ભાજપના ૨૭ વર્ષોના કુશાસન અને હાડમારીનો પ્રતિભાવ આજે જનતા કોંગ્રેસની તરફેણમાં મતદાન દ્વારા આપશે : ડૉ. રઘુ શર્મા

Spread the love

ઇલેક્ટોરલ બોન્ડની માહિતી સાર્વજનિક કરવા કોંગ્રેસની માંગ : ઇલેક્શન કમિશનની સ્પષ્ટ અધિસુચના છે કે સેન્ટ્રલ ફોર્સિસની ડ્યૂટી લગાડવામાં આવે પરંતુ ગુજરાત પોલીસ, હોમગાર્ડના બંદોબસ્તમાં મતદાનના બોક્સીસ સ્ટ્રોંગ રૂપમાં લઇ જવામાં આવશે. આ રીતે લઇ જવામાં તેમની નિયત શું છે ? : શ્રી પવન ખેરા

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિત, રાજીવ ભવન ખાતે આજે ખાતે યોજાયેલ સંયુક્ત પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડો. શ્રી રઘુ શર્માજી, ભારતીય રાષ્ટ્રીય કોંગેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેરાજીએ સંબોધી હતી

પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. શ્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે ગુજરાતનું ભાગ્ય બદલાવાનું છે. કાલે પ્રથમ ચરણનું મતદાન ગુજરાતમાં થવા જઇ રહ્યું છે. આ પરિસ્થિતિમાં અમને મળતી માહિતીને આધારે કેટલીક શંકાઓ જાય છે, કે સેન્ટ્રલ ફોર્સિસની પોલિંગ બૂથ પર ડ્યૂટી લગાડવામાં આવી છે. તેઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ પોલિંગ બૂથથી દોઢ કિલોમિટર દૂર ઊભા રહે. અને જ્યારે મતદાન પૂર્ણ થાય ત્યારે મતદાન કરેલા બોક્સીસ મતગણના મથક પર લઇ જવાય ત્યારે ગુજરાતની પોલીસ, હોમગાર્ડ અને ઠેકેદાર પોલીસની દેખરેખમાં લઇ જવામાં આવે. સેન્ટ્રલ ફોર્સિસની આમાં કોઇ ભૂમિકા નહી રહે. અમે ઇલેક્શન કમિશન અને ગુજરાત ચૂંટણી પંચને સામે માગણી કરી રહ્યા છીએ જો કોઇ દખલ થઇ અથવા તો કોઇ પ્રકારનું ષડયંત્ર રચાયું તો અમે સૌ જોઇ રહ્યા છે, ગુજરાતના લોકો જોઇ રહ્યા છે, અને ગુજરાતની જાગૃત મીડિયા જોઇ રહ્યું છે.નીડર મીડિયા જોઇ રહ્યું છે અને સમગ્ર દુનિયા જોઇ રહી છે. જો કેન્દ્ર સરકાર અથવા ભારતીય જનતા પાર્ટીના મનમાં કોઇ ષડયંત્રકારી વિચાર હોય તો આજે અમે તેઓને ચેતવણી આપી રહ્યા છીએ આ પ્રકારનું ષડયંત્ર કોંગ્રેસ ગુજરાતમાં ચલાવી નહીં લે. કાન ખોલી બન્ને( મોદી-અમિત શાહ) જણા સાંભળી લે, નાનાભાઇ અને મોટાભાઇ બન્ને સાંભળી લે. હું તો તમારી ભાષામાં તેમની ઓળખાણ બતાવી રહ્યો છું.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. શ્રી રઘુ શર્માજીએ ગુજરાતના પ્રથમ-ચરણના સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતનું મતદાન આવતી કાલે થઇ રહ્યું છે. બન્ને ઝોનના અહેવાલ કોંગ્રેસ પાસે આવી રહ્યા છે જેમાં લોકોના મનમાં ગુસ્સો છે, ભાજપના સત્તાવીશ વર્ષોના કુશાસન અને લોકોમાં જે હાડમારી છે તે આવતીકાલે લોકો મતદાન દ્વારા દેખાશે. પ્રધાનમંત્રી મોદીજી છેલ્લા આઠ મહિનાથી અને ગૃહ પ્રધાન અમિત શાહજી સતત ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કાર્યરત બની રહ્યા. હવે તો પૂરી દિલ્હી ખાલી થઇ ગઇ. ચાલીસ-ચાલીસ જેટલા કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આવી ગયા છે. એટલું જ નહીં ભાજપ શાસિત રાજ્યોના અસમ હોય કે મધ્યપ્રદેશ હોય તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ગલી ગલીમાં કરી રહ્યા છે. જો ભાજપએ ગુજરાતમાં સારૂં કામ કર્યું હોત તો આજે તેઓને આટલું પરેશાન થવાની જરૂર ન પડત. જેવી રીતે તેઓની સભામાં કોઇ જઇ નથી રહ્યું, ખુરશીઓ ખાલી હોય છે. તેઓએ ગૌરવયાત્રાનું દસ દિવસનું આયોજન કરાયેલું તે સાત દિવસમાં સમેટવી પડી. જનતાનો વિશ્વાસ ભાજપ ખોઇ ચૂકી છે. પ્રજાનું સમર્થન તેમને નથી મળી રહ્યું. આવી પરિસ્થિતિ ભાજપની ગુજરાતમાં થઇ છે. તેની સામે કોંગ્રેસને જાહેર સભા થઇ છે જેના તમામ વિઝ્યુઅલ્સ મારી પાસે છે. અમારી ધારણા કરતા પણ વધુ લોકો અમારી જનસભાઓમાં લોકો ઉમટી પડ્યા. લોકો કોંગ્રેસની સાથે છે. સત્તાવીશ વર્ષોથી ત્રસ્ત ગુજરાતના લોકોએ ગુજરાતમાં પરિવર્તન માટે નિર્ધાર કરી લીધો છે. લોકોનો આ મિજાજ તમને કાલના મતદાનમાં પણ જોવા મળશે અને આવનારી પાંચ તારીખના મતદાનમાં પણ જોવા મળશે. અને કોંગ્રેસે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે ગુજરાતમાં 125થી વધુ બેઠકો મેળવી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે. ભાજપ ગભરાહટમાં જે કાંઇ પણ બોલી રહી છે. પરંતુ આ વખતે કોંગ્રેસે ચૂંટણી પ્રબંધન મજબૂતાઇથી તૈયાર કરી રણમેદાનમાં ઉતરી છે. જેઓ ધારણાની રાજનીતિ રમી રહ્યા છે. જમીની હકીકતને તેઓ નજરઅંદાજ કરી રહ્યા છે. તેઓને આઠ તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે તેમને હકીકતની જાણ થશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સંગઠીત છે, કોંગ્રેસનું બૂથ મેનેજમેન્ટ મજબૂત છે. ભાજપની કોઇ ચાલ, સરકારી મશીનરીઓના દૂરુપયોગ કરવાની ચેષ્ટા કરવાનો ઇરાદો પણ રાખ્યો હશે, તો તેને કોંગ્રેસ સફળ નહીં થવા દે. તમામ મુદ્દા પર કોંગ્રેસની નજર બની રહેશે. જેવી રીતે ઇલેક્શન કમિશનના ડાયરેક્ટિવ્સ આવ્યા, કેટલીક મીડિયા ચેનલોનો ઓપિનયન પોલના નામે ઉપયોગ કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા, આ ગભરાહટથી તેમની સ્થિતિનો અંદાજ લગાવી શકાય. ચેનલોના ઓપિનિયન પોલના માધ્યમથી ધારણાના પરિણામો પ્રસારિત કરાવાઇ રહ્યા છે, જેમાં જમીની હકીકત સાથે કોઇ લેવાદેવા નથી. કેટલીક ચેનલો જેને અને ગોદી-મીડિયા કહીએ છીએ, આવી ચેનલોના ઉપયોગથી પણ ભાજપને કોઇ ફાયદો નથી થવાનો. પૂર્વ અનુમાનોના જાહેર કરાતા પરિણામો અને ઘણા જોયા છે. ગુજરાતના લોકો પરિણામ નક્કી કરવાના છે, કોઇ ચેનલ ગુજરાતનું ભવિષ્ય જાહેર નથી કરી શકતું. અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતના લોકો કોંગ્રેસને સફળ બનાવશે.

