GJ-18 મહાનગરપાલિકામાં દિવાળીનો સમય આવતા ઘણા લોકોના ત્રણ થી છ મહિનાના બિલો પાસ કરવામાં ન આવતા ઘણાના પગારથી લઈને કામો પણ અટકી ગયા છે, ત્યારે ભારતના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ મંત્રી કરોડો નહીં, અબજાેની ગ્રાન્ટ મહાનગરપાલિકાના વિકાસ માટે આપી રહ્યા છે ,ત્યારે દિલ્હીથી સો રૂપિયાની નોટ આવતી હતી, તે ૨૦ રૂપિયા બની જતી હતી, તે મોદી તથા શાહે ભ્રષ્ટાચારના તમામ ખાડાઓ પૂરીને બુચ મારી દીધા છે ,ત્યારે ?૧૦૦ ની પૂરેપૂરી નોટ ગુજરાત સરકાર એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે આવ્યા બાદ દરેક મહાનગરપાલિકાને પૂરેપૂરા નાણા ચેકથી ગ્રાન્ટના મળે છે ,૦ત્યારે હવે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વ્યાપક નહીં વ્યાપમ ધમધોકાર વધી ગયો છે, દરેક કામથી લઇને બિલ પાસ કરવામાં કમિશન ચાલુ થઈ જતા અને બીલો પાસ કરાવવા હોય તો સાત કોઠા વિધવા પડે, ત્યારે પહેલા કહેવત હતી કે સાત કોઠવા વિધવા પડે, પણ હવે ૩૪ કોઠા મહાનગરપાલિકાના વિધવા પડે છે ,૩૪ સહી અને ૩૪ પ્રમાણપત્રો મળ્યા બાદ બિલનો ચેક મળે ,ત્યારે દિવાળી આવતા બિલ પાસ કરનારા ગબ્બરો અને બબ્બરો પાસેથી માંગી રહ્યા છે, પ્રસાદ, ત્યારે ક્યારે કરશો નાણા નો વરસાદ જેવો ઘાટ સર્જાયો છે.
ય્ત્ન-૧૮ મહાનગરપાલિકામાં સૌથી વધારે કફોડી હાલત મોટી કંપનીઓ ચલાવતા હોય તેમને પણ મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર ને કહેવું પડે છે અને સૂચના મળતા ફાઈલ થોડી દોડે ત્યાં કવેરી બાબુઓ રોજ નવા નિત નિયમો કાઢી કાઢીને બિલો પાસ કરાવવા વાળા ને અધમુઓ કરી દે છે ,જેથી ભોગ ચડે, ત્યારે તપાસ કરવામાં આવે તો કેટલા બિલો બાકી છે?? તો ખબર પડે અને દિવાળી પહેલા જાે આરટીજીએસ અને પેમેન્ટ ચેક થી થાય તેટલા બિલો આજ દિન સુધી પાસ નહીં થયા હોય, જેનો મતલબ બિલો અટવાઈ રાખવામાં આવ્યા છે ,ત્યારે કમિશનર ધવલ પટેલની બદલી થતા ગમે ત્યારે અમદાવાદ ખાતે કલેકટરનો ચાર્જ લઈ લે ,એ પહેલા મોટાભાગના કોન્ટ્રાક્ટરો બીલો તથા ફાઇલમાં સહી કરાવવા રાત સુધી કાર્યાલય ધમધમતું હતું, ત્યારે જેટલા કોન્ટ્રાક્ટરો આવે છે , તેમા મોટાભાગના રાજકીય પાર્ટીઓના જ છે, ત્યારે હવે નવી આવનારા દિવસોમાં શાખા કોન્ટ્રાક્ટર પાર્ટીની ખુલે તો નવાઈ નહીં
રાત્રે મહાનગરપાલિકાની ઓફિસો ધમધમી છે, ત્યારે બપોરે બદલીના સમાચાર આવતા જ ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી ત્યારે અમદાવાદથી લઈને GJ-18 ના કોન્ટ્રાક્ટરો મહાનગરપાલિકાની ઓફિસે રૂબરૂ આવી પહોંચ્યા હતા. બિલો પાસ કરાવવા અને સામે દિવાળી હોવાથીઅને તેમાં કમિશનરની બદલી થતાં અને જાે ફાઇલમાં સહી કરવાની રહી જાય તો નવા અધિકારીને કાર્યભાર સંભાળતા અઠવાડિયું લાગે અને ચૂંટણી જાહેર થઈ જાય તો આચારસંહિતા લાગી જાય તો તે ટેન્શન લઈને મોટાભાગના કોન્ટ્રાક્ટ કરો ફરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકામાં ૩૪ જગ્યાએ સહી અને ૩૪ પ્રમાણપત્ર મેળવવા બાદ પેમેન્ટ નીકળે ,ત્યારે દિવાળીમાં સૌથી વધારે પેમેન્ટ નીકળવાનું છે, આવનારા દિવસોમાં નવી ગુજરાતમાં પાર્ટી ઉભી થશે તે ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી તો નવાઈ નહીં
કમિશનરની બદલી થતાં કોન્ટ્રાક્ટરોથી લઈને અનેક લોકો બિલો પાસ કરાવવા મનપા કચેરીએ રાત સુધી કાર્યાલય કમિશનર થી લઈને મેયર, ડે. મેયર ચેરમેનનું ધમધમી રહ્યું હતું
ત્રણ થી છ મહિનાથી અટવાયેલા બિલો દિવાળી કરવા અનેક લોકોની આજીજી, મેયર ,ડેપ્યુટી મેયર ,ચેરમેન સુધી તંત્રની બિલો પાસ નહીં કરતા હોવાની અનેક ફરિયાદો
મેયર ,ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી હવે ડંડો પછાડો ,છ મહિનાથી ઘણા લોકોના બિલો અટવાયેલા છે ,પાછળ પડે તેના પાસ થાય, બાકી ૩૪ જગ્યાએ સહી અને ૩૪ પ્રમાણપત્રોમાં સહી લાવતા અચ્છા અચ્છા અને પાણી આવી જાય છે.
રાજકીય પક્ષોના આગેવાનો મોટાભાગના કોન્ટ્રાક્ટરો, આવનારા દિવસોમાં નવી પાર્ટી બજારમાં આવે તો નવાઈ નહીં, કોન્ટ્રાક્ટર પાર્ટી? મનપામાં હવે કવેરીમાસ્ટરોનું રાજ, દિવાળી કરવા અને અટવાયેલા બિલો પાસ કરાવવા હર કોન્ટ્રાક્ટરો પરેશાન ,વજન કરો ,એટલે ધીરે ધીરે ફાઈલ આગળ વધે ,ભોગ ચઢાવો, ત્યારે પ્રસાદમ પાસ થાય, ત્યારે દિલ્હીથી આવેલી ૧૦૦ ની નોટ અહીંયા ૨૦ રૂપિયા બની જાય છે, બાકી જે મને વાંધા વચકા હોય તે જણાવે