ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુંગલો વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવી ને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કર્યા છે, ત્યારે કોંગ્રેસમાં અત્યારે OBC નો ચહેરો જગદીશ ઠાકોર છે, ત્યારે હવે ભાજપ OBC સમાજ ઉપર ઓળઘોળ થઈ ગયું છે, ત્યારે ચૂંટણીમાં OBC સમાજને વધુ ટિકિટ આપીને અન્ય પક્ષોના ભુક્કા બોલાવવા અને સૌથી વધારે સીટો મેળવવા કવાયત તેજ કરી દીધી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આહિર સમાજથી લઈને તેર તાહણા એવા સમાજને પણ પાંચ થી સાત ટિકિટોમાં નામ ભાજપમાં હાલ બોલાય છે, ૨૭ વર્ષથી એકહથ્થું ભાજપનું જે શાસન છે ,તેમાં ભાજપને ઓ.બી.સી. તારવી રહ્યું છે, હવે ઓ.બી.સી. સમાજમાં તરવૈયા વધી જતા ઓબીસી સમાજ ઉપર ઓળઘોળ ભાજપ બન્યું છે.
સૌરાષ્ટ્રમાં અને અનેક વિસ્તારોમાં આપ દ્વારા વધારે હાલ ઓ.બી.સી. સમાજ ઉપર ફોકસ કરાતા અને મુખ્યમંત્રી ચહેરો ઓ.બી.સી જાહેર કરતા, અને કોંગ્રેસે પણ જગદીશ ઠાકોર ઉપર વધુ ઝુકાવ કરતા મોટી વોટ બેંક ગણાતી ઓ.બી.સી. સમાજ ઉપર પાકા પાયે નજર દોડાવીને જે કિંગ મેકર છે, તે ઓબીસી વોટબેન્ક ઉપર હવે ભાજપ કમર કસી રહ્યું છે, ત્યારે ભાજપમાં પરસોતમ સોલંકી, હીરા સોલંકી , ઉદય કાનઞડ,ભગવાનભાઈ બારડ થી લઈને અનેક ઓ.બી.સી. સમાજ ઉપર જેમની સારી એવી પક્કડ છે ,તેમને પાર્ટી માટે લાલ જાજમ બિછાવી દીધી છે, ત્યારે હવે ઓ.બી.સી .સમાજ ઉપર ભાજપનું મોટું ફોકસ રહેવા પામે તો નવાઈ નહીં,ભલે રાજ્ય સરકાર વિકાસની વાતો કરતી હોય પણ આખરે ઉમેદવારો જ્ઞાતિ સમીકરણોને આધારે જ ચોકકા ગોઠવાય છે. ઓ.બી.સી. સમાજ ૫૨% જ્યારે ક્ષત્રિય અને ઉચ્ચ વર્ગ ૧૪%, પાટીદાર ૧૬%, દલિત ૭%, આદિવાસી ૧૧%, મુસ્લિમ ૯ % છે. ક્ષત્રિય સમાજની વસ્તી પણ ૧૬%ની આસપાસ છે. ત્યારે ચૂંટણી જીતવા અને ગમે તે પક્ષને સત્તાના સિંહાસન ઉપર બેસાડવા ઓ.બી.સી. સમાજ કિંગ મેકર છે, ત્યારે ૨૭ વર્ષથી ભાજપ માટે કિંગ મેકર બન્યો છે, ગત વર્ષે પાટીદાર સમાજનું આંદોલન વખતે ભાજપની વ્હારે ઓ.બી.સી. સમાજ આવતા ૯૯ સીટ આવી હતી, ત્યારે હવે ભાજપ ઓ.બી.સી. સમાજ ઉપર ભારે નજર દોડાવતા હવે આવનારા દિવસોમાં બમ્પીંગ જીતવાના એધાણ પણ વર્તાઈ રહ્યા છે, ત્યારે ભાગ્યું તોય આપણું હવે ઓ.બી.સી ,
૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપની વ્હારે ર્ંમ્ઝ્ર સમાજ આવતા ૯૯ સીટો સાથે સરકાર બની હતી, OBC ૨૭ વર્ષથી ભાજપને તારવી રહી છે, ત્યારે આપ દ્વારા ઈશુદાન ગઢવી અને કોંગ્રેસ દ્વારા OBC ચહેરા એવા જગદીશ ઠાકોર નું નામ CM ચહેરા તરીકે બોલાઈ રહ્યું છે, ત્યારે ભાજપ હવે ઓ.બી.સી. પર વધારે ફોકસ કરીને ૨૭ વર્ષથી હલેસા મારીને ભાજપને જીતાડતું ઓ.બી.સી. સમાજ પર ફોકસ ભાજપે કરતા આવનારા દિવસોમાં બમ્પર જીત આવે તો નવાઈ નહીં, ૫૨% મતદાયે શાસન પલટી શકે તેમ છે, જેથી હવે ઓ.બી.સી.ના દ્વારે હવે ભાજપ