અંબુજીનો આંબો, પ્રેમલસિંહનો જામો, વિક્રમ ઠાકોરને જાેવા ભારે ધક્કા ,મુક્કી,
ગુજરાતનું કહેવાતું પાટનગર ત્યારે GJ-18 ખાતે અનેક જગ્યાએ ગરબાનું આયોજન થાય છે, જેમાં વેપલા ગરબા, અને શેરી ગરબાએ એટલે કે (વિનામૂલ્યે) સ્વ ખર્ચે કરનારા, વેપલા ગરબા ટિકિટોથી લઈને કમાવાનું એક સાધન, ત્યારે વર્ષોથી શ્રી મહાકાળી માતાજી સેવા ટ્રસ્ટ ( સે-૫બી ) ખાતે યોજાતા આ ગરબા જાેવા અનેરો આનંદ સાથે ગામડાથી લઈને શહેરની પબ્લિક તૂટી પડે છે ત્યારે કચાસ પણ ન હોય તેમ નામાંકિત કલાકારોનો કાફલો સાથે ધમાધમી બોલાવી છે, બુધવારના રોજ ગુજરાતી ચિત્રના નામાંકિત કલાકાર વિક્રમ ઠાકોર પધાર્યા હતા ત્યારે ગોલ પરિવાર દ્વારા અને નગરજનોએ જે તેમનું સ્વાગત કર્યું હતું તે અદભુત હતું, નામ વિક્રમ પણ કાનાની વાંસળી વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, ત્યારે આજે ચોથા નોરતે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત નામ અવાજ એવા જયદીપ પ્રજાપતિ ને બોલાવ્યા છે ત્યારે નામાંકિત કલાકારો સાથે વર્ષોથી આ પરિવાર તથા મિત્રો દ્વારા યોજાય છે અંબુજી ગોલ પોતે ઉદ્યોગપતિ અને વેપારી છે, જિલ્લામાં કેટલા આંબા વાવ્યા છે કે ફળો પરિવાર નહીં પણ સૌ ખાય, ત્યારે આ આંબાને કારણે પ્રેમલસિંંનો પણ જામો પડી ગયો છે, વેપારી તથા સેવાભાવી સંસ્થાઓ ચલાવતા ભૂલથી રાજકારણમાં આવી ગયા, રાજકારણથી દૂર હંમેશા રહેનારા મજબૂરીમાં રાજકારણમાં આવવું પડ્યું, પણ આ જીવનમાં એક વળાંક આવે તેમ વળાંક આવ્યો ત્યારે આ રાજકારણમાં ધક્કો મારનારને આ પરિવાર શોધી રહ્યું છે કે ધક્કો માર્યો કોણે ? પણ ભલે આજ દિન સુધી ગોલ પરિવાર ધંધા, બિઝનેસમાં સક્રિય હતું, પણ રાજકારણમાં આવીને કોઈ પૈસા કમાવા નહીં પણ સેવા અને લોકોનો અવાજ સાંભળવા પોતે મેદાને ઉતર્યા છે ત્યારે ગોલ પરિવારમાં આજ દિન સુધી સરપંચ તાલુકા સદસ્ય , તાલુકા પ્રમુખ શોભાવ્યું છે, પણ આ પદ સુધી પ્રથમ વ્યક્તિ બની છે કોરિ સ્લેટ ધરાવતા આ પરિવાર દ્વારા અનેકવિધ સેવાઓને મદદરૂપ કરવામાં હરણ ફાળો રહ્યો છે, અંબુજી સિંહ ગોલ પોતે ય્ત્ન-૧૮ ખાતે પાંચ જેટલા મંદિરો નિર્માણ કરાવ્યા છે પહેલા લોકોમાં ખટખટ હતી કે બધે આ ભાઈ મંદિરો બનાવે છે, પણ ઘરડા થતા આ મંદિરોનો ઓટલો દુઃખનો ભારો ઉચકી શકે અને ત્યાં બેસીને કહી શકે તેવા ઉપયોગી બન્યા છે બાકી GJ-18 ખાતે હવે જગ્યા જમીન હવે રહી નથી ત્યારે આ પરિવારમાં લોકોના પ્રશ્નો પણ અનેક આવે અને સોલ્યુશન લાવે, ત્યારે ડેપ્યુટી મેયર પપ્રેમલસિંહ ગોલ નું કામ પ્રજાના પ્રશ્નો લાઈટ, નળ ,ગટર ,રોડ ,રસ્તા અને સુવિધાનું છે પણ ઘરમાં કંકાસ, ઝઘડા, પતિ પત્નીના ઝઘડા આ બધી ફરિયાદો આપે ત્યારે ડેપ્યુટી મેયરનું આ કામ ન હોવા છતાં નિવેડો લાવે ત્યારે હા કોઈ કહે છૂટાછેડા લેવાના છે તો બાપુની આંખો પહોળી થઈ જાય કોઈનું ઘર બંધાતું હોય તો બાપુ મારર્તે ઘોડે તૈયાર, ત્યારે અપના હાથ જગન્નાથ હોય તેમ પોતાની કમાણીથી સૌથી વધારે ખર્ચ કરીને વર્ષોથી નવરાત્રી સેક્ટર-૫ માં ઉજવાઇ રહી છે ત્યારે એક વખત મુલાકાત લો તેવી ભાવભર્યું આમંત્રણ પણ લોકોને પાઠવી રહ્યા છે,