નિવૃત્તિવય ૬૫ વધારવા કેન્દ્ર સરકારની વિચારણા, ભારતમાં ૫૮ થી ૬૫ ઇટાલી, ડેન્માર્ક કે, ગ્રીસ ૬૭, અમેરીકા-૬૬

Spread the love


વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વૃદ્ધ લોકોની મોટી વસતિ ધરાવતો દેશ બની જશે. ત્યારે ૬૦ વર્ષથી ઉપરના લોકોની સંખ્યા વધીને ૧૪ કરોડ થઈ જશે. આ કારણે પેન્શન ફંડ પર દબાણ વધશે.EPFO ના ૬ કરોડથી વધુ ગ્રાહકો છે. ભારતમાં નિવૃત્તિની ઉંમર યુએસ અને યુરોપ કરતાં ઓછી છે. આ બધું જાેતાં ભારતમાં નિવૃત્તિવય મર્યાદા વધારીને ૬૫ જેટલી કરવામાં આવે એવી વિચારણા ચાલી રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દેશમાં કર્મચારીઓની રિટાયર્મેન્ટ ઉંમર વધારવાના પક્ષમાં છે. EPFOએ પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં આ વાત કરી છે. ભવિષ્ય નિધિ સંગઠનનું કહેવું છે કે રિટાયર્મેન્ટની ઉંમરને વધારવા માટે અન્ય દેશોના અનુભવ અનુસાર વિચાર કરી શકાય છે. આનાથી પેન્શન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ મળશે. હાલમાં ૬ કરોડથી વધારે લોકો EPFO સાથે જાેડાયેલા છે. જૂન ૨૦૨૨ના મહિનામાં EPFO માં કુલ ૧૮.૩૬ લાખ નવા સદસ્ય જાેડાયા છે.
ઈકોનોમિક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, EPFOમાં પોતાના વિઝન ૨૦૪૭ના ડોક્યુમેન્ટમાં જણાવાયું છે કે દેશમાં રિટાયર્મેન્ટની ઉંમરને વધારવાનો વિચાર કરવામાં આવી શકે છે.
અત્યારે ભારતમાં નિવૃત્તિ વય મર્યાદા ૫૮થી ૬૫ વર્ષ છે. ભારતમાં નિવૃત્તિ વય મર્યાદા ૬૫ વર્ષથી ઓછી છે. ત્યાં ઈટાલી, ડેનમાર્ક અને ગ્રીસમાં ૬૭ વર્ષ છે. અમેરિકામાં કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા ૬૬ વર્ષ છે.
૧૪ કરોડ થઈ જશે વડીલોની વસતિ, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વડીલોની સૌથી વધારે વસતિ ધરાવતો દેશ બની જશે. એ સમયે વધારે ઉંમરના લોકોની સંખ્યા ૧૪ કરોડ જેટલી થઈ જશે. આ જ કારણે પેન્શન ફન્ડ પર દબાણ વધશે. આ જ કારણથી EPFO એ નિવૃત્તિ વય વધારવા અંગે વિચાર કરવા સરકારને કહ્યું છે. જાે નિવૃત્તિ વય વધશે તો લાંબાગાળે EPFO માં અને બીજા ફન્ડમાં વધારે પૈસા જમા થશે. આનાથી પેન્શન સિસ્ટમ પર દબાણ વધશે અને મોંઘવારી ઓછી થવામાં પણ મદદ મળશે.
EPFO ના ૬ કરોડથી વધારે સદસ્યો છે અને ૧૨ લાખ કરોડથી વધારેનું પેન્શન અને પ્રોવિડન્ટ ફંડનું આયોજન કરે છે. EPFOહવે પોતાના પ્લાનમાં પેન્શન એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીને સામેલ કરશે. આ ઓથોરિટી કેન્દ્ર સરકારની પેન્શન યોજનાનું સંચાલન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com