અમારો ટેકો, બધે લૂંટવાનો ઠેકો, આપણા રોટલા શેકો, ઉમેદવારને મારશે ઢેકો
ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારને અલગ-અલગ ફોન કરીને મિટિંગમાં ટોળા બતાવીને તમામને લૂંટતા મત ના નામે ટોળકી સક્રિય
ગુજરાતમાં ચૂંટણીઓના બ્યૂગલોના પ્રચાર શરૂ થઈ ગયો છે ,ત્યારે અમુક ચોક્કસ સમાજના લોકો ૫૦ થી ૧૦૦ નું ટોળું લઈને ભાજપને સવારે, કોંગ્રેસને બપોરે ,આમ આદમી પાર્ટીને રાત્રે ફોન કરીને જણાવે કે સાહેબ અમારા સમાજનો ટેકો છે ,અમારા આટલી સંખ્યામાં મતો છે ,અમારા સમાજના આગેવાનો સાથે તમારી સાથે મીટીંગ કરવી છે ,ત્યારે ઉમેદવાર મતની લાલચમાં બોલાવી લે એટલે ૫૦ થી ૧૦૦ માણસોના ટોળા જાેઈને ઉમેદવાર રાજીના રેડ થઈ જતા હોય છે અને પછી કહે અમારો ટેકો છે, ત્યારે મિટિંગ બાદ પોતાની માંગણી અથવા મોટો ખર્ચ માંગીને ઉમેદવારોના ટોલા કરી દે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે.ભાજપને સવારે, કોંગ્રેસને બપોરે, આમ આદમી પાર્ટીને રાત્રે ફોન કરીને ઉમેદવારોને ટોલા કરવા ટોળકી સક્રિય બની છે હવે નવી મોડેસ ઓપરેન્ડી બનાવીને ટોળા અથવા માથાની સંખ્યા જાેઈને ઉમેદવારો રાજીના રેડ થઈ જાય અને બે મોટી ગાડીઓ ભરીને કાર્યાલય અથવા તમે કહો ત્યાં આવી જાય અને ચિંતા ના કરો, અમારા આટલા ૮૦૦ જેટલા મતો છે ,પછી ધીરે રહીને કહે અહીંયા ડેરુ બનાવવાનું છે અથવા કોઈના કોઈ મોટા ખર્ચ બતાવીને ઉમેદવારને ઓછામાં ઓછા બે થી ચાર લાખના ચકેડામાં ઉતારી દેતા હોય છે અને ત્રણેય પાર્ટીઓને સાથે અલગ- અલગ દિવસે મીટીંગ કરે, ત્યારે ભાઈ મત તો એક જ આપવાનો છે. હા, કોઈ વ્યક્તિ કહે, મારા ઘરના ત્રણ મત છે અને તમને આપીશ એ સાચો, બાકી હું કહીશ અને બધા મતો તમને પડી જશે ,તે વાતની ખાંડ ખાવા જેવી છે, ઉમેદવારો આ બાબતે હવે સક્રિય થયેલા ની જરૂર છે ,બાકી ટોલા કરી દેશે,
શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૭૦ થી ૮૦ નું ટોળું સાથે ઉમેદવારને ત્યાં કાર્યાલય અથવા જે જગ્યાએ કહે ત્યાં પહોંચી જાય, ટોળું જાેઈને ઉમેદવાર ગાંડો થઈ જાય, ત્યારે આ ટોળકીઓ હવે બધા જ રાજકીય પક્ષોને મતના નામે ટોલા કરવા નીકળી છે, આ લખવાનું કારણ એ છે કે મત ની કિંમત અને પવિત્ર મતનો વેપલો ,વેપાર કરતાં અને બધાને ઉલ્લુ ,લલ્લુ બનાવતા ફાં દેબાજાેથી ઉમેદવારોએ ચેતવવા જેવું છે.
ફૂલો ના ગરબા, માતાજીના ગરબો, આનંદનો ગરબો ,તમારી જીત માટે મે ૫૦ જણાની ચાલવાની બાધા રાખી છે, તેનો ખર્ચ આવા અનેક નવા નુસખાઓ સાથે દરેક ઉમેદવારના કાર્યાલયે ટોલા કરવા અનેક ગેંગો સક્રિય બની છે ,ભાઈ, મત એક જ આવવાનો છે, તો બધાને ટોલા કેમ ?