GJ-18 ખાતે ૫ વિધાનસભામાં ઉમેદવારને પૈસાનું પાણી,
ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં હવે ફૂલોના ગરબા, આનંદનો ગરબો યોજીને ઉમેદવારને બોલાવવામાં આવે છે, ત્યારે ઉમેદવારને જણાવેલ કે ભાઈ આનંદનો ગરબો રાખ્યો છે ,તમે આવજાે અને ઉમેદવાર ટોળા જાેઈને મતની લાલચમાં પહોંચી જાય, ત્યારે ઉમેદવાર કહે કે જે ખર્ચ થાય એ મને કહી દેજાે, ત્યારે એક જગ્યાએ અઢી લાખનો ફૂલોનો અને આનંદનો ગરબો ઉમેદવારને પડ્યો, ત્યારે હવે આનંદનો ગરબો અને ફૂલોના ગરબાથી ઉમેદવારો હવે દૂર ભાગી રહ્યા છે.
ઘણાને માનતા હોય તો ચૂંટણી ટાણે જ ગોઠવી દે, એટલે જમવાનો ખર્ચ થી લઈને બેસવાની ખુરશીઓના ભાડા બધા ઉમેદવારને બોલાવીને ઠોકી દેવાય, ત્યારે હવે ઉમેદવારો પણ આનંદના ગરબા અને ફૂલોના ગરબાથી દૂર ભાગી રહ્યા છે.
લોકોને પાંચ વર્ષ પહેલાની માનતા હોય તો અત્યારે માનતા પૂરી કરવા ઉમેદવારને ભીડ થઈ હોય ત્યાં બોલાવીને ખર્ચ મેળવી લે છે, ત્યારે આનંદનો ગરબો અને ફૂલોનો ગરબો હાઉસફુલ હોય તેમ દરેક જગ્યા એ ઉમેદવારને ફોન આવી રહ્યા છે, ત્યારે એક ઉમેદવાર અઢી લાખ માં દાઝ્યા છે, એટલે બીજા ઉમેદવારો ધ્યાન રાખે