ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગતા અનેક રાજકીય નેતાઓ હવે ચૂંટણી લડવા સજ્જ બન્યા છે,ત્યારે કોંગ્રેસમાં ઘણા નામ ચાલે છે, તેમાં હિમાંશુ પટેલ ,રાજુ પટેલ (કોબા), બેચરજી ઠાકોર (રાયસણ) તથા ઘણા જ નામ વિચારણા હેઠળ છે ,ત્યારે હાલ ટોપ લેવલે હિમાંશુ પટેલનું નામ મોખરે છે ,ગત ચૂંટણીમાં હિમાંશુ પટેલનું નામ મોખરે હતું, પણ દિલ્હીના અંડા-ઞંડામાં અલ્પેશજી ઠાકોરના કવોટામાંથી ગોવિંદજી ઠાકોરની ટિકિટ મળી હતી, સતત ૭ વર્ષ અગાઉની કરેલી મહેનત હિમાંશુ પટેલની ધુળધાણી થઈ ગઈ હતી ,ત્યારે અનેક લોકોએ કોંગ્રેસ છોડીને ઝાડુ લઈને કમળ પકડ્યું ,પણ આ ભાથીએ કોંગ્રેસનો હાથ પકડી રાખ્યો છે, ત્યારે તમામ ડેટાથી લઈને નવા મતદારો ,જુના મતદારો બધું જ સંગ્રહખોરી આ ભાથી એ કરેલી છે, અહીંયા ઇડી અને આઇટીની રેડ પડે તો દરેક કોમ્પ્યુટરમાં ડેટા તમામ મતદાતાઓનો મળે ,ત્યારે નામ હિમાંશુ, બધા મનાવી લે અને માની જાય એ હિમાંશુ, ત્યારે કોંગ્રેસના બીજા ઉમેદવાર રાજુ પટેલ (કોબા) છે, તેમણે પણ ટિકિટ માંગી છે, વર્ષોથી પાયાના કાર્યકર છે, ત્યારે ત્રીજા ઠાકોર બંધુ એવા બેચરજી ઠાકોર છે બેચરજી પોતે જિલ્લા સદસ્ય રહી ચૂક્યા છે, આમ આદમી પાર્ટીમાંથી પટેલ તરફી ઝોક વધારે છે, ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ આપમાંથી યુવરાજસિંહ લડે તો નવાઈ નહીં ,ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મજબૂત અને પૈસા પાત્ર ખર્ચ કરી શકે તેવા ઉમેદવારની ખોટ ચાલુ જ છે, ત્યારે મુકેશ પટેલ ઉર્ફે જમ્પર ઉત્તર અથવા દક્ષિણમાંથી ટિકિટ આપે તો લડવા આતુર છે ,જ્યારે ભાણી પિંકી પટેલ પણ કોંગ્રેસમાંથી ઉત્તર અથવા દક્ષિણમાં લડવા તૈયાર છે ,(પોતે નગરસેવક બે ટર્મ રહી ચૂક્યા છે) વધુમાં ભાજપમાં આઈ બી વાઘેલા જેઓ ભાજપ જિલ્લા મહામંત્રી થી લઈને વર્ષોથી ભાજપમાં છે ,ૈંમ્ એટલે ઇન્ફોર્મેશન બ્યુરો દરેક ઝીણવટભરી કચાસ ન રહે તેનું ધ્યાન રાખે ,ત્યારે હાલમાં શંભુજી ઠાકોર ધારાસભ્ય છે, અને પોતે વકીલ અને નોટરી હતા ,ત્યારે આ વખતે આઇબી વાઘેલા પોતે પણ મેદાનમાં ઉતર્યા છે, શંભુજીની જેમ પોતે પણ વકીલ અને નોટરી છે, એટલે લોટરી લાગવાની શક્યતા જાેઈ રહ્યા છે, ત્યારે આઈબી કોઠાસૂદ અને તોડફોડના માહિર છે ,ત્યારે તેમના પત્ની શોભનાબેન વાઘેલા પોતે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, કોંગ્રેસની વધારે સીટ હોવા છતાં સત્તા ભાજપે મેળવી હતી અને ટન ટના ટન તાલુકા પંચાયત ચલાવી હતી ,શોભના બેને પણ ટિકિટ માંગી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે, ત્યારે પાવરફુલ મહિલા અને તાલુકા પંચાયતમાં અનેક લોકોના કામ થતા હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે તેમની પાછળ આઈ.