ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અનેક નગરસેવકોને ફોન સ્વીચઓફ રાખવા મજબુર કરીદીધા છે. ત્યારે GJ-18 ખાતે સે-૨૨ ખાતે આવેલ ગોલ્ડન પાર્ક સોસાયટીના રહીશ દ્વારા નગરસેવક કિંજલ પટેલ વિરુદ્ધ બેનર માર્યા હતા, અને નગરસેવકનો વિષય ચર્ચાસ્પદ બન્યો હતો. પ્રાપ્ત વિગતોનુસાર ચોમાસામાં ખાડા પડવા તથા ગટરો, ટેલીફોન અને લાઇટો એવી ટોરેન્ટ કંપની બધે ખાડા કરીને જતી રહી, અને ભોગવવાનું આવ્યું નગરસેવકોને, ત્યારે ખોદકામ બાદ પુરાણ ન થતાં એક રહીશ દ્વારા કિંજલ પટેલ વિરુદ્ધ બેનર લગાવતા ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારબાદ કામ પૂર્ણ થતાં આ નગરસેવક ના ફેવરમાં સોસાયટીના રહીશો દ્વારા બેનર લગાવતા કુતુહુલ સર્જાયું હતું. ત્યારે બેનરમાં માફી જેવા શબ્દો શાથે એવું લખેલ હતું કે અગાઉ બેનર કોઇની ઉશ્કેરી અને આવેગમાં હતાં, જે નગરસેવકની કામગીરીથી સંતુષ્ટનાં બેનર લગાવ્યા હતાં. ત્યારે પડેલાં ખોળ પછી ગોળ તેમ પહેલા નગરસેવકનો બદનામીનો ટીપી ટીપીને વાડકો કર્યા બાદ હવે બેનરો મારીને લાડકો બનાવ્યા,