દેશી દારૂનો ગ્લાસ 20,40 રૂપિયા, પોલીસે વાવોલ ખાતે 40 રૂપિયા, નો દારૂ પકડ્યો
ગાંધીનું ગુજરાત, પણ જ્યાંથી દારૂની સપ્લાય છે, ત્યાં દારૂ નથી પીવાતો તેના કરતાં દારૂની ઘુષણખોરી થાય છે, ત્યાં દારૂ વધુ પીવાય છે, ત્યારે રાજસ્થાનથી અનેક વાર દારુ દારૂ પકડાયા હોવાની બાદમી તથા સમાચારો મળતા હોય છે, ત્યારે gj -18 નું ચિલોડા ખાતે સૌથી વધારે દારૂ વિદેશી પકડાય છે, ત્યારે ચૂંટણીઓ નજીક આવતા જ દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસે ભારે ઘોષ બોલાવી છે, છાંટો પણ દારૂ ન મળે, ત્યારે સેક્ટર-7 પોલીસની હદમાં વાવોલ ખાતેથી મોટી રકમનો 40 રૂપિયાનો દારૂ પકડાવવામાં પોલીસને સફળતા મળી છે,
પ્રાપ્ત વિગતો અનુસાર વાવોલ ખાતેના તરપોજ ,ઠાકોરવાસ (વાવોલ) ખાતેથી 40 રૂપિયાનો મોટી રકમનો દારૂ પકડાવવા પામ્યો હતો.ત્યારે દેશી દારૂ બે લિટર પકડાયો હતો. પોલીસ દ્વારા રેડ પાડતા તહોમતદાર શકરાજી ઠાકોર (વાવોલ) પાસેથી બે લીટર દેશી દારૂ મળી આવેલ ,જેની કિંમત 40 રૂપિયા જેવી માતબર ગણવામાં આવી હતી, ત્યારે બે લીટર દારૂ પકડાયો અને ગ્લાસની કિંમત 20 થી 40 રૂપિયા,આલેલે… ત્યારે સે. -7 ના પોલીસ કોન્સ્ટેબલ જગદીશસિંહ દ્વારા આરોપીને પકડીને 65 (A)મુજબ ગુનો દાખલ કરેલ છે.
બોક્સ
હાથીઓના હાથીઓ નીકળી જાય તેનો વાંધો નહી, પણ કીડી ન નીકળવી જોઈએ, ત્યારે સૌથી વધારે એફઆઇઆર દારૂ પીતા પકડાયા અને દારૂ વેચવા વાળા (દેશી) મોટી રકમ એવી 40 રૂપિયા નો દારૂ પકડાયો