ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો પણ સત્તાવાર રીતે સમાવેશ થાય તે બાબતને અનુલક્ષીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જનરલ બોર્ડની બેઠક ૩૧ ઓગષ્ટે મળી હતી.
જેમાં, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ઉંડાણપૂર્વકની ચર્ચા બાદ સર્વાંનામુર્ત એ નક્કી કરવામાં આવેલું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાનો સત્તાવાર રીતે સમાવેશ થાય તેને માટે યોગ્ય સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
hc ના આ ર્નિણયને અમદાવાદ ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએશન સહિતના બાર એસોસિએશને સમર્થન આપ્યું છે. ઈઝ્રય્ની બેઠકમાં સભ્ય કિશોરકુમાર આર. ત્રિવેદી, વિજય એચ પટેલ, મનોજ એમ. અનડકટ, શંકરસિંહ એસ. ગોહિલ, અનિલ કેલ્લા કરણસિંહ બી. વાઘેલા, કિરીટ એ. બારોટ, ભરત ભગત, પરેશકુમાર આર. જાની, દિપેન કે. દવે, હીરાભાઈ એસ. પટેલ, દિલીપ કે. પટેલ, પરેશ એચ. વાઘેલા, ગુલાબખાન પઠાણ તથા રણજિતસિંહ રાઠોડ હાજર રહ્યા હતા.થોડા દિવસ પહેલા બાર કાઉન્સિલના ચાર સભ્યોએ આ મુદ્દાને અનુલક્ષીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખેલો છે અન bcg અસાધારણ સભા બોલાવવાની માગ કરેલી. આ પત્રમાં એવી પણ રજૂઆત કરાયેલી કે, રાજ્યના તમામ ૨૭૨ બાર એસોસિએશનને વિશ્વાસમાં લઈને રાજ્યપાલને મળવુ જાેઈએ. મહત્વનુ છે કે, ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનના પ્રમુખે આ મુદ્દાને લઈને રાજ્યપાલને પત્ર લખેલીને માગ કરેલી કે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવીને ભારતીય બંધારણના આર્ટિકલ ૩૪૮(૨) હેઠળ ગુજરાતી ભાષાને ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા બનાવો અને હાઈકોર્ટની પ્રક્રિયા ચલાવવા માટે અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો પણ સત્તાવાર રીતે સમાવેશ કરો. બંધારણના આર્ટિકલ ૩૪૮ હેઠળ ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. જાે કે, ghaaના સભ્યોએ આ પત્રનો વિરોધ કરેલો અને પ્રમુખને આ પત્ર પરત ખેંચવા કહેલુ