કાજલ મહેરીયાનું થનગનાટમાં આગમનથી ૪૦૦ રૂપિયા બ્લેકટીકીટ બોલાઇ
ભારે ભીડ થતાં આવવા જવાનો ગેઇટ તોડી નાંખ્યો, થનગનાટના પાસની બોલબાલા
પ્રાઇવેટ ગરબામાં નંબર-૧ તરીકે થનગનાટનો પ્રજામાં ભારે ગણગણાટ વધ્યો, બ્લેકમાં ટીકીટો વહેંચાઇ, ડબલ ભાવથી લેનારા ઉમટ્યા,
શેરીગરબા તરીકે
નંબર-૧(સે-૫બી) ગોલ પરીવાર તરીકે મોટી સંખ્યા સાથે કલાકારોનો કાફલો સાથે ઉમટતા ભારે ભીડ, વિક્રમ ઠાકોરની વાંસળી વાગતા ગરબા ગાવાવાળા ડોલ્યા,
ગાંધીનગર
ગુજરાતમાં નવલી નવરાત્રી ભારે જમાવટ કરી છે, ત્યારે કોરોનાની મહામારી બાદ ૨ વર્ષથી કરફ્યુ જેવી સ્થિતિમાં રહેલી પબ્લીક હવે સ્પ્રીંગ ઉછળે તેમ બહાર નીકળી છે, ત્યારે GJ-18ના યુવાધનનું હૈંયુ થનગનાટ બન્યું છે, બુધવારના રોજ ફક્તને ફક્ત એક જ માર્કેટમાં પાસની ચર્ચા હતી, તે થનગનાટની, ભારે થનગનાટે ભારે કર્યો ગણગણાટ, હોય તેમ જે ગ્રાઉન્ડની સંખ્યા ૧૧ હજારની કેપેસીટી છે, તેના કરતાં ડબલ સંખ્યા વધી જવા પામી હતી, ત્યારે પાસના બ્લેક ૪૦૦ રૂપિયા બોલાતા હતા, કાજલ મહેરીયાએ ઘેલું લગાડ્યું હોય તેમ થનગનાટમાં ભારે પબ્લીકનો ઘસારો અને GJ-18ના ઇતિહાસમાં સૌપ્રથમવાર ટીકીટ બ્લેકમાં ડબલમાં વેચાઇ હોય તેવો પ્રથમ કિસ્સો જાેવા મળ્યો છે,
થનગનાટમાં ભારે પબ્લીકનો ક્રેઝના કારણે મેઇન ગેઇટના દરવાજા પણ તુટી ગયા હતા, અને થનગનાટની ભીડથી આયોજકોની ગણતરી હતી તે ઉંધી પડી હતી, આટલી પબ્લીક આવશે તેવું વિચાર્યું ન હતું. ત્યારે માર્કેટમાં અત્યારે નંબર ૧ તરીકે થનગનાટ, અને સેવાકીય ગરબામાં નંબર ૧ તરીકે શેરી ગરબા (સે-૫બી) ખાતેની બોલબાલા વધી ગઇ છે,