બી.ની ચાણક્ય નીતિ રહેલી છે ,બાકી બટકો પણ કામમાં ભારે ખટકો અને ભાજપ જિલ્લામાં પણ કોઈ રાજકીય ધમાસાણ થાય એટલે આઈબી ચાણક્યની સલાહ લેવામાં આવે, તોડફોડ અને સેટીંગ ડોટ કોમના માહીર ગણાય છે, ત્યારે શોભનાબેન પોતે ચૂંટણી લડવા તૈયારી બતાવી છે, ત્રીજા ઉમેદવાર તરીકે હિતેન્દ્ર પટેલનું નામ પણ મોખરે પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. બિનવિવાદી અને સંગઠનના માહિર તથા ગમે તેવા પ્રશ્નો અટપટા હોય અથવા જ્યાં દરવાજા સ્ટોપ થાય ત્યાં દરવાજા દરેક પ્રશ્નના ખોલવાના માહિર ગણાય, વાંચન, અભ્યાસ તથા કોઠા સુઝ થી લઈને સમય બદ્ધ ચાલતા નવ યુવાન છે, દરેક ગામ, મહોલ્લો, વિસ્તારથી લઈને રજે રજની માહિતી આ ભાથી પાસે મળી રહે ,પાટીદાર સમાજમાં મજબૂત માથું પણ ગણાય તેમાં બે મત નથી , ચોથા ઉમેદવાર કાળુસિંહ રાઠોડ છે ,ગત વખતે પણ તેમણે ટિકિટ માંગી હતી , પણ સંબોધિત શંભુજી ઠાકોર રીપીટ થતા તમામની મનની મનમાં રહી ગઈ હતી, ત્યારે માણસ તરીકે અને વર્કમેન તરીકે સારી છાપ ધરાવે છે, ત્યારે શંભુજી ઠાકોર રિપીટ થાય તેવી શક્યતા નહિવત છે, હવે પ્રજા ભોળા શંભુ પછી નવા કોઈ ચહેરો જાેવા માંગે છે ,ત્યારે ભાજપમાં એસ.પી ઠાકોર દ્વારા, પણ ટિકિટ માંગવામાં આવી છે, એસપી એટલે નામ એવું જાેરદાર છે કે ભલભલા નાગરિક હલી જાય પણ વ્યક્તિત્વ તરીકે સારી છાપ ધરાવતું વ્યક્તિત્વ છે, પોતાનો રિસોર્ટ અને પોતે બિનવિવાદી વ્યક્તિ છે, ત્યારે ગોવિંદજી ઠાકોર પણ ફરિવાર નસીબ અજમાવવા દોડી રહ્યા છે ,ગોવિંદજી ઠાકોર અને અલ્પેશજી ઠાકોરની સિન્ડિકેટ માં એવી ચર્ચા છે કે અલ્પેશજી ઠાકોર પણ અહીંયા થી ચૂંટણી લડવા ઉત્સુક છે ,તેમણે આ સીટ બિલકુલ શેઇફ લાગે છે ,ત્યારે અલ્પેશજીને ટેકો આપવા પોતે પણ ટિકિટ માગીને પોતે અલ્પેશજીને ટિકિટ મળે તો હટી જાય તેવા અડાગંડા છે, ત્યારે બહારની વ્યક્તિ અહીંયા લડવાઆવે તેનો વિરોધ અંડર કરંટ ભાજપમાં છે. ભાજપમાંથી પાવરફુલ યુવાનોમાં ઉમેદવાર તરીકે ગૌરાંગ પટેલનું પણ નામ બોલાઈ રહ્યું છે ,અગાઉ પાસ તથા પાટીદાર સમાજમાં નવયુવાન તરીકે સારું એવું નામ ધરાવે છે, નામ ગૌરાંગ પણ ભોલેનાથ જેવા છે, જાેઈએ તો શંકર ,શંભુ એવું નામ રાખવાનું હતું, ત્યારે ગૌરાંગ બધા સાથે ગાવાનો રાગ આવી જાય એ ગૌરાંગ, ત્યારે સી કે પટેલ નું નામ પણ અંડર કરંટ ચાલી રહ્યું છે મારે ચૂંટણી લડવાની નથી ,હું