
GJ-18 ખાતે આજરોજ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ વાડી, સેક્ટર-12 ખાતે “આરોગ્ય સેવાપરી” ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ના ઉપક્રમે રેડ ક્રોસ આપના દ્વારે” કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, ત્યારે રેડ ક્રોસ સોસાયટી દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ને સમારંભ ના અધ્યક્ષ તથા મુખ્ય મહેમાન મનિષાબેન સુથાર (રાજ્યકક્ષાના) મંત્રી અતિથિ વિશેષ દિલીપ સંધાણી, તથા બીપીન પટેલ (ગોતા ) વા. ચેરમેન, ગુજકો માસોલથી લઈને કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ નું નામ છે, ત્યારે પત્રિકામાં શહેર સંગઠન ભાજપની બાદબાકી કરી દીધી હોય તેમ શહેર પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર ,ચેરમેન ને ફક્ત કંકોત્રી નું કાર્ડ પહોંચાડવામાં આવ્યું છે, પણ તેમની પત્રિકામાં કોઈ જ નામ નિશાન નથી, ત્યારે મહાનગરપાલિકા અને શહેર સંગઠનને આમંત્રણ ન મળતા વિવાદ છંછેડાયો છે. ત્યારે એવી વાત પણ જાણવા મળી છે કે નહેલે પે દહેલા, ત્યારે રેડ ક્રોસ સો. પોતે અમદાવાદથી લઈને માણસા સુધી લાંબા થઈને તમામ લોકોના પત્રિકામાં નામ લખ્યા છે, તો મનપાના હોદ્દેદારો તથા શહેર સંગઠનના પ્રમુખ, બોડીનું કોઈ નામ નિશાન નહીં,
ભાજપ શહેરમાં જોવા જઈએ તો,
ઉકળતો ચરૂ છે, આજે જોવા જઈએ તો દરેક જિલ્લામાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે શહેર સંગઠનનું નામ સુદ્ધાં પત્રિકામાં ન રહેતા ચર્ચાનો વિષય બન્યો છે.
પત્રિકામાં અમદાવાદ ,માણસા ,થી લઈને મંત્રીઓ ,મહાનુભવોના નામ, ત્યારે દરેક કામ હોય તો મહાનગરપાલિકાની તાતી જરૂરિયાત અને મદદ મળતી હોવા છતાં મનપાના હોદ્દેદારો પત્રિકામાં ડીલેટ કેમ ?
જોવા જઈએ તો શહેરમાં કોઈપણ કાર્યક્રમ યોજાય તો ભાજપના મંત્રીઓની હાજરી હોય તો શહેર સંગઠન, પ્રમુખ, મનપાના હોદ્દેદારોને આમંત્રણ સાથે પત્રિકામાં નામ હોવું જોઈએ, ત્યારે આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર નહીં પણ પ્રેક્ષક તરીકે મનપાના હોદ્દેદારોને ગણવામાં આવ્યા હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે.
સભાના ગાંઠિયા સમાન ફક્ત કંકોત્રી આપી, નામ નિશાન પત્રિકામાં નહીં, સંગઠનમાં સમન્વય નો અભાવ