પત્રકાર પરિષદમાં બૂથ કેપ્ચરિગં પર પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ડો. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે બૂથ કેપ્ચરિંગ રોકવું તેની સુરક્ષાની જવાબદારી ઇલેક્શન કમિશનની છે. જો ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ થતા હોય તો તેની જવાબદારી રાજ્ય સરકાર અને ઇલેક્શન કમિશનની છે. મુક્ત અને ન્યાયીક મતદાન થાય, મતદારોને પોતાના મતનો અધિકાર મુક્તપણ કરી શકે, કોઇપણ પ્રકારનો ભય અને ડર વિના મતદાન કરી શકે તેવું વાતાવરણ બનનાવવાની જવાબદારી ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારની છે. કોંગ્રેસ 125 સીટથી વધુ જીતી શકે છે તો તમારા ચૂંટાયેલા ઉમેદવારો સાથે પક્ષપટલાવી તેને ખરીદી લેવાના કારસા બને તેવા પ્રશ્નના તેના જવાબમાં શ્રી રઘુ શર્માએ જવાબ આપ્યો હતો કે આજે દેશની લોકશાહીને ચૂંટાયેલા પ્રતિવિધિઓને ખરીદી લેવાના બજાર ભાજપએ રૂપાંતરિત કર્યા છે. કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જનાદેશ કોંગ્રેસની મળ્યો હતો. છતાં પણ આજે આ રાજ્યોની સરકારો ભાજપના આવા કારસાનો ભોગ બની. આ ગુજરાત છે, ગુજરાત કેવીરીતે બચાવવું, જેના માટે અમે અમારા ઉમેદવારોને સુરક્ષિત રાખવા કટિબદ્ધ રહ્યા છે. આ અંગેની પૂરી રણનીતિ કોંગ્રેસ તૈયાર કરી રહી છે. બીજેપના આવા ઉદ્દેશોને કોંગ્રેસ સફળ નહીં થવા દે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના સતત દાવો રહ્યો છે કે ગુજરાતમાં તેઓની સરકાર બની રહી છે. તેના જવાબમાં રઘુ શર્માએ જવાબ આપ્યો હતો કે જે.પી. નડ્ડાજીની જનસભામાં પાચસથી વધુ માણસો આવ્યા હોત તો મને બતાવો. તેમની જનસભા રદ થાય છે, અમિત શાહજીની સભા રદ થાય ત્યારે તે જનસભાના વિકલ્પમાં વડોદરામાં જે.પી.નડ્ડાજીની જનસભા થાય ત્યારે પણ કોઇ લોકો આવતા નથી. જેઓની જનસાભા જ રદ થતી હોય, ગુજરાતની જનતા તેમને સાંભળવા માંગતી ન હોય, તે અંગે કોંગ્રેસ શું ટિપ્પણી કરે!! ગોદી મીડિયા અને ભારત યાત્રા અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા રઘુ શર્માએ જવાબ આપતા જણાવ્યું હતું કે આજકાલ જે પ્રિ-પોલ સરવેનું પ્રસારણ થઇ રહ્યું છે. ગુજરાતની જનતા જેનો ફેંસલો કરવાની છે. પ્રિ-પોલના માધ્યમથી લોકોના માઇન્ડ-સેટ બદલવાની કોશીશ કરી રહ્યા છે. આ એક પ્રકારનો ગુનો જ છે. અને આ કોઇ સત્ય નથી હોતું. રાજકીય રીતે આ ખોટું જ છે અને જે ખોટું કામ કરી રહ્યા હોવ તે ગોદી-મીડિયા જ કહેવાય ને! મતદાન અને ઇવીએમ પર પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા રઘુ શર્મા એ જણાવ્યું હતું કે જો તમે હોમગાર્ડના હાથમાં જ આ સોંપી દેશો તો પરિસ્થિતિ શું બને!? નિર્વાચન આયોગ શેના માટે છે? તેની સંવૈધાનિક જવાબદારી છે. આ જવાબદારી કોંગ્રેસના બૂથ-કાર્યકર્તાઓની નથી. સંવૈધાનિક જવાબદારીમાં આવે છે કે ઇલેક્શન કમિશન મુક્ત અને ન્યાયી મતદાર પ્રક્રિયા સંપન્ન કરાવે.

