ગુજરાતનું કહેવાતું પાટનગર, ત્યારે રાજ્ય સરકારે દરેક જિલ્લા, તાલુકાનો વિકાસ થાય તે માટે દરેક જિલ્લા દીઠ અર્બન ડેવલપમેન્ટની સ્થાપના કરી છે. ત્યારે વડોદરા-વુડા, ભાવનગર-ભુડા, રાજકોટ-રુડા, જામનગર-ઝુડા,તેમ GJ-18 એટલે ગુડા દ્વારા જે ગોબામારી આચરવામાં આવી તેની ફરીયાદો કમિશ્નર ધવલ પટેલેને પણ અરજદારો દ્વારા કરવામાં આવતા કોઇજ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ગુડાની ગુડાંગેગ હવે ડબલએન્જીનની જેમ ભ્રષ્ટાચાર કરવા ભારે સક્રીય બની છે. ત્યારે LIG ના મકાનો જે અરજદારોને લાગ્યા છે. તેમાં ક્વેરીઓ કાઢીને તેમાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયા પડાવતી હોવાની લોકો દ્વારા પૃષ્ટી થઇ છે, ત્યારે ગરીબોને માટે બનાવેલા આવાસોમા ંગુડાની ગુંડાગેંગ સક્રીય થઇ જતા અનેક અરજદારોમાં રાવ ઉઠવા પામી છે.
હમણાંજ દોઢ મહીના પહેલાં ગુડા દ્વારા ડ્રો કરવામાં આવેલ, તેમાં પણ ગોબામારી થઇ હતી, અને બચાવમાં જણાવેલ કે ટ્રાયલ રન હતો, ત્યારે ટ્રાયલ રન હોય તો બહાર શોશિયલ મીડીયામાં કઇ રીતે ફરતો થયો, આ સંદર્ભે કમિશ્નર દ્વારા કોઇજ FIR નોંધાવવામાં આવી ન હતી, તેના કારણે હવે ગુડાની ગુંડા ગેંગ ભારે સક્રીય થઇને જે ગરીબોને આવાસ લાગ્યા છે.
તેમાં આવકની મર્યાદા હતી, તેના કરતાં ફોર્મમાં વધુ રકમ લખેલ છે, જેથી રૂબરૂ ગુડાની ઓફીસો મળી જશો, નહીંતર મકાન નો ડ્રો રદ કરવામાં આવશે, મકાન પરત લઇ લેવામાં આવશે, ત્યારે ફોર્મ જ્યારે ભરવામાં આવે આવે ત્યારે જ આ ફોર્મની ચકાસણી કરવામાં આવે છે, પુછી ચકાસણીના અંતે લીસ્ટ બન્યા બાદ જ ડ્રો કરવામાં આવે છે, ત્યારે ગુડાની ગફલાબાજી હવે સામે આવી રહી છે, ત્યારે ન્ૈંય્ ના મકાનોમાં અરજદારો પાસેથી ક્વેરીઓ કાઢી કાઢીને પૈસા પડાવતી ગુડાની ગુંડાગેંગ સક્રીય થઇ છે, કારણ કે અગાઉ જે ડ્રોમાં ગોબામારી કરીને સેટીંગ ડોટ કોમ કરવામાં આવ્યું હતું. તે શેટીંગ ડોટ કોમમાં અનેક પૈસાની ઉઘરાણી એક મકાન દીઠ ૨૫ હજાર લીધા હોવાથી ફરીયાદો ઉઠવા પામી હતી, ત્યારે હવે ડ્રો બાદ કમાવવા અત્યારથી ક્વેરી માસ્ટરો સક્રીય થઇને ગુડાના લાભાર્થીઓને ફોન કરીને રૂબરૂ બોલાવીને તમારૂ મકાન જતું રહેશે, આ ભૂલ કરી છે, આવક થોડી વધારે લખી છે, તેમ કહીને ઘબરાટ ફેલાવીને હવે ગુડાના દલાલો પણ માર્કેટમાં ફરવા માંડ્યા છે,ત્યારે આ સદર્ભે દિવાળી ઝાકળમાળ ઉજવવા ખેલો ન્ૈંય્ ખેલો તેમ મકાનોમાં ક્વેરી માસ્ટરો સક્રીય થયા છે.
LIG મકાનોમાં જે અરજદારોએ ફોર્મ ભર્યા હતા, તેમાં હવે નાની મોટી ક્વેરી કાઢીને તેમાં તમારૂ મકાન ગુડા પાછું લઇ લેશે, તમારે મકાન લાગ્યું છે, પણ આવક મર્યાદા થોડી વધી જાય છે, તેમ અનેક ક્વેરીઓ કાઢીને મકાન પરત લેવાની ધમકી બાદ ૨૦ થી ૨૫ હજારના તોડપાણી કરતી ગુડાની ગુંડા ગેંગ સક્રીય થઇ છે.
અગાઉ ગુડા ભ્રષ્ટાચારમાં ભારે ખરડાયેલી છે, ડ્રો માં ગોબામારી બાદ કોઇ એક્શન ન લેવાતાં હવે ડબલ ગ્રોથ એન્જીન ગુડાની ગુંડા ગેંગ સક્રીય બની જતાં માલામાલ દલાલો, અને ક્વેરી માસ્ટરો થઇ રહ્યા છે. દલાલો પાસે લીસ્ટની યાદીથી લઇને જે મકાન લાગ્યા બાદ ફોર્મ ભરવાથી લઇને જે વિધી કરવાની હોયતેમાં પણ મોટા ચાર્જનાં ઉઘરાણા શરૂ કરી દીધા છે,