ગાંધીનગરમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Spread the love

 

 

ગાંધીનગર

ડો.આંબેડકર ફાઉન્ડેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યોગ્ય તકો મળે તેમજ યુ.પી.એસ.સી.ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી શકાય એ માટે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગરને ‘ડો. આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ’ મંજૂર કરવામાં આવ્યું છે. એ અંતર્ગત લેવાયેલી પ્રવેશ પરીક્ષામાં કુલ ૧૨૪૮ જેટલા વિદ્યાર્થીઓમાંથી મેરિટને આધારે ૧૦૦ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યાં છે. એમને વર્ષ દરમિયાન યુ.પી.એસ.સી.ની નિશુલ્ક તાલીમ આપવામાં આવશે.

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ જણાવ્યું હતું કે ભારતની ૩૩ કેન્દ્રીય યુનિવર્સિટીઓને ડો.આંબેડકર એક્સલેન્સ સેન્ટર માટે પંસદ કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગરને પણ આ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે. આ સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ આજ તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ યોજાયો હતો.ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ના રજીસ્ટ્રાર પ્રો.એચ.બી.પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્થાપિત આ યોજનામાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પણ સહભાગી છે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્રના અધ્યક્ષ તેમજ ડો. આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સના સંયોજક ડો.રાજેશ મકવાણાએ જણાવ્યું હતું કે ૨૨ એપ્રિલ, ૨૦૨૨ના રોજ બનારસ હિન્દૂ યુનિવર્સિટીમાં ભારતની ૩૧ સેન્ટ્રલ યુનિવર્સિટીઓને આ મહા અભિયાનમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે સમગ્ર ગુજરાત માટે ગર્વ અને ગૌરવની ઘટના છે. યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફેસર રમા શંકર દૂબેના કાર્યદક્ષ નેતૃત્વને કારણે જ આ શક્ય બન્યું છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલધિપતિ ડો. હસમુખ અઢિયાએ તેમના વિશેષ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દેશની સેવામાં સિવિલ સર્વિસિસની સેવા ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ છે.એમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સનદી અધિકારી બનવા માટેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમ ને સફળ ડો.મેઘા સિદ્ધપુરા,ડો.જગન્નાથમ બેગારી, પ્રો.જ્યેન્દ્ર અમીન, ડો.બીપુલ કુમાર,ડો.આલોક કુમાર,ડો.વિપુલ સોલંકી,ડો.મિલિંદ સોલંકી,ડો.પુલકેશી જાની અને સમગ્ર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પરિવારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com