GJ-18 ખાતે આયોજકો મજબૂરીમાં ફોન બંધ, સૌથી વધારે પાસ માટે આવતા અનેક પરેશાન
ગુજરાતમાં ગરબાની રમઝટ બોલાવી છે ત્યારે ગરબા આયોજકો પણ વિસામણમાં પડી ગયા છે. અનેક સંબંધો ઉપર તલવારની ધાર ઉપર આવવું પડે તેવી સ્થિતિ સર્જાય છે અત્યારે સૌથી વધારે ફોન (કોલ્સ) જે આવી રહ્યા છે તે સૌથી વધારે પાસ માટેના છે આયોજકોથી લઈને નોકરીયાતો અને પત્રકારો ઉપર પણ તડા પડી છે, ત્યારે ગરબા જાેવા અનેક નામાંકિત કલાકારો આવતા તેને જાેવા પ્રજામાં પાસ મેળવવા અનેક ઘંટડીઓ રણકી રહી છે જાેવા જઈએ તો મોટાભાગના રાજકીય આગેવાનો મેયરથી લઈને ડેપ્યુટી મેયર ચેરમેન પણ પાસ પક્ષના કાર્યકરો માંગતા તોબા પોકારી ગયા છે, ત્યારે GJ-18 નોરતા ન પૂરા થાય ત્યાં સુધી એક જ સવાલ પાસ પડ્યા છે ૨ પાસ જાેતા હતા.GJ-18 ખાતે પાસનો મોટાભાગના લોકો ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે જાય ક્યાં? ત્યારે ના પાડીએ તો ખોટું લાગે તેના કરતાં ફોન ઉપાડીએ નહીં એ સારું ત્યારે પાસનાં કકળાટથી કલકલાટ પણ ઘરમાં વધી રહ્યો છે ત્યારે કાજલ મહેરીયા પોતે થનગનાટમાં આવતા પાસ નો ભારે ક્રેઝ વધતા પાસ ખરીદવા બ્લેક બોલાયા હતા રૂા.૪૦૦ નો પાસ ખરીદવો પડ્યો હતો ત્યારે નામાંકિત પાટનગરમાં મફતિયા પાસ લેવા માટે પેટ્રોલ બાળીને બે પાસ લેવા આજીજી કરી રહ્યા છે.
પાસ મેળવવા સવારથી જે દિવસનાં મળે તે માટે ઓળખાણની ખાણ ગોતવા રોજ નંબરો મચેડવાના, બે પાસ માંગી માંગીને સાંજ સુધીમાં ૧૦ પાસ ભેગા કરનારાઓ ૪૦૦ રૂપિયામાં થનગનાટનાં પાસ બ્લેકમાં વેચ્યા હોવાની ચર્ચા.