ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ અંતર્ગત અંદાજે રૂ. ૧.૫૩ લાખ કરોડના ૪૫૧ એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર કરાયા હસ્તાક્ષર 

Spread the love

ડિફેન્સ એક્સ્પો-2022 : ભારતના અર્થતંત્રમાં વિશેષ યોગદાન આપી દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશેઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

ગાંધીનગર

આજે સંરક્ષણ મંત્રાલય તેમજ ડિરેક્ટોરેટ જનરલ, ડિફેન્સ એસ્ટેટ દ્વારા જમીન સર્વેક્ષણ હેતુ માટે ડ્રોન આધારિત EO ઇમેજિંગના ગુણવત્તાના પાસાઓ ઊપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય તેમજ ડિરેક્ટોરેટ જનરલ, ડિફેન્સ એસ્ટેટ તેમજ ભારત સરકારના અન્ય મંત્રાલયો અને વિભાગોની જરૂરિયાતો પૂર્ણ કરવાના આશયથી રક્ષા મંત્રી દ્વારા ૨૦૧૯માં સેન્ટર ઓફ એક્સેલન્સ-SURVEIનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જમીન વહીવટના તમામ પાસાઓ જેમ કે જમીનના રેકોર્ડની જાળવણી, રેકોર્ડ્સ અને નકશાઓનું ડિજિટાઇઝેશન, અસરકારક જમીન વ્યવસ્થાપન અને શહેરી આયોજન માટે સેટેલાઇટ અને ડ્રોન ઇમેજરી, GIS ટૂલ્સ, AI અને MI જેવી નવીનતમ તકનીકોનો લાભ લેતી સંરક્ષણ જમીન સર્વેક્ષણનો સમાવેશ થાય છે. સેમિનારમાં હાજર રહી ડ્રોન ઉદ્યોગ ધોરણો નક્કી કરી ડ્રોનની ગુણવત્તા ઉપર ચર્ચા વિચારણા કરી હતી.

આ સેમિનારમાં ડિરેક્ટર જનરલ ડિફેન્સ એસ્ટેટ શ્રી અજય કુમાર શર્મા, સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સચિવ (TBC) ડૉ. અજય કુમાર, આઇઆઇટી રૂરકીના પ્રોફેસર શ્રી કમલ જૈન, બી આઈ ટી એસ ના સિનિયર પ્રોફેસર શ્રી રાજીવ ગુપ્તા, એનઆરએસસી હૈદરાબાદના વૈજ્ઞાનિક/ એન્જિનિયર શ્રી જે. નરેન્દ્રન, આઇઆઇટી રોપરના સહાયક પ્રોફેસર ડૉ. રીત કમલ તિવારી, દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી કે. સી તિવારી, બીઆઇટીએસ પિલાની ગોવા કેમ્પસના સહાયક પ્રોફેસર શ્રી તન્મય તુલસીદાસ વેરલેકર, સર્વે ઓફ ઇન્ડિયા દેહરાદુનના સચિવ શ્રી કર્નલ રજત શર્મા, ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા શ્રી સ્મિત શાહ, અરીઓ ના સ્થાપક શ્રી વિપુલ સિંહ, નવી દિલ્હી ડીડીજી એનઆઈસી થી શ્રી વી. ઉદય કુમાર, મેટ્રિક્સ જીઓ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના વહીવટી સંચાલક શ્રી રાહુલ જૈને પેનલ ડિસ્કશનમાં ડ્રોન સર્વે માટેના ડ્રાફ્ટના ધોરણો ઉપર ચર્ચા કરી હતી.

