મોદી સરકાર હવે સરકારી બાબુઓ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે બાબુઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. તેઓએ દરેક વસ્તુનો હિસાબ આપવો પડશે. અને જાે વ્યક્તિગત ઉપયોગ માટે વધુ વાહનનો ઉપયોગ કરવામાં આવશે તો તેના પૈસા પણ ચૂકવવા પડશે. નવા નિયમ હેઠળ, વધારાના ઉપયોગ માટે ૨૪ રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે ચૂકવણી કરવી પડશે. આ સિવાય નાણા મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલને બદલે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર જાેર આપવાનું પણ કહ્યું છે.
શું છે નવો નિયમ ?
૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઓફ-ઓફ મેમોરેન્ડમ અનુસાર, સરકારે સરકારી કારની ખરીદી અને ઉપયોગમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ૬ લાખ રૂપિયા (નેટ ડીલર કિંમત) સુધીના સરકારી ઉપયોગ માટેની કાર માત્ર સરકારી ઈ-માર્કેટ પ્લેસ (ય્ીસ્) દ્વારા જ ખરીદી શકાય છે. દિલ્હીના તમામ વિભાગો હાલની પેટ્રોલ અને ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારથી બદલવાની શક્યતાઓ તપાસશે. તેમજ જે વાહનોનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે. તેને બદલવા માટે, ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો વિકલ્પ શોધવામાં આવશે.
હેડક્વાર્ટરની બહાર જવા માટે સ્ટાફની કારનો ઉપયોગ ન કરવો જાેઈએ. સંબંધિત સત્તાધિકારીની મંજૂરી પછી જ આ કરી શકાશે.નિયંત્રણ અધિકારી કારના ઉપયોગ, સમારકામ વગેરેની લોગ બુક તૈયાર કરશે.
સંયુક્ત સચિવ સ્તરના અધિકારી દ્વારા દર મહિને લોગ બુક તપાસવાની રહેશે. નોંધનીય છે કે, નાણા મંત્રાલયની સૂચનાઓ અનુસાર, સ્ટાફ કારનો ઉપયોગ મર્યાદિત માત્રામાં વ્યક્તિગત ઉપયોગ માટે કરી શકાય છે. આ અંતર્ગત દર મહિને ૫૦૦ કિલોમીટર સુધી કારનો ઉપયોગ કરી શકાશે. આ માટે અધિકારીએ દર મહિને ૩૦૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, જાે કારનો ઉપયોગ ૫૦૦ કિલોમીટરથી વધુ વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવે છે, તો ૨૪ રૂપિયા પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય સ્ટાફની કારમાં સરકારી કામકાજ માટે દર મહિને માત્ર ૨૫૦ લીટર ઈંધણ વાપરી શકાશે.મહત્વનું છે કે, સ્ટાફ કારની સુવિધા જાેઈન્ટ સેક્રેટરી અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિવિધ વિભાગોના વડાઓને સ્ટાફની ગાડીની સુવિધા પણ મળે છે. જેમનું પગાર ધોરણ વરિષ્ઠ વહીવટી ગ્રેડ અને તેનાથી ઉપરનું છે.