કોંગ્રેસના ઇલેક્શન કેમ્પેઇન અંગે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં  રઘુ શર્માએ જણાવ્યું હતું કે અમે બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ડોર-ટુ-ડોર પ્રત્યક્ષ પ્રચારમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા. ગુજરાતના દોઢ કરોડ પરિવારો સાથે સીધો અને પ્રત્યક્ષ સંપર્ક કર્યો. જેઓ ધારણાની રાજનીતિ અને ભ્રમણાની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે તેને જવાબ આપવા કોંગ્રેસે મજબૂત રણનીતિ બનાવી છે. દરેક પરિવાર અને ઘરોમાં ખબર પડી છે કે કોંગ્રેસ શું પરિવર્તન લાવવા માંગી રહી છે. મોંઘવારી ઓછી કરવાનો રોડમેપ કોંગ્રેસે તૈયાર કર્યો છે. બેરોજગારી ઓછી કરવા કોંગ્રેસ કઇ દિશામાં શું કરવા જઇ રહી છે, સોશિયલ સિક્યોરિટી માટે કોંગ્રેસ શું કરવા જઇ રહી છે, સામાન્ય લોકો માટે આ જ સંદેશો છે અને તેઓ સુધી કોંગ્રેસે પહોંચાડ્યો છે. જેઓ ધારણાની રાજનીતિ કરી રહ્યા છે, જેની જમીની હકીકત સાથે કોઇ લેવાદેવા નથી.એક પાર્ટી કોરા કાગળ પર લખીને આપી રહી છે કે ગુજરાતમાં તેમની સરકાર બની રહી છે. તે પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે મેં પણ કોરા કાગળ પર લખીને આપી દીધું છે કે જેઓ આવી વાતો કરે છે તેઓ ગુજરાતમાં ઝીરો બેઠક મેળવશે. અને તેમના જાહેર થયેલા સીએમ ઉમેદવાર તો ડિપોઝીટ પણ ગુમાવશે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક પણ બેઠક નહીં મળે તે મેં પણ લખીને આપી દીધું છે.આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને જનઆંદોલન માટે કશું કર્યું જ નથી તેવા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી રઘુ શર્માએ ઉત્તર આપ્યો કે પાંચ વર્ષના સમયગાળામાં ભાજપના ખોટી નીતિઓનો વિરોધ કરવાનું કામ એક વિપક્ષ તરીકે કોંગ્રેસે ગુજરાતમાં બેખૂબીથી નિભાવ્યું છે. જે મોસમી પાર્ટી છે તેઓ અમને સવાલ પૂછી રહ્યા છે જે ચૂંટણી વખતે જ ગુજરાતમાં દેખાય છે!! આમ આદમી પાર્ટીના કોઇ બૂથ પર કોઇ કાર્યકર્તા નથી. તેમની પાસે સંગઠનનું કોઇ માળખું નથી. તાલુકા અધ્યક્ષ નથી, જિલ્લા અધ્યક્ષ નથી, પેઇડ વર્કરના આધારે કામ કરી રહ્યા છે અને અમને પ્રશ્ન પૂછી રહી છે!! આ પ્રશ્નના પૂરક જવાબ આપતા શ્રી પવન ખેરાજીએ પણ ઉત્તર આપ્યો કે તમે મીડિયાવાળા તમામ પરિસ્થિતિથી વાકેફ છો જ. કોવિડ ન્યાય યાત્રા કઇ પાર્ટીએ નીકાળી. આ બન્ને પાર્ટીઓનું આ સંદર્ભે શું ફાળો હતો? પાર-તાપી યોજનનો વિરોધ કઇ પાર્ટીએ કર્યો તે જણાવો? અનંત પટેલ કઇ પાર્ટીના સમર્થક છે. કોણે લાઠીમાર ઝીલ્યો? કોંગ્રેસે તમામ જનઆંદોલનની ભાગીદાર રહી છે. અહીં ગુજરાતમાં મોંઘવારી વિરૂદ્ધ જન આંદોલન કોંગ્રેસને ચલાવ્યું. કોવિડ યાત્રાનું પરિણામ તમારી સામે છે કે ગુજરાત સરકારે માનવું પડ્યું કે કોરોનામાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે. સુરતમાં સ્માશાનની અગ્નિદાહની ભટ્ટીની ચિમની ગરમીથી પીગળી ગઇ. અને તમે કહો છો કે કોંગ્રેસ પાર્ટીનું કોઇ યોગદાન નથી રહ્યું!! અમારા સિટિંગ કોર્પોરેટનનું કોરોનામાં મૃત્યુ થયું. રાહત કાર્યોમાં કાર્યરત રહ્યા અને મોતને ભેટ્યા. આવી વાતો સંભાળીએ છીએ કે કોંગ્રેસે કશું કર્યું નથી તો અમને ઘણી પીડા થાય છે. અને તમને મીડિયાવાળાઓ તો આ પરિસ્થિતિને નજીકથી જોઇ છે. ફક્ત એક જ પાર્ટી રસ્તાઓ પર સક્રિય હતી અને તે પાર્ટી કોંગ્રેસ પાર્ટી હતી.સેન્ટ્રલ ફોર્સિસની કામગીરી બાબતે કોંગ્રેસની આશંકા પરના પ્રશ્નનો ઉત્તર આપતા રાષ્ટ્રીય કોંગ્રેસના મીડીયા અને પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશનની સ્પષ્ટ અધિસુચના છે કે મતદાન મુક્ત અને ન્યાયીક માહોલમાં સંપન્ન થાય. સેન્ટ્રલ ફોર્સિસની ડ્યૂટી લગાડવામાં આવે છે. પોલિંગ ડેનો પણ એક પ્રોટોકોલ હોય છે. મતદાનનો બોક્સીસ સ્ટ્રોંગ રૂમમા લઇ જવામાં આવે છે તેની પણ એક સુનિશ્ચિત પ્રક્રિયા છે. પરંતુ આ પહેલી વાર થઇ રહ્યું છે અને તે પણ છેલ્લા ત્રણ દિવસમાં અમને જે જાણકારી મળી રહી છે, ભલે 27 વર્ષોથી સત્તામાં નથી પણ અમને અમારા સોર્સથી અધિકારીઓ પાસેથી માહિતી મળતી રહે છે. અમલદારશાહીમાં પણ ઘણા ત્રસ્ત અધિકારીઓ છે જેઓ રાત્રિના સમયે અમને પણ માહિતી પહોંચાડે છે. તે માહિતી પ્રમાણે સેન્ટ્રલ ફોર્સિસના જવાબદારી અને અધિકારો સમિત કરી નાંખ્યા છે. જેમાં ગુજરાત પોલીસ, હોમગાર્ડ અને ઠેકેદાર પોલીસના બંદોબસ્તમાં આ બોક્સીસ સ્ટ્રોંગ રૂપમાંલઇ જવામાં આવશે. શું આ રીતે લઇ જવામાં તેમની નિયત શું છે? અમે ગુજરાતની પ્રજાને સજાગ કરવા માંગીએ છીએ. અમને શંકા છે કે આ પ્રક્રિયાથી લોકતંત્ર ખતરામાં આવી શકે છે, ગુજરાતનું ભવિષ્ય પણ ખતરામાં છે.

