ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી
દિલ્હી મોડલની હકીકત ગુજરાતની જનતા સમજી રહી છે
અમદાવાદ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કોંગ્રેસ મેનિફેસ્ટો મુદ્દે કહ્યું કે 2018માં ખેડૂતોના દેવાની વાત કરી હતી. રાહુલ ગાંધીએ 10 દિવસમાં દેવું માફ કરવાનું કહ્યું હતું પરંતુ 4 વર્ષ થયા છતાં હજુ સુધી દેવું માફ કર્યું નથી. કોંગ્રેસ કહે છે કઈ અને કરે છે કઈ.કોંગ્રેસ જમીન બચાવવા માટે મેદાને છે, આપ હેસિયત બનાવા માટે મેદાને છે. દારૂનો દરિયો દિલ્હીમાં વહાવ્યા પછી દિલ્હી મોડલ સારું છે, જેલમાંથી રાજ કરે છે. કોર્ટે જેને જામીન નથી આપ્યા તે જેલમાંથી પણ મંત્રી છે. જેલમાં રાખી શાસન કરી રહ્યા છે. દિલ્હી મોડલની હકીકત ગુજરાતની જનતા સમજી રહી છે.