યુથ કોંગ્રેસ ગુજરાતમાં યુથ જોડો બુથ જોડો કાર્યક્રમ અંતર્ગત સંગઠનને મજબૂત કરશે 

Spread the love

 

 

પરિવર્તન જ સંકલ્પ અભિયાનનું લોંચિંગ અને અભિયાનમાં વધુમાં વધુ યુવાનોને જોડવા મિસકોલ નંબર 9871227788 પણ જાહેર

અમદાવાદ

આજે અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય “રાજીવ ગાંધી” ભવન ખાતે ભારતીય યુથ કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિવાસ બીવી , રાષ્ટ્રીય પ્રભારી ક્રિષ્ના અલ્લાવરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર ની વિશેષ ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી.જેમા ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોગ્રામો જેવા કે યુથ જોડો બુથ જોડો , બેરોજગારી મોંઘવારી અને ગુજરાત માં વધતા જતા નશાના કારોબાર ના વિરોધ માં યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવા માં આવી રહેલા અભિયાનની તથા સંગઠન ને વધુ મજબૂત કરવા અંગે ની સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠક ને સંબોધતા ક્રિષ્ના અલ્લાવરુ એ જણાવ્યું હતું કે ગુજરાત યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાત માં યુથ જોડો બુથ જોડો કાર્યક્રમ અંતર્ગત ૧ બુથ પર ૫ યુવાનો અને ૧ સોશિયલ મિડીયા વોલીન્ટીયર ને જોડી વધુમા વધુ બુથો પર યુવાનોની જોડી બુથ લેવલના સંગઠન ને મજબૂત કરશે .

ત્યાર બાદ નિવાસ બીવી દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને ગુજરાત યુથ કોંગ્રેસ ના પદાધીકારીઓ ને બેરોજગારી , મોંઘવારી અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર વધુ આક્રમક્તા થી ગુજરાત યુથ કોંગ્રેસ ને લડત ચલાવવા ના નિર્દેશ આપ્યા હતા ત્યાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવા માં આવી રહેલા કાર્યક્રમો ની પ્રશંસા કરવામાં આવી હતી અને વધુ મજબૂતી થી સમગ્ર ગુજરાત ને એક થઈને સરકાર ની નિષ્ફળતાઓ ને ઉજાગર કરવા તથા વધુ માં વધુ યુવાનો ને જાગૃત કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પરીવર્તન જ સંકલ્પ અભિયાન લોંચ કરવામાં આવ્યું હતું

પરીવર્તન જ સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગામે ગામ અને શહેરો માં પરીવર્તન રેલી , પરીવર્તન પદયાત્રા અને પરીવર્તન સંવાદ ના કાર્યક્રમ કરવામાં આવશે.  પરીવર્તન જ સંકલ્પ અભિયાન માં વધુ માં વધુ યુવાનો ને જોડવા મિસકોલ નંબર 9871227788 પણ જાહેર કરવામાં આવ્યો

પ્રદેશ કારોબારી ની મીટીંગ માં ગુજરાત યુથ કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા ,ગુજરાત યુથ કોંગ્રેસ ના પ્રભારી મહામંત્રી મનીષ ચૌધરી , પ્રભારી મંત્રી મહોમ્મદ શાહિદ તથા ગુજરાત યુથ કોંગ્રેસ મા પ્રદેશ ના પદાધીકારીઓ અને જીલ્લા પ્રમુખો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com