દાવેદાર નથી ,પણ ગલગલીયા પાવરફુલ છે, બાકી વ્યક્તિત્વ પણ પાવરફુલ છે ,પાટીદાર સમાજમાં પક્કડ સારી ધરાવે છે, ત્યારે ત્રીજું નામ જશુ પટેલ ઉર્ફે જશુ જમાદાર ,જશુ જાેરદાર જે હાલ મહાનગરપાલિકા GJ-18 ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે,કામમાં એક્કો, ભ્રષ્ટાચારના ભમરડા ફરતા હતા તેને જાળ મા લપેટીને ઉલાળી નાખનારા જશું જાેરદાર ,ત્યારે પાટીદાર સમાજ અને ઓબીસીમાં પકડ ધરાવે છે, હા, વિકાસના કામો મહાનગરપાલિકામાં બધા તેમના વિસ્તારોમાં તાણીને લઈ ગયા છે, ત્યારે કામો પણ ગામડામાં વિકાસના થયા છે, વર્ષો જૂના કાર્યકર અને બિલ્ડર હોવા છતાં ક્યાંય બિલ્ડરની છાપ નહીં ફક્ત છાપ પડી ગઈ જાેરદાર ,ચોકીદારની, જે નામ પાડનારને હાલ ગોતી રહ્યા છે,ત્યારે ઘનશ્યામ પટેલ નું નામ પણ ચાલી રહ્યું છે ,ઘનશ્યામ પટેલ પોતે તાલુકા પંચાયતમાં ચેરમેન રહી ચૂક્યા છે, હોશિયાર, કુનેહ આવડત ધરાવતા પાવરફુલ પટેલ છે, યોગેશ નાઈ પોતે ઉમેદવાર તરીકે ટિકિટ માંગી નથી પણ પાર્ટી પક્ષમાં રડાર ઉપર છે ,બિનવિવાદી, વાણીયા તરીકે પ્રચલિત તેની છાપ ધરાવે છે, સમાજ કરતાં પાટીદારમાં મોંભો વધારે ધરાવે છે. વિષ્ણુજી ઠાકોર -ડાકોરના ઠાકોર તરીકે ભડભડીયા આ બંધુએ પણ ટિકિટ માંગી છે ,મહાનગરપાલિકામાં તેમને ટિકિટ ન આપતા તેમને મનાવવા ભાજપના મોટા નેતાઓને જાેતરાવવુ પડ્યું હતું. સેવાભાવી અને સારી વ્યક્તિત્વ તરીકેની છાપ ધરાવતા અને બિનવિવાદી વ્યક્તિ છે, તમામને સાથે રાખીને ચાલે છે. ત્યારે સૌથી વધારે ભાજપમાં ચિંતા પેઠી હોય તો તે અલ્પેશ ઠાકોર ની છે, લીલી પેનના શોખીન અને અહીંથી ચૂંટણી લડવા માંગતા સ્થાનિક કાર્યકરો, ભાજપમાં ભારે ગણગણાંક વધી ગયો છે ,ત્યારે યુવામાં મનીષ પટેલનું નામ માર્કેટમાં ચાલી રહ્યું છે ,જાેવા જઈએ તો અગાઉની વિધાનસભામાં દક્ષિણની સીટમાં સમુજી ઠાકોર GJ-18( શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાછળ હતા, પણ જીતાડ્યા ચાંદખેડા, ન્યુ CG રોડે, ત્યારે આ વખતે ત્રિપાઠીઓ જંગ છે, ભલભલા સમીકરણ બદલાઈ જાય તેવી ભીતિ રહેલી છે. આમ આદમી પાર્ટીના નેતાઓના આંટાફેરા વધી ગયા છે, ભાજપને ચિંતા વધારી દીધી છે, પ્રજા મઞનુ નામ મરી નથી પાડવા માંગતી, પ્રજાની આંકડામણ અને આમ આદમી પાર્ટીનું કદ જે રીતે વધી રહ્યું છે,તેમાં કોંગ્રેસ જાેવા જઈએ તો ત્રીજા નંબરે છે ,હાલ ભાજપ ,આપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ ખેલાય તેવા સમીકરણો રચાતા દક્ષિણની સીટમાં આપમાંથી કોણ ચૂંટણી લડવા મજબૂત નેતા આવે છે, તે પણ ચર્ચાનો વિષય છે.
તોડફોડ, સેટિંગ ડોટ કોમ ,ઓપરેશનો પાર પાડવામાં આઈબી માહિર છે, ત્યારે અગાઉ તાલુકા પંચાયત કોંગ્રેસની બહુમતી છત્તા પ્રમુખ પદ ભાજપે શોભાવ્યું હતું. ત્યારે આઈબી ના પત્ની શોભનાબેન પ્રમુખ તરીકે રહ્યા હતા, કોઠાબાદ અને ચાણક્ય નીતિના માહીર આઇ. બી નું નેટવર્ક પણ પાવરફુલ છે.
ગૌરાંગ પટેલ ,સી કે મનીષ પટેલ ,યોગેશ નાઈથી લઈને આઈ બી વાઘેલા જેવા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી દક્ષિણમાં હોવાની લોકો પાસેથી માહિતી મળી રહી છે. ઓબીસીના મતદારોની સંખ્યા સૌથી વધારે છે ત્યારે ગોવિંદજી ઠાકોર, અલ્પેશજી ઠાકોર પણ અહીંથી ચૂંટણી લડવા ઉત્સુક બન્યા છે ,લીલી પેનના શોખીન એવા અલ્પેશ ઠાકોર દક્ષિણ સીટમાં નજર દોડાવીને શહેર પ્રમુખને પણ અવગત કરી રહ્યા છે.
શહેર પ્રમુખરુચિર ભટ્ટજાેવા જઈએ તો લીલીપેન વાળાની દાળ ગળવા દે એવા નથી, ત્યારે સ્થાનિક ને ટિકિટ મળે તે માટે પોતે રિપોર્ટ આપી દીધા હોવાનું લોકમૂખે સાંભળવા મળી રહ્યું છે.
કોંગ્રેસમાં હિમાંશુ પટેલનું નામ હાલ ભારે ચર્ચા રહ્યું છે, ૧૦ વર્ષથી કરેલું લેસન દિલ્હી ના નેતાઓ જાેઈને જતા રહ્યા છે, અને કોઈના ક્વોટામાં હિમાંશુભાઈના ગોટા થઈ જતા લોટા લ ઇને દોડવુ પડે છે ,ઘણી વખતે અલ્પેશ ઠાકોરે કોટામાંથી ટિકિટ ગોવિંદજીને અપાવી હતી, ત્યારે કપાઈ ગયા હતા, હવે અલ્પેશ ,હિમાંશુ પટેલની સામે દક્ષિણમાં ચૂંટણી લડવા થનગની રહ્યા છે ,બાકી સાંભળ્યું છે ,લોકોમાં ત્યારે કોંગ્રેસમાં હાલ મજબૂત ચહેરો યુવા હાલ હિમાંશુ પટેલનો છે ,બાકી હવે ક્વોટા આવશે તો કોંગ્રેસના પરપોટા જેવો હાલ થશે.