સર્વોચ્ચ અદાલતે તેના સેક્રેટરી જનરલને વર્તમાન અને નિવૃત્ત ન્યાયાધીશો સામેના જાતીય સતામણીના કેસોમાં તપાસ મિકેનિઝમ સાથે સંબંદિત મામલામાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ સંજય કિશન કૌલ, એએસ ઓકા અને વિક્રમ નાથની બેંચે સેક્રેટરી જનરલને ચાર અઠવાડિયાની અંદર આ મુદ્દે જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે કારણ કે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંગે જણાવ્યું હતું કે સેક્રેટરી જનરલે હજુ એફિડેવિટ દાખલ કરવાનું બાકી છે. જયસિંગે એમ પણ કહ્યું હતું કે તે આવી ફરિયાદોનો સામનો કરવા માટે ન્યાયતંત્રમાં એક મિકેનિઝમ વિકસાવવા પર નવા અપડેટ સંબંધિત કેટલીક વધારાની સામી ફાઇલ કરવા માંગે છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સુનાવણી માટે ૧૫ નવેમ્બરની તારીખ નક્કી કરી છે.૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ પર જાતીય સતામણીનો આરોપ લગાવતી એલએ ઈન્ટર્નની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. ન્યાયાધીશે જાન્યુઆરી ૨૦૧૪માં દિલ્હી હાઈકોર્ટને મીડિયા સામે પીડિતા દ્વારા લગાવવામાં આવેલા ‘આરોપોને
ઉજાગર કરતી કોઈપણ સામગ્રી’ પ્રકાશિત કરવા પર રોક લગાવી હતી. ન્યાયાધીશે દાવાઓને ‘પાયાવિહોણા, કપટપૂર્ણ અને પ્રેરિત’ તરીકે ફગાવી દીધા હતા.જાન્યુઆરી ૨૦૧૪ માં, સર્વોચ્ચ અદાલતે અરજીને સુનાવણી માટે મંજૂરી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે ‘તારીખ મુજબ, તમામ ન્યાયિક અધિકારીઓ, વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશો સામે જાતીય સતામણીની ફરિયાદોની તપાસ કરવાની કોઈ પદ્ધતિ નથી, પછી ભલે તેઓ કોઈપણ પદ ધરાવતા હોય તેની સામે તપાસ કરવાની સિસ્ટમ નથી’ અને આ મર્યાદિત પાસાં પર નોટિસ આપવા સંમત થયા.
તેની સાથે જ બેન્ચે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયર્સિંગની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (હ્લઝ્રૈં)ને આ કાર્યવાહીમાં પક્ષકાર બનાવવાની વિનંતીને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેને જાતીય સતામણી અંગેના નિયમો ઘડવા નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે જાે તે ઈચ્છે છે કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માર્ગદર્શિકા ઘડવામાં આવે તો તે આ સંબંધમાં અલગ અરજી દાખલ કરવા માટે સ્વતંત્ર છે.