કર્ણાવતી ક્લબ ખાતે ૧૯ નવેમ્બરના રોજ સાંજે ૭ વાગે “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ યોજાશે

Spread the love

ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બ્રિજમોહન સૂદ

દરેક જિલ્લામાંથી જે પોલીસ અધિકારીઓએ સારી કામગીરી કરી હોય તેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે

અમદાવાદ

ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બ્રિજમોહન સૂદે જણાવ્યું હતું કે તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ ૨૦ જેટલા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમ શ્રી સાંઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક, કર્ણાવતી ક્લબ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાતના સપોર્ટ સાથે યોજાવા જઈ રહ્યો છે. શ્રી સાંઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બ્રિજમોહન સૂદ દ્વારા આ કાર્યક્રમ અંગે પૂરી માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ૩૬ જિલ્લાઓ અને ૪ પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા દરેક જિલ્લામાંથી જે પોલીસ અધિકારીઓએ સારી કામગીરી કરી હોય તેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં પોલીસ તરફથી કમિટિના ચેરમેન તરીકે એ. ડી. જી. પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. નરસિમ્હા કોમર તથા અન્ય કમિટિ મેમ્બર તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક , આઈ.પી.એસ. પરિક્ષિતા રાઠોડ મેડમ, પોલીસ અધિક્ષક , પી.એન્ડ.એમ આઈ.પી.એસ. શ્રી નિરજ બડગુજ્જર , પોલીસ અધિક્ષક, કાયદો અને વ્યવસ્થા, આઈ.પી.એસ. વિરેન્દ્ર સિંઘ યાદવ , પોલીસ અધિક્ષક અને સ્ટાફ ઓફીસર આઇ.પી.એસ. જી.જી.જસાણીને નીમવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com