આજે મહાત્મા મંદિર ગાંધનગર ખાતે 12મા ડિફેન્સ એક્સપો- 2022 અંતગર્ત ‘રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાત સાથે સંશોધન અને ડિઝાઇનમાં સંરક્ષણ ઉદ્યોગની યોગ્યતાનો સમન્વય’ વિષયક વિસ્તૃત સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતોને સ્વદેશી રીતે પરિપૂર્ણ કરવા માટે ઉદ્યોગોની ભૂમિકા, આત્મનિર્ભરતાને વધુ સુદ્રઢ બનાવવા ઉદ્યોગને માર્ગદર્શન જેવા મુદ્દાઓ પર સશસ્ત્ર દળોના અધિકારીઓ, ડિફેન્સ સ્ટાર્ટઅપના સીઈઓ અને ડિફેન્સ તજજ્ઞો વચ્ચે ચર્ચા અને પ્રશ્નોત્તરી યોજાઈ હતી.આ કાર્યક્રમમાં આર્મી સ્ટાફના ચીફ જનરલ મનોજ પાંડે, SIDM ના પ્રેસિડેન્ટ શ્રી એસ.પી. શુકલા, ડિફેન્સ સ્ટાર્ટઅપ કંપની બિગ બેંગ બૂમના સીઈઓ પ્રવીણ દ્વારકાનાથ સહિત સંરક્ષણ મંત્રાલય તથા વિવિધ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને તજજ્ઞો સહભાગી થયા હતા.ભારત સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે.12માં ડિફેન્સ એક્સપો-2022 અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ડિફેન્સ એક્સપો-2022ના સમાપન સમારોહમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું અભિવાદન કરી જણાવ્યું હતું કે, 12માં ડિફેન્સ એક્સપો-2022માં આત્મનિર્ભર ભારતના દર્શન થાય છે. શસ્ત્ર સરંજામની આયાત કરનારા દેશ તરીકે ભારતની ઓળખ હતી એ ભારત શસ્ત્ર સરંજામની નિકાસ કરનારો દેશ બન્યો છે, જે પ્રત્યેક ભારતીય માટે ગર્વની વાત છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારત હંમેશા શાંતિ-સૌહાર્દ અને ભાઈચારામાં માને છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વ બંધુત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને પરિવાર માને છે ત્યારે ભારતના શસ્ત્રો હંમેશા શાંતિ માટે છે તેવું રાજ્યપાલ શ્રી સ્પષ્ટપણે જણાવી ઉમેર્યું હતું કે, જ્યારે વીરતા આત્મનિર્ભરતા તથા સ્વવિકાસ માટે હોય ત્યારે અશાંતિ કરનારાઓની હિંમત ચાલતી નથી એટલે જ ભય વિના પ્રીતિ નથી હોતી એવું આપણે સ્પષ્ટ માનીએ છીએ. ભારત કોઈને છોડતું નથી અને ભારતને છેડનારાને છોડતું નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં ભારતે પ્રત્યેક ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવા વિકાસ કાર્યો છે. જે સરકારની ઈચ્છાશક્તિ અને ભારતીય નાગરિકોના કઠોર પરિશ્રમનું પરિણામ છે. રાજ્યપાલશ્રીએ ડિફેન્સ એક્સપો-2022માં દેશ-વિદેશથી પધારેલા મહાનુભાવોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરી આ અવસરે થઈ રહેલા સમજૂતી કરારોથી દેશના રક્ષા ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે 12માં ડિફેન્સ એક્સ્પોના ગુજરાતમાં સફળ આયોજન બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાત દેશની આર્થિક, આધ્યાત્મિક અને રાજકીય ગતિવિધિઓમાં સદીઓથી મહત્વનું યોગદાન આપતું આવ્યું છે. આધ્યાત્મિક ક્ષેત્રે ભક્ત નરસિંહ મહેતા, જ્ઞાન-સમાજ સુધારકમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજનીતિ ક્ષેત્રે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આધુનિક યુગના વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતની જ દેન છે. મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ તથા ઉદ્યોગ ક્ષેત્રે જમશેદજી તાતા અને ધીરુભાઈ અંબાણીએ ભારતને નવી ઓળખ અપાવી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો-2022 ભારતના અર્થતંત્રમાં પોતાનું વિશેષ યોગદાન આપીને દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે. છેલ્લાં 24 વર્ષોથી શરૂ થયેલા ડિફેન્સ એક્સ્પો થકી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નવો અધ્યાય શરૂ થયો છે. નવા ભારતને રક્ષાક્ષેત્રે વધુ સશક્ત, સમૃદ્ધ અને સમર્થ બનાવવા માટે ડિફેન્સ એક્સ્પોએ સ્વદેશી ઉદ્યમી-ઉત્પાદકોને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવ્યું છે. હાઈબ્રિડ ફોર્મેટમાં યોજાયેલા ડિફેન્સ એક્સ્પો-2022માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયેલા વિશ્વના સંરક્ષણ મંત્રીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓને સંરક્ષણ ક્ષેત્રે ભારતની નવીન ઊર્જા-શક્તિના દર્શન થયાં છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન સાગરમાલા પ્રોજેક્ટને સાકાર કરવા ડિફેન્સ એક્સ્પો-2022માં ‘શાંતિ અને સહયોગ’ થીમ હેઠળ IOR+ કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ્સ મંથન, ઇન્ડો-આફ્રિકા ડાયલોગ તથા બંધન જેવી મહત્વની ઇવેન્ટ્સનું સફળ આયોજન કરાયું હતું. ભારત સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી વર્ષ 2024-25 સુધીમાં ભારતનો સંરક્ષણ ક્ષેત્રે રૂ. 35 હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક વધારીને હવે રૂ. 40 હજાર કરોડ સુધી લઈ જવાશે. તેમણે ડિફેન્સ એક્સ્પો-2022ને સફળ તેમજ યાદગાર બનાવવામાં યોગદાન આપનાર સંરક્ષણ મંત્રાલય, ગુજરાત સરકાર, વિવિધ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ સહિત તમામ સહભાગીઓને અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.