ઇલેક્ટોરલ બોન્ડ અંગે એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના નામે સૌથી મોટું કૌભાંડ-સ્કેમ સ્વતંત્ર ભારતમાં ક્યાંય જોવા નહીં મળે. અમે પડકાર આપીએ છીએ બન્ને ભાઇઓને કે ઇલેક્ટોરલ બોન્ડની માહિતી ચોવીસ કલાકની અંદર સાર્વજનિક કરે, કોણે કેટલા ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા તેઓના નામ રકમ સાથે જાહેર કરી પબ્લિક ડોમિનમાં મૂકે. જો તમારામાં થોડાક અંશે પારદર્શિતા હોય ઇલેક્ટોરલ બોન્ડની માહિતી સાર્વજનિક કરવા કોંગ્રેસની માંગ છે. અમારી પાસે શું છે તે તમે જાણો છો, ફક્ત એટલું જે છે તે તેમ જાણો છો પણ તમે તેને પ્રકાશિત નથી કરી શકતા. સૌથી મોટો ગોટાળો છે આ ઇલેક્ટોરલ બોન્ડ. દેશના લોકતંત્રમાં વિપક્ષો માટે કોઇ જગા રાખી નથી. કોંગ્રેસ પોતાના અસ્થિત્વ માટે ચૂંટણી લડી રહી છે તેવા રાજનાથસિંહના એ વિધાનના એક પ્રશ્નના ઉત્તરમાં રઘુ શર્મા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હજુ પણ ઘમંડમાં છે. મારા મતે લોકતંત્રની પરિભાષા તોડીમરોડીને રજૂ કરી રહી છે. આ લોકતંત્ર છે, તેઓ તે યાદ રાખવું જોઇએ. લોકસભામાં વર્ષ 1994માં ભાજપના માત્ર બે જ સાંસદ હતા. કહેવાય નહી ફરીથી બે સાંસદ થઇ શકે છે. એટલે કોઇએ ઘમંડ ન રાખવો જોઇએ. આ લોકશાહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે તો ગુજરાત નથી આવી શક્યા પરંતુ પ્રિયંકાજી કેમ ગુજરાત નથી આવ્યા? તે પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં તમામની ભૂમિકા સુનિશ્ચિત કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધી જે જવાબદારી ઊઠાવી છે જે કોંગ્રેસની, આ દેશની અને સંવિધાનની વિચારધારામાં પ્રથમ પાનું લખ્યું છે, ભારત જોડો યાત્રાના માધ્યમ દ્વારા. તે કામ તેઓ બખૂબીથી કરી રહ્યા છે. જે આઠ વચનો – અગિયાર વચનો કોંગ્રેસે આપ્યા છે તે રાહુલ ગાંધી સ્વયં ગુજરાત આવીને ગુજરાના લોકો માટે આપ્યા છે. ખડગે અમારા અધ્યક્ષ છે, કોગ્રેસ પાર્ટીમાં અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામ સોંપ્યું છે. પ્રિયંકાજીની ડ્યુટી હિમાચલમાં લગાવી. હું ભારત જોડો યાત્રા નો યાત્રી હતો. આમ તો મારે ત્યાં હોવું જોઇએ. પણ હું ગુજરાત આવ્યો. સંગઠનમાં જે કાંઇ પણ આદેશ થાય છે તે પ્રમાણે કાર્યરત રહેતા હોઇએ છીએ. અને અમને તેનો આનંદ હોય છે.રાહુલ ગાંધીએ ગુજરાતમાં બે સભાઓ કરી તો શું કોંગ્રેસને 2 સીટો કેટલી મળશે? તેનો તાગ જનસભા કેટલી કરી તેના પરથી અંદાજો લગાવી શકાય કે કેમ? તેના ઉત્તરમાં પવન ખેરાએ જણાવ્યું હતું કે શું મોદીજીએ 200થી ત્રણસો જનસભા યોજે તો શું ત્રણસો સીટો આવશે. આમ આદમી પાર્ટી સાથે તેનો સરવાળો કરો તો પાંચસોની પાર જાય. તો શું તમે સભાઓના આંકલન પર સીટોનું આંકલન કરી રહ્યા છો!!! દિલ્હી સરકારમાં આજે જેની સરકાર છે તેનું પ્રચાર બજેટ સાડા પાંચસો કરોડનું છે, જે એક વખત કોંગ્રેસના સમયે તે બજેટ 22 કરોડનું રહેતું હતું. તેઓને પ્રશ્ન પૂછો. આવી પાર્ટીઓની તુલના અમારી કોંગ્રેસ પાર્ટી સાથે ન કરો. અમને અપમાન જેવું લાગે છે. અને લોકતંત્રનું પણ અપમાન થાય છે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન સહપ્રભારી રામકૃષ્ણ ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ અને પ્રદેશ પ્રવક્તા હિરેન બેન્કર તેમજ ડો. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com