારવાના કામ કરવાને બદલે ભાજપની સરકારોએ માત્ર સિંચાઈના દરો વધારવાનું કામ કર્યું છે. કોંગ્રેસની સરકાર સિંચાઈ નેટવર્કને કાર્યક્ષમ બનાવીને પાણીના ટીપે-ટીપાંનો સિંચાઈના ક્ષેત્રમાં કરકસરયુક્ત ઉપયોગ કરીને ખેડૂતોના સિંચાઈ દરમાં ૫૦%ની રાહત આપશે.

(૧૧) મોટાપાયે જળસંગ્રહ અભિયાનઃ- ગુજરાતમાં નાના તળાવો જળાશયોમાં સંગ્રહિત જળની ક્ષમતા બમણી કરવા માટે મોટાપાયે જળસંગ્રહ અભિયાન ચલાવાશે. ગામે ગામ નવાં તળાવો, ખેતતલાવડી, નદી-નાળાં ઉંડા કરવા જેવી પ્રવૃત્તિઓ ચલાવીને જળસંગ્રહની ક્ષમતા બમણી કરાશે.

(૧૨) લમ્પી વાયરસ, પુર સહિતની કુદરતી આફતમાં રાહતઃ- ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે થયેલી મોટા પ્રમાણમાં પશુધનની જાનહાની, ભૂતકાળમાં મોટા પાયે થયેલી પુરમાં નુકસાની સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા અલાયદી જોગવાઈ કરવામાં આવશે.

(૧૩) છત્તીસગઢ સરકારની જેમ ગૌધન ન્યાય યોજના:- ખેડૂતોને, પશુપાલકોને સક્ષમ અને પ્રગતિશીલ કરવા માટે છત્તીસગઢ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગૌધન ન્યાય યોજના લાગુ કરી ગુજરાતના લાખો ખેડૂતોને આર્થિક રીતે સમૃધ્ધ કરવામાં આવશે. ત્‍યારે, ઉદ્યોગપતિઓનાં ૧૦ લાખ કરોડનાં દેવા માફ કરીને રેવડી વિતરણ કરનાર ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્‍યું હતું કે રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્‍હીથી આવેલી પોતાની જ ”બી ટીમ” સાથે રેવડી કલ્‍ચરના નામે ”મીલી ઝુલી કુસ્‍તી” ખેલી રહી છે. કોંગ્રેસે રજુ કરેલ ખેડૂતો માટેના ૧૩ મુદ્દાઓનો સંકલ્‍પપત્ર દેશના છતીસગઠ, રાજસ્‍થાન, કર્ણાટક, પંજાબ જેવા અનેક રાજ્યો અમલ કરી ચૂકયા છે. આ સંકલ્‍પ પત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબધ્‍ધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલ ”દ્વારકા ઘોષણા પત્ર”નાં બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષી, કોંગ્રેસ પક્ષના મીડીયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલ, હિરેન બેંકર ઉપસ્થીત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com