રક્ષાસચિવ  અજયકુમારે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના સમાપન સમારોહના ‘બંધન’ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે, ગુજરાતમાં આયોજિત ૧૨માં ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વર્ષ ૨૦૨૦માં લખનઉ ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પોના તમામ રેકોર્ડ તોડ્યાં છે. ડેફએક્સ્પો-૨૦૨૨ અંતર્ગત અંદાજે રૂ. ૧.૫૩ લાખ કરોડના ૪૫૧ એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. જેના થકી ઈન્ડસ્ટ્રી ટુ ઈન્ડસ્ટ્રી, ઈન્ડસ્ટ્રી ટુ સ્ટેટ ગવર્મેન્ટ અને ઈન્ડસ્ટ્રી ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ સહયોગ પ્રાપ્ત કરવા તેમજ તે અંગેના લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદરૂપ થશે. સંરક્ષણ ક્ષેત્રમાં આવનારા આ રોકાણથી આગામી સમયમાં દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ડેફએક્સ્પો-૨૦૨૨નું સફળતાપૂર્વક આયોજિત કરવા બદલ ગુજરાત સરકારનો તેમણે આભાર માન્યો હતો.આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડીઆરડીઓ દ્વારા વિવિધ કંપનીઓને લાયસન્સિંગ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આભાર વિધિ કરી હતી.

‘બંધન’ સમાપન સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટ, ગુજરાત સરકારના રાજ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, CDS જનરલ શ્રી અનિલ ચૌહાણ, ભારતીય વાયુ દળના વડા શ્રી આર.વી. ચૌધરી, નૌકાદળના વડા શ્રી આર.હરિકુમાર, ભૂમિદળના વડા શ્રી મનોજ પાંડે, DRDOના ચેરમેન ડૉ.સમીર કામત સહિત સંરક્ષણ મંત્રાલયના તેમજ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, FICCIના હોદ્દેદારો, રોકાણકારો, ઉદ્યોગપતિઓ,સંરક્ષણ ઉપકરણ કંપનીઓના પ્રતિનિધિઓ, સંરક્ષણ તજજ્ઞો સહભાગી થયા હતા.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે ગાંધીનગરમાં 12માં ડિફેન્સ એક્સ્પોના ભાગ રૂપે આયોજિત કાર્યક્રમમાં વર્ષ 2021-22 માટે સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટરમાં શ્રેષ્ઠતા માટે આરએમ (RM) પુરસ્કારો ખાનગી ક્ષેત્ર સહિત ભારતીય સંરક્ષણ ઉદ્યોગોને એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરી જેવી કે ઈન્ડિજનાઈઝેશન/ઇમ્પોર્ટ સબ્સિટ્યુયશન, ઈનોવેશન/ટેક્નોલોજીકલ બ્રેકથ્રો એન્ડ એક્ષ્પોર્ટસ આમ કુલ 22 પુરસ્કારો આપવામાં આવ્યા હતા.  22 પુરસ્કારોમાંથી,13 ખાનગી ઉદ્યોગો દ્વારા અને બાકીના DPSU/પીએસયુને એનાયત કરાયા હતા. આ પુરસ્કારો સમાનરૂપે વિવિધ સાહસો એટલે કે મોટા,મધ્યમ,નાના સ્ટાર્ટ અપ એન્ટરપ્રાઈઝને એક સ્તરીય રમતનું ક્ષેત્ર પ્રદાન કરવા માટે આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com